EXCLUSIVE : સોનભદ્ર નરસંહારનો પ્રથમ VIDEO, લાકડીઓની લડાઈ વચ્ચે ફાયરિંગના અવાજ સંભળાયા
News18 Gujarati Updated: July 22, 2019, 1:48 PM IST

સોનભદ્ર અથડામણ
સોનભદ્ર ઘટના બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. પ્રિયંકા ગાંધીએ આ મુદ્દાને ઉઠાવતા સરકારને ઘેરી હતી, જે બાદમાં મુખ્યમંત્રી પણ રવિવારે પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા.
- News18 Gujarati
- Last Updated: July 22, 2019, 1:48 PM IST
સોનભદ્ર જિલ્લાના ઘોરાવલ કોતવાલીના મૂર્તિયા ગ્રામ પંચાયતના ઉમ્ભા ગામમાં 17 જુલાઈના રોજ જમીનના વિવાદમાં 10 લોકોની હત્યાનો નૃશંસ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સંકડો લોકો લાકડી લઈને એકબીજા સામે લડી રહ્યા છે. સાથે ગોળીઓનો અવાજ પણ આવી રહ્યો છે.
આ વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ લીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લાકડી વચ્ચે બંને પક્ષ વચ્ચે મારામારી થઈ રહી છે. સાથે જ ગોળીબાર પણ થઈ રહ્યો છે. લોકોને જીવ બચાવીને ભાગતા પણ વીડિયોમાં જોઈ શકાય છે.
નોંધનીય છે કે ઉમ્ભા ગામમાં બુધવારે મૂર્તિયા ગામનો મુખિયા યજ્ઞ દત્ત ભૂર્તિયા અને તેના સમર્થકોએ ટ્ર્સ્ટની જમીન પર કબજો કરવા માટે પહોંચ્યા હતા. આની સૂચના મળતા જ ગામના લોકો તેનો વિરોધ કરવા પહોંચ્યા હતા. જે બાદમાં બંને પક્ષ વચ્ચે સંઘર્ષ થયો હતો. મુખિયાના સમર્થકોએ ગામના લોકો પર લાકડીથી હુમલો કરી દીધો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ નરસંહારમાં નવ લોકોનાં ઘટાસ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અથડામણમાં 27 લોકો ઘાયલ થયા હતા.સોનભદ્ર મામલે રાજકારણ ગરમાયું
સોનભદ્ર ઘટના બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. પ્રિયંકા ગાંધીએ આ મુદ્દાને ઉઠાવતા સરકારને ઘેરી હતી, જે બાદમાં મુખ્યમંત્રી પણ રવિવારે પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા. આ જ ક્રમમાં બસપાનું એક દળ પણ સોમવારે પીડિતોને મળવા પહોંચ્યું હતું. મંગળવારે આ મામલે સપાના કાર્યકરો ન્યાય કૂચ કરશે. કોઈ પણ રાજકીય પાર્ટી આ મુદ્દે પાછળ રહેવા નથી માંગતી.
મુખ્યમંત્રીએ રાજકીય ષડયંત્ર ગણાવ્યુંમુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્ર જિલ્લાના ઉમ્ભા ગામની ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવતા કોંગ્રેસ અને સપાને જવાબદાર ગણાવ્યાં હતાં. તેમણે કહ્યુ કે હુમલાના આરોપીઓ સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. મુખ્યમંત્રીના આવા આક્ષેપોની લખનઉના દરેક પ્રમુખ અખબારે નોંધ લીધી હતી. એનબીટી લખે છે કે આ ઘટના સાથે જ જિલ્લાના જમીન સાથે જોડાયેલા તમામ વિવાદોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ મળ્યા બાદ તમામ ભૂમાફિયાઓ સામે એનએસએ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.