નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન (Uttar Pradesh Assembly Elections 2022) સમાપ્ત થતાની સાથે જ એક્ઝિટ પોલના પરિણામ (Exit Poll Results 2022 ) સામે આવ્યા છે. તમામ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ (Exit Poll) ના પરિણામ પ્રમાણે 4 રાજ્યોમાં ભાજપા અને એકમાં AAP ની સરકાર બની રહી છે. જોકે વિધાનસભાના પરિણામ 10 માર્ચે જાહેર થશે. ત્યારે કોણ સરકાર બનાવશે તે સાચી ખબર પડશે.
ગોવામાં ભાજપા 19 સીટો સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે
ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં ભાજપા 19 સીટો સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. કોંગ્રેસને 14+ સીટો મળવાનો અંદાજ છે. તૃણમ્રુલ કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 સીટ મળવાનો અંદાજ છે. અન્યને 5 સીટો મળી શકે છે. એટલે ગોવામાં પોતાના દમ પર કોઇ સરકાર બનાવતા જોવા મળી રહ્યા નથી.
પંજાબમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત
એક્ઝિટ પોલ પ્રમાણે પંજાબમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવાની સંભાવના છે. ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને 27, આમ આદમી પાર્ટીને 60, અકાલી દળ ગઠબંધનને 25, ભાજપા ગઠબંધનને 4 અને અન્યને 1 સીટ મળવાનો અંદાજ છે.
ઉત્તરાખંડમાં TODAY’S CHANAKYA ના એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 43 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 24 સીટો મળી શકે છે. પોલ પ્રમાણે ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકશે નહીં.
વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે એક્ઝિટ પોલ થાય છે
કેટલાક લોકો માને છે કે, એક્ઝિટ પોલ માટે ખૂબ જ ઓછા સેમ્પલ લેવામાં આવે છે. આ કારણોસર ચૂંટણીમાં કયો ઉમેદવાર વિજેતા થશે તેનો અંદાજો લગાવી શકાય નહીં. એક્ઝિટ પોલના આંકડા વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર મેળવવામાં આવે છે. તમામ વિધાનસભા સીટ પરથી નક્કી કરેલ સેમ્પલ લેવામાં આવે છે. એક વિધાનસભા ક્ષેત્રમાંથી કેટલા સેમ્પલ લેવાના છે તે અંગે પહેલેથી નક્કી જ હોય છે. સેમ્પલ લેતા સમયે કઈ વ્યક્તિએ કોને મત આપ્યો છે તે પૂછવામાં આવે છે. એક વિધાનસભા ક્ષેત્રમાંથી 200થી 300 સેમ્પલ લેવામાં આવે તો તેને યોગ્ય એક્ઝિટ પોલ માનવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર