ઇસ્લામાબાદ : પાકિસ્તાનના (Pakistan)સિંધ પ્રાંતમાં ગુરુવારે બોમ્બ બ્લાસ્ટ (Bomb blast In Pakistan)થયો છે. જેમાં શિયા (Shia)સમુદાયના 3 લોકો માર્યા ગયા છે. ડોનના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતના (Sindh)બહાવન નગરમાં શિયા સમુદાયના લોકો માતમી જૂલુસ કાઢી રહ્યા હતા. આ દરમિયાન ધમાકો થયો હતો. આ ધમાકામાં 3 લોકો માર્યા ગયા છે અને 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બોમ્બ બ્લાસ્ટ પછી અફરાતફરી મચી ગઈ હતી. જેની આડમાં હુમલાખોર ફરાર થઇ ગયા હતા.
બોમ્બ બ્લાસ્ટની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂની ટીમ પણ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 7 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આવામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધીમાં કોઇપણ સંગઠને બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લીધી નથી.
પાકિસ્તાનમાં શિયા, અહમદી અને કાદિયાની મુસલમાન હંમેશાથી કટ્ટરપંથીઓના નિશાના પર રહ્યા છે. કટ્ટરપંથીઓના દબાણમાં પાકિસ્તાન સરકારે કાનૂન બનાવીને અહમદીઓને ગૈર મુસ્લિમ જાહેર કરી દીધા છે. જ્યારે શિયા મુસલમાનો ઉપર પણ કટ્ટરપંથી આંતરે દિવસે હુમલો કરતા રહ્યા છે.
સિંધ પ્રાંત પહેલા 14 ઓગસ્ટે કરાચી શહેરમાં (Karachi City)ગ્રેનેડ હુમલો થયો હતો. આ ગ્રેનેડ હુમલો (Grenade Attack)કરાચી શહેરના બલદિયા ટાઉનના માવાચ ગોથ વિસ્તાર પાસે એક ટ્રેક પર કર્યો હતો. જેમાં ચાર બાળકો સહિત 10 લોકોના મોત થયા હતા. જ્યારે ઘણા અન્ય ઇજાગ્રસ્ત થયા છે.
આ પહેલા જુલાઈ મહિનામાં પાકિસ્તાનના અપર કોહિસ્તાન વિસ્તારના લેબર કેમ્પની પાસે બસમાં થયેલા બ્લાસ્ટમાં 10 લોકોનાં મોત થયા હતા. આ બસમાં ચીની નાગરિકો સવાર હતા. મૃતકોમાં 6 ચીની એન્જિનિયર અને સુરક્ષા દળના 2 જવાન સામેલ હતા. પાકિસ્તાની મીડિયા મુજબ, બસ દસૂ ડેમ પર કામ કરી રહેલા ચીની એન્જિનયરોને લઈને જઈ રહી હતી. બસમાં 30 એન્જિનિયર અને કર્મચારી સવાર હતા. બસની સુરક્ષા પાકિસ્તાની સૈનિક કરી રહ્યા હતા. અચાનક બસમાં બ્લાસ્ટ થયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર