નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi)માં શુક્રવારે ઇઝરાયેલ દૂતાવાસ (israel embassy) પાસે બ્લાસ્ટના થોડા સમય સુધી ભાગદોડ થઈ ગઈ હતી. દિલ્હી પોલીસ (Delhi police)ના કહેવા પ્રમાણે આ બ્લાસ્ટમાં અમુક કારને નુકસાન થયું છે. દિલ્હી પોલીસના સૂત્રનું માનીએ તો ઘટનાસ્થળની તપાસ કરતા ત્યાંથી એક પત્ર (Letter)મળ્યો છે. આ પત્ર ઇઝરાયેલ એમ્બેસીના નામે લખવામાં આવ્યો છે. આ પત્રને ઇઝરાયેલ દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટ સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ ઉપરાંત ઘટના સ્થળેથી અમુક બોલ-બેરિંગ પણ મળ્યાં છે. આ બોલ બેરિંગનો ઉપયોગ બોમ્બ બનાવવામાં કરવામાં આવે છે.
બીજી તરફ દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવે ઇઝરાયેલ દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યુ હતુ કે, મેં તાજેતરમાં બનાવ સ્થળની મુલાકાત લીધી છે. આ અંગે કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. કેસની તપાસ સ્પેશ્યલ સેલ તરફથી કરવામાં આવી રહી છે. હાલ આ અંગે વધારે કંઈ નહીં કહી શકીએ.
આ બ્લાસ્ટને કારણે ત્રણ કારને નુકસાન થયું છે. આ બ્લાસ્ટ એવા સમયે થયો હતો જ્યારે દિલ્હીમાં બીટિંગ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લાસ્ટનું સ્થળ બીટિંગ રિટ્રીટથી માત્ર દોઢ કિલોમીટર દૂર હતું. હાલ આ આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ વિસ્તારમાં સર્ચ ઑપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસે ઇઝરાયેલ દૂતાવાસ બહાર શુક્રવારે થયેલા આઈઈડી વિસ્ફોટ બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહને સ્થિતિ અંગે વાફેક કરાવ્યાં હતાં. અધિકારીઓએ કહ્યું કે બનાવ બાદ ગૃહમંત્રી સતત દિલ્હી પોલીસના ઊચ્ચ અધિકારીઓના સંપર્કમાં છે અને સ્થિત પર સતત નજર રાખી રહ્યા છે.
ઇઝરાયેલ બ્લાસ્ટને આતંકી ઘટનાની જેમ જોઈ રહ્યું છે
રાજધાની દિલ્હીના અબ્દુલ કલામ રોડ સ્થિત ઇઝરાયેલ દૂતાવાસની નજીક શુક્રવારે સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટને ઇઝરાયેલ આતંકી ઘટનાની જેમ જોઈ રહ્યું છે. સમાચાર એજન્સી રોઇટર્સે એક ઇઝરાયેલી અધિકારીના હવાલાથી આ જાણકારી આપી છે. દિલ્હી પોલીસના મતે લુટિયન્સ વિસ્તારમાં ઇઝરાયેલના દૂતાવાસની બહાર શુક્રવારે સાંજે ઓથી તીવ્રતાનો આઈઈડી વિસ્ફોટ થયો છે. ઘટનામાં કોઈ જાનાહાની નથી થઈ.
આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઇઝરાયેલના વિદેશ મંત્રી ગબી અશકેનજી સાથે વાત કરી છે. એસ જયશંકરે કહ્યું કે, આ ઘટનાથી ગંભીરતાથી લેવામાં આવી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે દૂતાવાસની બહાર વિસ્ફોટ પછી ઇઝરાયેલના રાજદૂતો અને મિશનની પૂરી સુરક્ષા કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર