કાબુલમાં કાર્તે પરવાન ગુરુદ્વારા પાસે બ્લાસ્ટ (ફાઈલ તસવીર)
Karte Parwan Gurdwara, Afghanistan, Kabul: જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કાર્તે પરવાન ગુરુદ્વારાની અંદર લગભગ 100 લોકો હાજર હતા. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વિસ્ફોટની ઘટના બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
કાબુલ: અફઘાનિસ્તાનની ( Afghanistan) રાજધાની કાબુલમાં (Kabul) સ્થિત કાર્તે પરવાન ગુરુદ્વારા (Karte Parwan Gurdwara) પાસે ગુરુદ્વારા પાસે વિસ્ફોટની ( Explosion Near Gurdwara) ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બ્લાસ્ટ બાદ તરત જ ગુરુદ્વારાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, બ્લાસ્ટ કેવી રીતે થયો અને ન તો કોઈ સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી છે.
મળતી માહિતી મુજબ, જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કાર્તે પરવાન ગુરુદ્વારામાં લગભગ 100 લોકો હાજર હતા. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વિસ્ફોટની ઘટના બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ કેટલાક હથિયારો સાથે છોકરાઓ કાર્તે પરવાન ગુરુદ્વારામાં ઘૂસ્યા હતા. તે દરમિયાન તેણે ગુરુદ્વારાના ગાર્ડને કસ્ટડીમાં લઈને તોડફોડ કરી હતી. કાબુલમાં આ એ ગુરુદ્વારા છે જ્યારે તાલિબાન સત્તામાં આવ્યા પછી સેંકડો હિન્દુઓ અને શીખોએ અહીં આશ્રય લીધો હતો.
એક રિપોર્ટ અનુસાર, તે દરમિયાન 15 કરતા પણ વધુ લોકોએ હથિયારો સાથે ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો. અજાણ્યા લોકોએ પહેલા ગાર્ડને બંધક બનાવ્યા અને પછી ત્યાં હાજર સીસીટીવી કેમેરા તોડી નાખ્યા જેથી તેઓની ઓળખ ન થઈ શકે. બાદમાં જાણવા મળ્યું કે, આ ગુરુદ્વારામાં તાલિબાન લડવૈયાઓએ જ ઘૂસ્યા હતા અને તેમણે જ હુમલો કર્યો હતો. સત્તા સંભાળ્યા બાદ તાલિબાન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, અહીં હાજર લઘુમતીઓનું રક્ષણ કરવામાં આવશે. કાર્તે પરવાન ગુરુદરા પાસે બનેલી આ ઘટનાએ ફરી એકવાર તાલિબાન શાસન પર સવાલો ઉભા કરી રહી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર