કરાચી : પાકિસ્તાનના (Pakistan)કરાચી શહેરમાં એક જોરદાર ધમાકો (Blast in Pakistan)થયો છે. આ ધમાકો કરાચીના (Blast in Karachi) શેરશાહ પારાચા ચોક (sher shah paracha chowk)પાસે થયો છે. બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા છે જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળમાં દબાયેલા હોઇ શકે છે. જેથી મોત અને ઇજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે.
જાણકારી પ્રમાણે ધમાકો કરાચી શહેરના (Blast Karachi Today)સીવેજ સિસ્ટમમાં થયો છે. પોલીસ પ્રવક્તા સોહેલ જોખીઓએ જણાવ્યું કે શેરશાહ વિસ્તારમાં એક બેંક ઇમારતની નીચે સીવેજમાં (sewage system)જમા થયેલા ગેસમાં કોઇ કારણસર આગ લાગવાથી વિસ્ફોટ (Explosion)થયો છે. પ્રવક્તાએ જણાવ્યું કે હાલ પુરી રીતે સ્પષ્ટ થઇ શક્યું નથી કે સીવેજમાં આગ લાગવાનું શું કારણ હતું.
કરાચી ટ્રોમા સેન્ટરના એક સ્વાસ્થ્ય અધિકારી સબીર મેમને જણાવ્યું કે વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા છે જ્યારે 13 ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ત્રણ લોકોની હાલત ગંભીર છે. ડોક્ટર્સના મતે ઘણા ઇજાગ્રસ્તોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે રાહત બચાવ દળને કાર્ય પર લગાવી દીધા છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ શરુ થઇ ગયું છે.
Explosion inside a branch of HBL near Paracha Chowk in Shershah - several injured, extensive damage. As per initial information, the blast is reported to have occurred in an underground gas pipeline, BDS called in for further clarity.#Karachi#Pakistanpic.twitter.com/DwDgCBnyEN
સીવેજ ધમાકો એટલો જોરદાર થયો હતો કે આસપાસની બિલ્ડિંગના કાચ તૂટી ગયા હતા અને બેંકની બહાર ઉભેલા વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ફૂટેજમાં વિસ્ફોટથી ક્ષતિગ્રસ્ત ઇમારત અને જમીન પર પડેલો કાટમાળ જોવા મળે છે.
બ્લાસ્ટથી પેટ્રોલ પંપ ક્ષતિગ્રસ્ત
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે બ્લાસ્ટના કારણે એક પેટ્રોલ પંપ પણ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે અને બ્લાસ્ટનું કારણ જાણવા બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી છે. શહેરના એસએચઓ જફર અલી શાહે જણાવ્યું કે નાળાને સાફ કરવા માટે બેંકને પરિસરને ખાલી કરવા માટે પહેલા નોટિસ આપવામાં આવી હતી. શરૂઆતી તપાસમાં એવી સાબિતી મળી છે કે સીવેજમાં વધારે ગેસ જમા હોવાના કારણે બ્લાસ્ટ થયો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર