Home /News /national-international /Explosion in Kabul: કાબુલમાં રશિયાના દૂતાવાસની બહાર ધડાકો, બે રશિયન રાજદૂત સહિત 20ના મોત
Explosion in Kabul: કાબુલમાં રશિયાના દૂતાવાસની બહાર ધડાકો, બે રશિયન રાજદૂત સહિત 20ના મોત
કાબુલમાં રશિયન દૂતાવાસ બહાર બ્લાસ્ટ થયો છે
Explosion in Kabul: અફઘાનિસ્તાનના કાબુલમાં રશિયન દૂતાવાસ બહાર એક સુસાઇડ બોમ્બરે બ્લાસ્ટ કર્યો છે. આ દુર્ઘટનામાં બે રશિયન રાજદૂત સહિત 20 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી.
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયાના દૂતાવાસની બહાર સોમવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તેમાં 20 લોકોના મોત થયા છે. તેમાં રશિયાના બે રાજદૂતોનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, રશિયાની સરકારી મીડિયા આરટીએ આ સમાચાર આપ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હજુ કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી.
સુસાઇડ બોમ્બરે બ્લાસ્ટ કર્યો
અફઘાન પોલીસે રોટર્સને જણાવ્યું હતું કે, સુસાઇડ બોમ્બરે રશિયન દૂતાવાસના ગેટ પાસે જઈને એક્સપ્લોઝિવ એક્ટિવ કરી દીધાં હતા. ત્યારે જ બંદૂકધારી જવાનોએ તેને ઉડાવી દીધો હતો. આ ઉપરાંત જ્યાં સુધી કાયદાકીય પ્રક્રિયા પૂરી ન થાય તે પહેલાં કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ શુક્રવારની ઇબાદત વખતે ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનની મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં 20 લોકોના મોત નીપજ્યા હતા. અફઘાનિસ્તાનના લોકલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હેરાત સિટીમાં આવેલી ગુઝરાહ મસ્જિદમાં બપોરે 12.40 વાગતા બ્લાસ્ટ થયો હતો.
મહત્ત્વનું છે કે, એક વર્ષ પહેલાં સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે ઘણાં દેશોએ ત્યાંથી પોતાના દૂતાવાસને ખસેડી દીધા હતા. પરંતુ રશિયા તે દેશોમાંથી છે જેણે કાબુલમાં પોતાનું દૂતાવાસ રાખ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર