કોરોનાની બીજી લહેર: આ વખતે કોરોનાને રોકવા કદાચ લૉકડાઉન પણ કામ નહીં આવે! જાણો કારણ

તસવીર: Shutterstock

દેશમાં સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં આંશિક લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. શુક્રવારે કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાતા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો પરિસ્થિતિ આવી જ રહી તો લૉકડાઉનથી ઇન્કાર ન કરી શકાય.

 • Share this:
  નવી દિલ્હી: માર્ચ મહિનામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો (Coronavirus second wave) થયો છે. આથી ફરી એકવાર લૉકડાઉન (Lockdown) લાગશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર (Maharashtra)માં આંશિક લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. શુક્રવારે કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાતા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thackeray)એ કહ્યું કે, જો પરિસ્થિતિ આવી જ રહી તો લૉકડાઉનથી ઇન્કાર ન કરી શકાય. જોકે, લૉકડાઉન કેટલું પ્રભાવી છે તેનું આંકલન પહેલા જ કરવામાં આવ્યું છે. હવે ફરી એકવાર લૉકડાઉનની દહેશત વચ્ચે એવું સમજવું જરૂરી છે કે તે કેટલું પ્રભાવી છે?

  ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે પણ લૉકડાઉન કોરોનાના કેસનો રોકવાને બદલે મહામારીને કારણે કેસમાં એકદમ ઉછાળો ન આવી જાય તે માટે લાગૂ કરવામાં આવ્યું હતું. આંકડાઓમાં સામે આવ્યું છે કે ગત માર્ચમાં લૉકડાઉન લગાવવા છતાં દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા હતા. સરકારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો લૉકડાઉન ન લગાવવામાં આવ્યું હોત તો સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ વધારે હોતી. એટલે કે સપ્ટેમ્બરમાં મહામારીનું જે પીક આવ્યું તે પહેલા જ આવી જતું. જે માટે આપણી સ્વાસ્થ્ય વ્યવસ્થા તૈયાર ન હતી. એટલે કે લૉકડાઉનને પગલે આપણને તૈયારી કરવાનો સમય મળી ગયો હતો.

  આ પણ વાંચો: રાજકોટ: આઠ વર્ષની માસૂમનો દેહ પીંખનારો બે સંતાનનો પિતા એવો કિશોર તાવડે ઝડપાયો

  લૉકડાઉન મહામારીને રોકવાને બદલે પીક ટાળવા ઉપયોગી

  નિષ્ણાતોના કહેવા પ્રમાણે લૉકડાઉન મહામારીને રોકવા માટે પ્રભાવી રીત છે, પરંતુ તે પ્રથમ તબક્કામાં કામ કરે છે. એટલે કે જેવું ગત વર્ષે કરવામાં આવ્યું હતું. એ વખતે મહામારીના પીકને રોકવા માટે સરકારના પ્રયાસો સફળ રહ્યા હતા. પરંતુ હવે સ્થિતિ એકદમ અલગ છે. પહેલા કેસની સંખ્યા 10 હજારથી 80 હજાર સુધી પહોંચવામાં ત્રણ મહિના લાગ્યા હતા. આ વખતે આ સમય આશરે એક મહિનો અને 10 દિવસ હતો. નિષ્ણાતો હળવુ લૉકડાઉન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અને આઇસોલેશનના ફોર્મ્યુલાને મહામારી રોકવા માટે કારગર હથિયાર માને છે. આ જ કારણે દુનિયાભરની સરકારોએ આ રીતને આપનાવી છે.

  આ પણ વાંચો: અમદાવાદ: પોલીસકર્મીના પત્નીને ફેરિયાએ કહ્યુ, 'શું લેવું છે? ચાલ મારી સાથે ફરવા'

  મહારાષ્ટ્રમાં લૉકડાઉનનો ખતરો

  ભારતમાં આ સમયે મહારાષ્ટ્રમાં જાણે કે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ જ પગલે અહીં લૉકડાઉન લાગવાનો ખતરો છે. અહીં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં વેક્સીનેશનની કામગીરી પણ વધારી દેવામાં આવી છે. એવામાં જો લૉકડાઉનને બદલે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઇસોલેશનની ફોર્મ્યુલા પર કામ કરવામાં આવે તો તે વધારે કારગર સાબિત થશે.

  આ પણ વાંચો: 1 રૂપિયાનો આવો સિક્કો તમને બનાવી શકે છે કરોડપતિ! ફટાફટ તમારું કલેક્શન તપાસી લો

  SBIનું સંશોધન- લૉકડાઉન કરતા વેક્સીન વધારે સારો ઉપાય

  આ પહેલા ભારતીય સ્ટેટ બેંકના ઇકોનૉમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે, લૉકડાઉનને બદલે વેક્સીનેસનથી કોરોનાની બીજી લહેરને રોકી શકાય છે. 'Second wave of infections: The beginning of the end?' નામનો આ રિપોર્ટ ગ્રુપના ચીફ ઇકોનૉમિક એડ્વાઇઝર કાંતિ ઘોષે લખ્યો છે. રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે લૉકડાઉન તેમજ પ્રતિબંધો અત્યારસુધી કોરોનાનો ફેલાવો રોકવા માટે પ્રભાવી નથી જોવા મળ્યા. આથી વેક્સીન મારફતે જ આના પર નિયંત્રણ મૂકી શકાય છે.

  મહારાષ્ટ્ર, પંજાબનો ઉલ્લેખ

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોને જોઈને સમજી શકાય છે કે પ્રતિબંધો છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રિપોર્ટમાં ઇશારો કરવામાં આવ્યો છે કે કોરોનાને રોકવા માટે હવે વેક્સીન એકમાત્ર ઉપાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો લોકો રસીકરણ માટે વધારે રસ દાખવશે તો આગામી ચાર-પાંચ મહિનામાં 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને રસી આપી શકાશે.
  First published: