ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલાં જાહેર થયેલા એક્ઝિટ પોલ બાદ થઈ રહેલી નિવેદનબાજીમાં સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ જોડાઈ ગયા હતા. એક બાજુ જ્યારે સોમવારે ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયાના તેમણે ભરપેટ વખાણ કર્યા તો બીજી બાજુ મંગળવારે તેમનું નિવેદન પલટી ગયું હતું. તેમણે EVM વિશે પ્રસરાઈ રહેલા સમાચારોને ચિંતાજનક ગણાવ્યા અને કહ્યું કે EVMની સુરક્ષા કરવી ચૂંટણી પંચની જવાબદારી છે.
સોમવારે ચૂંટણી પંચના વખાણ કર્યા હતા
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીએ સોમવારે ચૂંટણી પંચની પ્રસંશા કરી હતી. તેમણે સોમવારે કહ્યું હતું કે લોકતંત્રની સફળતામાં ચૂંટણી પંચની મોટી જવાબદારી હોય છે. સુકુમાર સેનથી લઈને વર્તમાન ચૂંટણી કમિશનરે આ દિશામાં સારી કામગીરી કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે સફળતાપૂર્વક ચૂંટણીઓ યોજી હતી. આ એક મોટું કામ છે.
— Pranab Mukherjee (@CitiznMukherjee) May 21, 2019
દરમિયાન મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીએ મંગળવારે એક નિવેદન જાહેર કરી અને જણાવ્યું હતું કે લોકોના નિર્ણય પર જોખમ ન આવવું જોઈએ. લોકોનો ચુકાદો સર્વોચ્ચ રહેવો જોઈએ. તેમણે લખ્યું કે ચૂંટણી પંચે EVM વિશે જે શંકાઓ સેવાઈ રહી છે તે દૂર કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વિપક્ષે EVM પર સવાલ ઉભા કર્યા ત્યારબાદ પ્રણવ મુખર્જીએ આ ટ્વીટ કર્યુ હતુ.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર