Home /News /national-international /શું ઈરાને કરાવ્યો ઇઝરાયેલ એમ્બેસી પાસે વિસ્ફોટ? બ્લાસ્ટ સ્થળેથી મળેલા પત્રમાં કાસિમ સુલેમાનીનું નામ

શું ઈરાને કરાવ્યો ઇઝરાયેલ એમ્બેસી પાસે વિસ્ફોટ? બ્લાસ્ટ સ્થળેથી મળેલા પત્રમાં કાસિમ સુલેમાનીનું નામ

તસવીર: કાસિમ સુલેમાની, બ્લાસ્ટ સ્થળ

Explosion outside the Israel Embassy: દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવે ઇઝરાયેલ દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટ સ્થળની મુલાકાત લીધી.

નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi)માં શુક્રવારે ઇઝરાયેલ એમ્બેસી (Embassy of Israel) પાસે બ્લાસ્ટ (Blast) થયો હતો. આ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે આ બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હતો. બ્લાસ્ટને કારણે કેટલીક કારના કાચ તૂટી ગયા હતા. રાહતની વાત એ છે કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાની થઈ નથી. આ દરમિયાન એમ્બેસી પાસેથી એક પત્ર (Letter) મળ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે આ તો માત્ર ટ્રેલર છે. આવા વધુ હુમલા થઈ શકે છે.

અંગ્રેજી વર્તમાનપત્ર ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, ધમકી આપતા પત્રમાં ઈરાનની કુદ્સ ફોર્સના કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાનીનું નામ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે સુલેમાની ઈરાનમાં સૌથી તાકાતવર કમાન્ડર હતા. ગત વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના ડ્રોન હુમલામાં જનરલ કાસિમ સુલેમાની બગદાદમાં માર્યા ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પત્રમાં સુલેમાની ઉપરાંત અન્ય એક વ્યક્તિનું નામ લખવામાં આવ્યું છે, જેને ઈરાનમાં શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ઇઝરાયલ એમ્બેસી બીજી વખત નિશાના પર

આ બીજો પ્રસંગે છે જ્યારે દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આ પહેલા વર્ષ 2012માં ઇઝરાયેલ રાજદૂત તેલ યેહોશુઆ અને ભારતના તેમના ડ્રાઇવર બ્લાસ્ટમાં ઘાયલ થયા હતા. આ એક મેગ્નેટિક બ્લાસ્ટ હતો. આ બનાવમાં કુલ ચાર લોકો ઘાયલ થયા હતા. એ વખતે પણ ઇઝરાયેલ તરફથી આ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રિક્ષા ચાલકની ઇમાનદારી: 20 લાખ રૂપિયાના ઘરેણા ભરેલો થેલો મુસાફરને પરત કર્યો

ઇઝરાયેલે આતંકી હુમલો ગણાવ્યો

રાજધાની દિલ્હીના અબ્દુલ કલામ રોડ સ્થિત ઇઝરાયેલ દૂતાવાસની નજીક શુક્રવારે સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટને ઇઝરાયેલ આતંકી ઘટનાની જેમ જોઈ રહ્યું છે. સમાચાર એજન્સી રોઇટર્સે એક ઇઝરાયેલી અધિકારીના હવાલાથી આ જાણકારી આપી છે. દિલ્હી પોલીસના મતે લુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલના દૂતાવાસની બહાર શુક્રવારે સાંજે ઓથી તીવ્રતાનો આઈઈડી વિસ્ફોટ થયો છે. ઘટનામાં કોઈ જાનાહાની નથી થઈ.

આ પણ વાંચો:  દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટના સ્થળેથી મળ્યો પત્ર, પોલીસ તપાસમાં લાગી

આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઇઝરાયેલના વિદેશ મંત્રી ગબી અશકેનજી સાથે વાત કરી છે. એસ જયશંકરે કહ્યું કે, આ ઘટનાથી ગંભીરતાથી લેવામાં આવી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે દૂતાવાસની બહાર વિસ્ફોટ પછી ઇઝરાયેલના રાજદૂતો અને મિશનની પૂરી સુરક્ષા કરવામાં આવશે.
" isDesktop="true" id="1068056" >

અમિત શાહને સ્થિતિ અંગે વાકેફ કરાયા

દિલ્હી પોલીસે ઇઝરાયેલ દૂતાવાસ બહાર શુક્રવારે થયેલા આઈઈડી વિસ્ફોટ બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહને સ્થિતિ અંગે વાફેક કરાવ્યાં હતાં. અધિકારીઓએ કહ્યું કે બનાવ બાદ ગૃહમંત્રી સતત દિલ્હી પોલીસના ઊચ્ચ અધિકારીઓના સંપર્કમાં છે અને સ્થિત પર સતત નજર રાખી રહ્યા છે.
First published:

Tags: Amit shah, Iran, Israel Embassy, Letter, New Delhi, બોમ્બ બ્લાસ્ટ, વિસ્ફોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો