તમામ એક્ઝિટ પોલ્સનું માનીએ તો કેન્દ્રમાં ફરી બને શકે છે મોદી સરકાર

News18 Gujarati
Updated: May 19, 2019, 8:59 PM IST
તમામ એક્ઝિટ પોલ્સનું માનીએ તો કેન્દ્રમાં ફરી બને શકે છે મોદી સરકાર
એક્ઝિટ પોલ્સના અનુમાન ભાજપ માટે સારા સમાચાર લઈને આવ્યા છે

એક્ઝિટ પોલ્સના અનુમાન ભાજપ માટે સારા સમાચાર લઈને આવ્યા છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આખરે સાતેય ચારણનું મતદાન પૂર્ણ થઇ ગયું। 23મીએ પરિણામો આવે તે પહેલા કેટલીક ન્યૂઝ ચેનલો અને સંશોધન સંસ્થાઓએ કરેલા એક્ઝિટ પોલના સર્વેક્ષણો સામે આવી રહ્યા છે. જે આ પ્રમાણે છે :

ન્યૂઝ18-IPSOSના એક્ઝિટ પોલમાં એનડીએને 336 સીટો, યૂપીએને 82 અને અન્યને 124 સીટો મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

જો રિપબ્લિક- રિપબ્લીક-જન કી બાતના એક્ઝિટ પોલનું માનીએ તો એનડીએને 305, યુપીએને 124, એસપી-બીએસપીને 26 અને અન્યોને 87 બેઠકો મળી રહી છે.

રિપબ્લિક-સી વોટર અનુસાર એનડીએને 287, યુપીએને 128, એસપી-બીએસપીને 40 અને અન્યોને 87 બેઠકો મળી રહી છે.

ટાઈમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 306, યુપીએને 132 અને અન્યોને 104 બેઠકો મળી રહી છે. ન્યૂઝ નેશનના અહેવાલો અનુસાર ભાજપ અને ઘટક પક્ષોને 282-290, કોંગ્રેસ અને સાથીપક્ષોને 118-126અને અન્યોને 130-138 બેઠકો પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો, કોંગ્રેસને ગુજરાતમાં મળશે માત્ર એક જ બેઠક:News18-IPSOS Exit Poll
Loading...

આ દૃષ્ટિએ જોતા કેન્દ્રમાં સત્તા સ્થાને ફરી એકવખત પૂર્ણ બહુમતીથી એનડીએ સરકાર રચી શકશે તેવો દાવો લગભગ તમામ એક્ઝિટ પોલમાં થઇ રહ્યો છે.

એક્ઝિટ પોલ એનડીએ યૂપીએ અન્ય
રિપબ્લિક-સી વોટર 287 128 127
ન્યૂઝ નેશન 282-290 118-126 130-138
ટાઇમ્સ નાઉ-VMR 306 142 94
રિપબ્લિક-જન કી બાત 305 124 113
ઈન્ડિયા ન્યૂઝ-પોલસ્ટ્રેટ 298 118 126
ABP-એસી નિલસન 267 127 148
News18- IPSOS 336 82 124
ઈન્ડિયા ટુડે-એક્સિસ 339-365 77-108 79-111

લોકસભા ચૂંટણી 2014માં પૂર્ણ બહુમતથી સરકાર બનાવનારું ભાજપ જ્યાં ફરી સત્તામાં આવવાનો પ્રયાસમાં લાગ્યું છે. બીજી તરફ, 44 સીટો પર સમેટાઈ ગયેલી કોંગ્રેસ સત્તામાં પરત આવવાની આશા રાખી રહ્યું છે.
First published: May 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...