Home /News /national-international /

Export Record: મોદી સરકારના લક્ષ્યાંકને પણ વટાવી ગઈ નિકાસ, 418 અબજ ડોલરનો માલ વિદેશમાં વેચાયો

Export Record: મોદી સરકારના લક્ષ્યાંકને પણ વટાવી ગઈ નિકાસ, 418 અબજ ડોલરનો માલ વિદેશમાં વેચાયો

મોદી સરકારના લક્ષ્યાંકને પણ વટાવી ગઈ નિકાસ, 418 અબજ ડોલરનો માલ વિદેશમાં વેચાયો

મોદી સરકારે (Modi government) 2021-22માં 400 અબજ ડોલરની નિકાસ કરવાનો લક્ષ્‍યાંક (Export Target 2021-22) રાખ્યો હતો, જે નાણાકીય વર્ષના અંતના 10 દિવસ પહેલા હાંસલ કરવામાં આવ્યો હતો. આ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) શુક્રવારે જ ઉદ્યોગપતિઓનો આભાર માન્યો હતો.

વધુ જુઓ ...
    મોદી સરકારે (Modi government) 2021-22માં 400 અબજ ડોલરની નિકાસ કરવાનો લક્ષ્‍યાંક (Export Target 2021-22) રાખ્યો હતો, જે નાણાકીય વર્ષના અંતના 10 દિવસ પહેલા હાંસલ કરવામાં આવ્યો હતો. આ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) શુક્રવારે જ ઉદ્યોગપતિઓનો આભાર માન્યો હતો.

    નિકાસ (Export) ના મોરચે ભારતે નાણાકીય વર્ષ 2021-22માં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ભારતે આ સમયગાળા દરમિયાન 417.81 અબજ ડોલરની નિકાસ કરવામાં સફળતા મેળવી છે. સરકારી સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી.

    આ પણ વાંચો:  ગુજરાતમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર બનશે ગેમ ચેન્જર! મોટો દાવ રમવાની તૈયારીમાં કોંગ્રેસ

     માર્ચમાં પણ રેકોર્ડ નિકાસ


    સૂત્રોએ જણાવ્યું કે માર્ચ 2021-22ના છેલ્લા મહિનામાં પણ નિકાસ રેકોર્ડ સ્તરે રહી હતી. આ સમયગાળા દરમિયાન દેશમાંથી $40.38 બિલિયનના માલની નિકાસ કરવામાં આવી હતી. હાલમાં સરકારે નિકાસના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. આ એક કામચલાઉ આંકડો છે. અંતિમ આંકડામાં હજુ વધુ વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી.

    આયાત પણ વધી છે


    દેશમાંથી નિકાસ વધવાની સાથે 2021-22માં વિદેશમાંથી આયાત પણ વધી છે. તેનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલ, સોનું અને અન્ય કોમોડિટીના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો છે. તેના કારણે ભારતના આયાત બિલમાં વધારો નોંધાયો છે.

    2021-22માં ભારતની આયાત વધીને 610.22 અબજ ડોલર થઈ ગઈ છે. જે છેલ્લા 9 વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2022માં, ભારતે વિદેશમાંથી 59.07 અબજ ડોલરના માલની આયાત કરી છે. તેના કારણે માર્ચમાં વેપાર ખાધ પણ વધીને $18.69 બિલિયન થઈ ગઈ.

    આ પણ વાંચો: Aryan Khan Drug Case : આર્યન ખાન કેસમાં NCBના સાક્ષી પ્રભાકર સાઈલનું મોત, સમીર વાનખેડે પર લગાવ્યા હતા ગંભીર આરોપો

     રશિયાએ ભારતને જે જોઈએ તે આપવા કહ્યું


    યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ ભારતની પ્રથમ મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે (Russian Foreign Minister Sergey Lavrov India Visit) શુક્રવારે વારંવાર ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરી અને કહ્યું કે જો નવી દિલ્હી રશિયા પાસેથી કંઈપણ ખરીદવા માંગે છે, તો અમે તેના પર ચર્ચા કરવા તૈયાર છીએ. " ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) ને મળ્યા બાદ લવરોવે પત્રકારોને જણાવ્યું હતું કે, "ભારત રશિયા પાસેથી જે પણ ખરીદવા માંગે છે તે સપ્લાય કરવા અમે તૈયાર છીએ."
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Export

    આગામી સમાચાર