Home /News /national-international /Exit Poll: અય્યરે કહ્યુ- બીજેપીની વાપસીની વાત કરવી ઉતાવળ ગણાશે

Exit Poll: અય્યરે કહ્યુ- બીજેપીની વાપસીની વાત કરવી ઉતાવળ ગણાશે

મણિશંકર અય્યર (ફાઇલ ફોટો)

ભારતમાં લગભગ 95 ટકા એક્ઝિટ પોલના રિઝલ્ટ ખોટો પુરવાર થાય છે : મણિશંકર અય્યર

    ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર અય્યરે એક્ઝિટ પોલના પરિણામ પર કહ્યું છે કે એવું કહેવું ઉતાવળ હશે કે બીજેપી સત્તામાં પરત આવી રહી છે. મણિશંકરે કહ્યું કે, આ માત્ર વલણ જ છે. હજુ ઘણો સમય લાગશે તેને સમજવા માટે કે એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. કાલે જ મને કોઈ વિદેશી પત્રકાર કહી રહ્યા હતા કે ભારતમાં લગભગ 95 ટકા એક્ઝિટ પોલના રિઝલ્ટ ખોટો પુરવાર થાય છે. તેથી હું તેની પર વધુ નિર્ભર નથી રહેતો. સારું એ રહેશે કે આ ચૂંટણી દરમિયાન જે જાણકારી મળી છે તેના આધારે આપણે વાત કરીએ.

    મણિશંકર અય્યરને જ્યારે પૂછવામાં આવ્યું કે ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની પાસે અનેક ફરિયાદો લઈને તમે લોકો ગયા હતા, શું તે તમામ નિર્ણયો પર આપ સહમત છો? તેની પર મણિશંકર અય્યરનો જવાબ હતો, મને લાગે છે કે તે નિર્ણયો પર સહમત થવું મુશ્કેલ છે, કારણ કે તેમના એક મેમ્બર લવાસા સાહેબ એક અલગ રાગ ગાઈ રહ્યા છે. તેને રેકોર્ડ પર લાવવા સામે શું વાંધો છે? જો આવું કરવામાં આવશે તો અમે લોકો જે બહારના લોકો છે તેનું કારણ જાણી સહમત થઈશું. મને સમજમાં નથી આવી રહ્યું કે તેને કેમ સામે નથી લાવવામાં આવી રહ્યું, જેનાથી અમ લોકોને સંદેહ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો, શું કહે છે રિપબ્લીક-જન કી બાત, રિપબ્લિક-સી વોટર અને અન્ય સર્વેક્ષણોના એક્ઝિટ પોલ્સ?

    મણિશંકર અય્યરને જ્યારે એ પૂછવામાં આવ્યું કે, એક દિવસ પહેલા જો વડાપ્રધાન મોદી કેદારનાથ જાય છે તો તમને કેવા પ્રકારનું લાગી રહ્યું છે કે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે? તેની પર અય્યરે કહ્યું કે, જો મને લાગે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો જેમ ક્રિકેટમાં એક અમ્પાયર હોય છે જે સાચો નિર્ણય આપે છે, તેના પ્રત્યે ખૂબ આદર હોય છે, પરંતુ તેના નિર્ણયથી અનેક સંદેહ ઊભા કરવામાં આવ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે તે સંદેહને દૂર કરવો જોઈએ.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन