Exit Poll બાદ પ્રિયંકાનો કોંગ્રેસ કાર્યકર્તાઓને સંદેશ- હિંમત રાખો...

પ્રિયંકાએ કહ્યું કે, અફવાઓ અને એક્ઝિટ પોલથી હતાશ ન થાઓ

News18 Gujarati
Updated: May 21, 2019, 12:09 PM IST
Exit Poll બાદ પ્રિયંકાનો કોંગ્રેસ કાર્યકર્તાઓને સંદેશ- હિંમત રાખો...
પ્રિયંકા ગાંધી વાડ્રા (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: May 21, 2019, 12:09 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઓડિયો મેસેજ જાહેર કરી પાર્ટી કાર્યકર્તાઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને 23 મેના રોજ મતગણતરી પહેલા સતર્ક રહેવાની સલાહ આપી છે. પ્રિયંકાનો આ મેસેજ એક્ઝિટ પોલના એક દિવસ બાદ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસ અને યૂપીએ જાદુઈ આંકડાથી ઘણી દૂર છે.

પ્રિયંકાએ મેસેજમાં કહ્યું કે, મારા વ્હાલા કોંગ્રેસ કાર્યકર્તાઓ, બહેનો અને ભાઈઓ...અફવાઓ અને એક્ઝિટ પોલથી હતાશ ન થાઓ. આ માત્ર આપના સંકલ્પને તોડવા માટે કરવામાં આવી રહ્યું છે. એ ઘણું મહત્વપૂર્ણ છે કે તમે સતર્ક રહો. તમે મજબૂતીથી મતગણતરી કેન્દ્રોની બહાર એકત્ર થજો. અમને વિશ્વાસ છે કે અમારો સામૂહિક પ્રયાસ આપણને સારા પરિણામ અપાવશે.

કોંગ્રેસમાં ફરી શરૂ થઈ શકે છે પ્રિયંકાને આગળ લાવવાની મુહિમ


રવિવારે આવેલા એક્ઝિટ પોલે કોંગ્રેસ માટે ફરી એકવાર અસ્તિત્વનું સંકટ ઊભું કરી દીધું છે, જોકે ભાજપનો પ્રભાવ હજુ પણ છે. કોંગ્રેસે આ લોકસભા ચૂંટણી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં લડી, પરંતુ તેમને અપેક્ષિત પરિણામ મળતું નથી દેખાતું. કોંગ્રેસની ન્યાય યોજના જમીન સ્તરે પાર્ટી માટે વોટ નહીં મેળવી શકી. એવામાં અત્યાર સુધી શહજાદા અને પ્રિન્સ જેવા નામોનો પીછો છોડાવવામાં મથી રહેલા રાહુલ ફરીથી તેનાથી ઘેરાઈ શકે છે. આ સ્થિતિમાં જો પ્રિયંકા ગાંધીને આગળ લાવવાનો પ્રસ્તાવ સામે આવે છે તો ફરી કોંગ્રેસને અસહજ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો, મતદાતાઓએ તોડ્યો રેકોર્ડ, આ વખતે 67%થી વધારે મતદાન થયું
Loading...

એક્ઝિટ પોલને વિપક્ષી પાર્ટીઓએ ફગાવી દીધો છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને ગોસિપ કરાર કર્યા, જ્યારે એનસીપી સુપ્રીમો શરદ પવારે તેને નોટંકી ગણાવી.

રાજીવ ગાંધીને પુણ્યતિથિ પર યાદ કર્યા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પિતાની સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત પ્રિયંકાએ એક ટ્વિટ કરીને પોતાના પિતાને યાદ કર્યા. પ્રિયંકાએ તેમાં રાજીવ ગાંધીની સાથે પોતાના નાનપણની એક તસવીર શેર કરી. તસવીરની સાથે તેઓએ હરિવંશ રાય બચ્ચનની કવિતા પણ લખી. સાથોસાથ પ્રિયંકાએ લખ્યું- તમે હંમેશા મારા હિરો રહેશો.
First published: May 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...