નિર્ભયાના દોષિતોને ફાંસીના માચડે લટકાવનાર પવન જલ્લાદને કેટલા રૂપિયા મળશે?

News18 Gujarati
Updated: January 22, 2020, 12:57 PM IST
નિર્ભયાના દોષિતોને ફાંસીના માચડે લટકાવનાર પવન જલ્લાદને કેટલા રૂપિયા મળશે?
પવન જલ્લાદ ચારેય દોષીતોને ફાંસી આપશે.

નિર્ભયા કાંડના દોષિતોને ફાંસીએ લટકાવનાર પવન જલ્લાદ માટે તિહાડ જેલમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી આપવાની તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે ચારેય દોષિતોને ફાંસી આપનાર પવન જલ્લાદને રહેવા માટે ફ્લેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તિહાડ જેલ તંત્રએ જેલ મુખ્યાલય પાસે સ્થિત સેમી ઓપન જેલનો એક ફ્લેટ ખાલી કરાવ્યો છે. 'હિન્દુસ્તાન'માં પ્રસિદ્ધ થયેલી જાહેરાત પ્રમાણે આ ફ્લેટમાં ત્રણ કેદીઓ રહે છે, જેમને બીજો રૂમ આપવામાં આવ્યો છે. દોષિઓને ફાંસીએ લટકાવનાર પવન જલ્લાદ આ જ રૂમમાં રહેશે. તમને જણાવી દઈએ કે પવન જલ્લાદ 30મી જાન્યુઆરીના રોજ તિહાડ જેલમાં પહોંચશે. પવન પહેલી ફેબ્રુઆરી સુધી આ રૂમમાં રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે પવન જલ્લાદ માટે રૂમમાં ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેના માટે ભોજનની વ્યવસ્થા કેન્ટિનમાં કરવામાં આવી રહી છે.

દોષિતોની મેડિકલ તપાસ કરવામાં આવી :

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તિહાડ જેલમાં બંધ નિર્ભયાના ચારેય દોષિતોની મંગળવારે સવારે જેલની હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક આરોપીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેલના તંત્રએ જણાવ્યું કે સાંજે પણ આ દોષીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચારેય આરોપીઓના રિપોર્ટ સામાન્ય આવ્યા છે.

જલ્લાદને મળશે 60 હજાર :

નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી પર લટકાવનાર જલ્લાદ પવનને એક આરોપીને ફાંસી આપવા પર 15 હજાર રૂપિયા મળશે. ચાર દોષિતોને ફાંસી પર લટકાવવાના પવન જલ્લાદને 60 હજાર રૂપિયા માનદ વેતન તરીકે આપવામાં આવશે.

નિર્ભયાની માતાએ નારાજગી વ્યક્ત કરી :આ મામલે આરોપીઓને ફાંસી આપવામાં લાગી રહેલી વાર અંગે નિર્ભયાની માતા આશા દેવીએ ખૂબ તીખી પ્રતિક્રિયા આપી છે. આશા દેવીનું કહેવું છે કે ગુનેગારો જાણી જોઈને કેસને લાંબો ખેંચી રહ્યા છે. તમામ લોકો ફક્ત ગુનેગારોનું જ સાંભળી રહ્યા છે. આ મામલે આશા દેવીએ સરકાર પર પણ આક્ષેપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે જ્યારે દોષી સગીર હોવાનો દાવો ફગાવવામાં આવી ચુક્યો છે તો વારેવારે આ મુદ્દાને કેમ વચ્ચે લાવવામાં આવી રહ્યો છે.

વકીલ પર પેનલ્ટી લગાવવાની માંગ :

આશા દેવીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે વકીલો પર પણ પેનલ્ટી લગાવવી જોઈએ જેઓ આ મામલો વધારે ખેંચી રહ્યા છે. આ ચાલાક લોકો છે. જેઓ કેસને લાંબો ખેંચવા માટે અલગ અલગ અરજીઓ દાખલ કરી રહ્યા છે. નોંધનીય છે કે નિર્ભયા મામલાના ચારેય દોષિતોને પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગ્યા ફાંસી આપવામાં આવશે.
First published: January 22, 2020, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading