Home /News /national-international /તમિલનાડુના નેયવેલી પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ, 6 લોકોનાં મોત, 17 ઘાયલ

તમિલનાડુના નેયવેલી પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ, 6 લોકોનાં મોત, 17 ઘાયલ

નેયવેલી પાવર પ્લાન્ટના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થવાના કારણે 6 લોકોનાં મોત થયા

નેયવેલી પાવર પ્લાન્ટના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થવાના કારણે 6 લોકોનાં મોત થયા

    ચેન્નઈઃ તમિલનાડુ (Tamil Nadu)ના કુડ્ડાલોર જિલ્લા સ્થિત નેયવેલી પાવર પ્લાન્ટ (Neyveli Lignite power plant)ના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થવાના કારણે 6 લોકોનાં મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ 13 ઇજાગ્રસ્તોને NLC લિગ્નાઇટ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

    હજુ સુધી બ્લાસ્ટના કારણની જાણકારી નથી મળી શકી. અ બ્લાસ્ટ કુડ્ડાલોર (Cuddalore)માં નેયવેલી લિગ્નાઇટ કોર્પોરેશન (neyveli lignite corporation) ના એક બોઇલરમાં થયો. NLCની પોતાની ફાયરફાઇટર ટીમ છે જે બ્લાસ્ટ બાદ બચાવ અભિયાનમાં લાગી ગઈ છે. સાથોસાથ કુડ્ડાલોર જિલ્લા પ્રશાસનની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


    આ પણ વાંચો, માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે મોદી સરકાર લાવી રહી છે ખાસ યોજના, ફ્રીમાં થશે સારવાર

    નોંધનીય છે કે, કુડ્ડાલોર, રાજ્યના પાટનગરથી 180 કિલોમીટર દૂર સ્થિત છે. સાત યૂનિટોમાં 1,470 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. એક બોઇલરમાં બ્લાસ્ટ થઈ ગયો જેના કારણે મોટાપાયે આગ લાગી ગઈ. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


    આ પણ વાંચો, એક જ ખાડામાં ફેંકી દીધા 8 કોરોના પીડિતોના શબ, વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ

    નોંધનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં આ પાવર પ્લાન્ટમાં આ બીજો બ્લાસ્ટ છે. અગાઉ થયેલા બ્લાસ્ટમાં 8 લોકો ઘાયલ થયા હતા અને નસીબજોગે મોટી જાનહાનિ નહોતી થઈ.
    First published: