ન્યૂઝ18 ગુજરાતી : 17મી લોકસભા માટે આશરે સવા મહિના સુધી ચાલેલું મતદાન રવિવારે પૂર્ણ થયું હતું. તેની સાથે જ સાંજે 6.30 વાગ્યા બાદ તમામ ન્યૂઝ ચેનલ્સ પર Exit Pollના પરિણામો રજૂ કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ પ્રમાણે દેશમાં ફરી એક વખત મોદી સરકાર બની રહી છે. મોટાભાગના પોલ્સમાં એનડીએને 543 બેઠકમાંથી 300 બેઠક મળી રહ્યાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. જોકે, આ દરમિયાન સૌથી વધારે ચર્ચા ઉત્તર પ્રદેશની કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલના પરિણામ બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીમાં ભૂકંપ આવી ગયો છે.
કહેવામાં આવે છે કે દિલ્હી જવાનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને જાય છે. ઉત્તર પ્રદેશ દેશની રાજનીતિની દીશા નક્કી કરે છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની સૌથી વધારે 80 બેઠક છે. 2014માં અહીં ભાજપે 71 બેઠક જીતી હતી.
એક્ઝિટ પોલ્સમાં ઉત્તર પ્રદેશમાં એનડીએને અલગ અલગ આંકડા મળી રહ્યા છે. જે અંદાજ સામે આવી રહ્યા છે તેમાં ગત ચૂંટણી કરતા ભાજપને અહીં નુકસાન થતું બતાવવામાં આવ્યું છે. અહીં બીજેપીને અડધી બેઠકનું નુકસાન થઈ રહ્યું છે. અત્યાર સુધીના છ એક્ઝિટ પોલની સરેરાશ કાઢવામાં આવે તો અહીં ભાજપને 52 બેઠક મળવાનો અંદાજ છે. જ્યારે મહાગઠબંધનને 26 અને કોંગ્રેસને ફક્ત બે બેઠક મળી શકે છે.
એક્ઝિટ પોલ્સના આંકડાથી ગૂંચવાડો થઈ રહ્યો છે. સાથે જ બીજેપીને સ્પષ્ટ બહુમત મળવાના કારણો પણ સ્પષ્ટ થઈ રહ્યા છે :-
1. કોંગ્રેસનો પ્રભાવ : પછી તે બીજેપીના ઉચ્ચ જાતિના વોટ શેરમાં હોય કે પછી મહાગઠબંધનનો વોટ શેરના એક ભાગમાં વહેંચાય ગયો હોય. પ્રિયંકા ગાંધીનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. 2. પુલવામા હુમલો અને બાલાકોટનો પ્રભાવ : આ ભાષણોને રાષ્ટ્રવાદના રૂપમાં જોવામાં આવ્યા હતા. આ સાથે જ ધાર્મિક પોલરાઇઝેશન ભાષણોનો પણ પ્રભાવ રહ્યો. 3. બીએસપી સુપ્રિમો માયાવતીની મુસ્લિમ વોટર્સને અપીલ. જેના કારણે તેમના પર ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ લાગી ગયો હતો. 4. વારાણસીમાં નરેન્દ્ર મોદીનું શક્તિ પ્રદર્શન 5. યૂપીમાં બીજેપી સામે નોન યાદવ ઓબીસી અને નોન જાટવ દલિતનું રિવર્સ પોલરાઇઝેશન.
ચોક્કસથી કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં બીજેપીને આ વખતે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે કેટલી બેઠકનું નુકસાન થઈ રહ્યું છે? રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સપા અને બસપાના મહાગઠબંધને બીજેપીને સૌથી વધારે નુકસાન કર્યું છે. ઉત્તર પ્રદેશમાં પછાત વર્ગ આ બંને પાર્ટી સાથે જોડાયેલો છે. જ્યારે મોટા ભાગના મુસ્લિમ મતો પણ આ બંને પાર્ટીને જાય છે.
માયાવતી-અખિલેશનું ગણિત ફેલ
માયાવતી અને અખિલેશની પાર્ટી 24 વર્ષ પછી એક સાથે આવી છે. બંને નેતાઓએ સંયુક્ત સભા અને રેલીઓ પણ કરી હતી. પરંતુ એક્ઝિટ પોલમાં સ્પષ્ટ થઈ ગયું છે કે બંને પાર્ટી વચ્ચે વોટ ટ્રાન્સફર નથી થઈ શક્યા. બીજેપીએ જાતિગત સમીકરણથી અલગ થઈને વધારે વોટ મેળવ્યા છે. બીજેપીએ પોતાની ટિકિટ વહેંચણીમાં ફરી એક વખત ગેર-યાદવ ઓબીસી, ગેર જાટવ દલિત રાજનીતિ પર દાવ ખેલ્યો હતો. એવામાં આ સમિકરણ તેમના પક્ષમાં જતું નજરે પડે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પીએમ મોદીએ ચૂંટણી રેલીઓમાં પોતાના પછાત જાતિના ગણાવ્યા તેનાથી પણ બીજેપીને ફાયદો મળતો દેખાઈ રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીની અસર ન જોવા મળી
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ફક્ત બે બેઠક મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારની કોઈ અસર જોવા મળી નથી. દેશની સૌથી જૂની પાર્ટી રાયબરેલી અને અમેઠી જ બેઠક જીતી શકે તેવું બની શકે છે. રાયબરેલીથી સોનિયા ગાંધી અને ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી મેદાનમાં છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર