Home /News /national-international /

Exit Polls: ત્રિપુરામાં ખીલશે 'કમળ', મેઘાલય કોંગ્રેસના 'હાથ'માંથી સરકી શકે

Exit Polls: ત્રિપુરામાં ખીલશે 'કમળ', મેઘાલય કોંગ્રેસના 'હાથ'માંથી સરકી શકે

એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં લેફ્ટનો સફાયો થઈ જશે અને બીજેપીનું 'કમળ' ખીલશે.

એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં લેફ્ટનો સફાયો થઈ જશે અને બીજેપીનું 'કમળ' ખીલશે.

    ઉત્તર પૂર્વના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ સાથે જ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. મોટાભાગના એક્ઝિટ પોલના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. ત્રણેય રાજ્યમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં લેફ્ટનો સફાયો થઈ જશે અને બીજેપીનું 'કમળ' ખીલશે. જ્યારે મેઘાલય કોંગ્રેસના 'હાથ'માંથી સરકી શકે છે. અહીં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ મળતી નથી દેખાઈ રહી. અહીં ગઠબંધનની સરકાર બની શકે છે.

    ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની 60-60 બેઠક છે. ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. નાગાલેન્ડમાં એક ઉમેદવાર બિનહરિફ ચૂંટાયો હતો, જ્યારે મેઘાલયમાં એક ઉમેદવારનું મોત થવાને કારણે રાજ્યમાં 59 બેઠક પર ચૂંટણી થઈ હતી.

    શું કહે છે એક્ઝિટ પોલ?

    ત્રિપુરા:

    - Axis MyIndia અને News24ના એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે ત્રિપુરામાં બીજેપી અને આઈપીએફટીને 45થી 50 બેઠક મળી શકે છે. જ્યારે લેફ્ટને 9થી 10 બેઠક જ મળી શકે છે.
    - NewsX એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે, ત્રિપુરામાં બીજેપીને 35થી 45 વચ્ચે બેઠક મળી શકે છે. જ્યારે લેફ્ટને 14થી 23 બેઠક મળી શકે છે.

    નાગાલેન્ડઃ

    - Axis MyIndia અને News24ના એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે નાગાલેન્ડમાં બીજેપી અને એનપીએફ વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના છે. અહીં બીજેપી+ને 27થી 32 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 2 અને એનપીએફને 20થી 25 બેઠક મળી શકે છે.

    મેઘાલયઃ

    - Axis MyIndia અને News24ના એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે મેઘાલયમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે. આ એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 30, કોંગ્રેસને 20, એનસીપીને 2, પીડીએફને 3 અને અન્યને 4 બેઠક મળી શકે છે.
    - NewsXના એક્ઝિટની વાત કરીએ તો મેઘાલયમાં બીજેપીને 8-10 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 13-17 અને એનપીપીને 23-27 બેઠક મળવાની સંભાવના છે.

    નોંધનીય છે કે નાગાલેન્ડમાં 75 અને મેઘાલયમાં 67 ટકા મતદાન થયું હતું. મતદાન સાંજે ચાર વાગ્યે પૂર્ણ થયું હતું. જોકે, સમય વીતી જવા છતાં મતદાન મથક બહાર લાંબી લાઈનો જોવા મળી હતી, જેના કારણે મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે. જ્યારે ત્રિપુરામાં 90 ટકા વોટિંગ થયું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Meghalaya, Nagaland, Tripura, એક્ઝિટ પોલ, કોંગ્રેસ, ભાજપ

    આગામી સમાચાર