સમુદ્રની અંદર અનેક રહસ્યો ધરબાયેલા છે. જે શોધવા માટે સંશોધકો અનેક પ્રયોગો કરી ચુક્યા છે. અલબત્ત, સમુદ્રમાં બાયોકેમિસ્ટ્રિ જાણવા તેમજ વસ્તી વધારા અને પ્રદુષણના કારણે પેટાળમાં શું અસર થાય છે તે જાણવા માટે સૌપ્રથમ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સંશોધકોની ટુકડી મધ દરિયે જશે અને સમુદ્રની અંદર આઠ કીમી સુધીના સેમ્પલ મેળવી જીનોમ મેપિંગનો અભ્યાસ કરશે. આ સંશોધન માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસીયનોગ્રાફીના 30 વૈજ્ઞાનિકોની ટુકડી પણજીમાં તૈયાર કરવામાં આવી છે. આ ટીમ સાથે સિંધુ સાધના જહાજમાં પણ અન્ય 30 સભ્યો રહેશે. આગામી ત્રણ મહિનામાં ટીમ 10 હજાર નોટિકલ માઈલનું અંતર કાપશે.
એનઆઈઓના ડિરેક્ટર સુનિલ કુમાર સિંહના કહેવા પ્રમાણે, સમુદ્રમાં બાયોકેમેસ્ટ્રી જાણવા અને વસ્તી વધારા તેમજ પ્રદુષણની અસરો માપવા માટે આ પ્રકારનો આ પ્રથમ રિસર્ચ પ્રોજેકટ છે. જે માટે માટે વર્ષોથી તૈયારી ચાલતી હતી. પ્રોજેકટ પાછળ રૂ 24 કરોડનો ખર્ચ થશે.
મધદરિયે શું સંશોધન થશે?
ભારતીય સંશોધકોની ટીમ ભારતીય કોસ્ટ ઇસ્ટમાં સંશોધન ચલાવશે. મોરિશીયસ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશને આવરી લેવામાં આવશે. 5 કિમીના ઊંડાણમાં માઈક્રોઓર્ગનિઝમ જાણવા માટે જીનોમ મેપિંગના સેમ્પલ લેવાશે.
સમુદ્રમાં આરએનએ અને ડીએનએને અસર કરનાર પરિબળોની તપાસ થશે. પાણીની અંદર રહેલા મિનરલ અને મેટલ સાથે તેઓ કેવો રિએક્ટ કરે છે તે પણ તપાસવામાં આવશે. કલાઈમેટ ચેન્જ અને ફૂડ સાયકલમાં આવેલા ફેરફાર જાણી શકાશે.
સેમ્પલ કેવી રીતે કલેક્ટ થશે?
સેમ્પલ લેવા માટે 8 કિમીના કેવલર કેબલનો ઉપયોગ થશે. જેના બીજા છેડે 24 ખાસ બોટલ રહેશે. લિક્વિડ નાઇટ્રોજનના માધ્યમથી બેક્ટેરિયા સેમ્પલને 60 ડીગ્રી સેલ્શિયશે રાખવામાં આવશે. જહાજમાં રહેલી ત્રણ લેબોરેટરીમાં આ સેમ્પલનું પૃથ્થકરણ થશે. બાકીના સેમ્પલને આગામી ત્રણ વર્ષ માટે એનઆઈઓની લેબોરેટરીમાં માપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર