Home /News /national-international /NeoCoV Virus: મનુષ્યો માટે NeoCoV કેટલો ખતરનાક? નિષ્ણાતોએ આપ્યો જવાબ

NeoCoV Virus: મનુષ્યો માટે NeoCoV કેટલો ખતરનાક? નિષ્ણાતોએ આપ્યો જવાબ

NeoCoV પ્રથમ વખત ચામાચીડિયામાં જોવા મળ્યો હતો

NeoCoV સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો છે આ વાયરસ (Corona New Virus) વિશે તમામ નિષ્ણાતો (experts) સાથે વાત કર્યા પછી કહી શકાય કે આ વાયરસને કારણે માનવ જીવનને કોઈ ખતરો નથી.

આખા દેશમાં હજુ કોરોના (NeoCoV Virus)નો ખતરો મંડરાઈ રહ્યો હતો કે વધુ એક વાયરસે દસ્તક આપી દીધી છે. આ અઠવાડિયે ચીની સંશોધકોએ NeoCoV વાયરસને લોકોના જીવન માટે એક મોટો ખતરો ગણાવ્યો છે. જોકે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ NeoCoV સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આ વાયરસ વિશે તમામ નિષ્ણાતો (experts) સાથે વાત કર્યા પછી કહી શકાય કે આ વાયરસને કારણે માનવ જીવનને કોઈ ખતરો નથી.

નિયોકોવ નવો વાયરસ નથી

સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું કે NeoCoVએ જૂનો વાયરસ છે જે 2011માં પ્રથમ વખત ચામાચીડિયામાં ઓળખાયો હતો. આ MERS CoV સાથે નજીકથી સંબંધિત છે. જે કોષોમાં પ્રવેશવા માટે DPP4 રીસેપ્ટર્સનો ઉપયોગ કરે છે. NeoCoV ચામાચીડિયાના ACE2 રીસેપ્ટર્સનો ઉપયોગ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી નવું પરિવર્તન ન થાય ત્યાં સુધી તે માનવીય ACE2 રીસેપ્ટર્સનો ઉપયોગ કરી શકતો નથી. જોશીએ કહ્યું કે વાયરસ વિશે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે પ્રચાર છે.

NeoCoV પ્રથમ વખત ચામાચીડિયામાં જોવા મળ્યો હતો

દિલ્હી સ્થિત CSIR-IGIBના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ વિનોદ સ્કેરિયાએ જણાવ્યું હતું કે ઝૂનોટિક સ્પિલઓવર - પ્રાણીઓમાંથી મનુષ્યોમાં વાયરસનો ફેલાવો એ એક દુર્લભ ઘટના છે. તેમણે કહ્યું કે,‘વાઈરસ તેના કુદરતી સ્વરૂપમાં માનવોને ચેપ લગાડતો નથી અને હજુ સુધી મનુષ્યોને તેનો ચેપ લાગ્યો નથી. આથી અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી. NeoCoV પણ 'નવો' નથી. આ વાયરસ વર્ષો પહેલા ઓળખવામાં આવ્યો હતો. NeoCoV કુદરતી રીતે માનવ ACE2 રીસેપ્ટર્સ સાથે જોડાઈ શકતો નથી પરંતુ કૃત્રિમ પરિવર્તનો બંધનને વધારી શકે છે. જોકે NeoCoVમાં આવા પરિવર્તન કુદરતી રીતે જોવા મળતા નથી.’

ચીની સંશોધકોએ શોધી કાઢ્યો

ચીનના સંશોધકોએ નવો વાયરસ નિયોકોવ શોધી કાઢ્યો છે. સંશોધકોના મતે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં આ વાયરસ જોવા મળ્યો છે. વાયરસ ફક્ત પ્રાણીઓ વચ્ચે ફેલાય છે તે જાણીતું છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, વાયરસને માનવ કોષોમાં ઘૂસણખોરી કરવા માટે માત્ર એક જ પરિવર્તનની જરૂર છે. આ અંગે મંથન મુંબઈમાં શરૂ થઈ ગયું છે. જોકે ટાસ્ક ફોર્સે મુંબઈકરોને આ વાયરસથી ચિંતા ન કરવાની અપીલ કરી છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.રાહુલ પંડિતના જણાવ્યા અનુસાર, વાયરસની ઉત્પત્તિ વિશે પરિસ્થિતિ સ્પષ્ટ નથી. અત્યાર સુધી આ વાયરસથી માનવ શરીરને નુકસાન થવાના કોઈ પુરાવા મળ્યા નથી. હાલમાં મુંબઈવાસીઓ અને આરોગ્ય એજન્સીઓએ કોરોનાની ત્રીજી લહેરને કાબૂમાં લેવા માટે તેમનું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મુંબઈકરોએ કોરોના સામે લડવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત છે.

આ પણ વાંચો-

Covid-19 સામે ભારતનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે? દેશમાં 2 વર્ષમાં Coronaથી લગભગ 5 લાખ મોત


શું છે નિયોકોવ?

'નિયોકોવ' શબ્દનો ઉપયોગ માર્સ-સીઓવી સાથે સંકળાયેલા વાયરસના પ્રકાર માટે કરવામાં આવ્યો છે. માર્સ-CoV પણ SARS-CoV-2 માફક જ કોરોનાવાયરસના પરિવાર સાથે સંબંધ છે અને તે સાત જાણીતા વાયરસમાંનો એક છે જે મનુષ્યને સંક્રમિત કરી શકે છે. 2010ના દાયકા દરમિયાન સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને દક્ષિણ કોરિયામાં માર્સ-સીઓવીનો મોટો પ્રકોપ જોવા મળ્યો હતો.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો