Exclusive: રામ મંદિરના ગર્ભગૃહમાં 28 વર્ષ પછી કેમેરો પહોંચ્યો, જુઓ અંદરનો હાલ

Exclusive: રામ મંદિરના ગર્ભગૃહમાં 28 વર્ષ પછી કેમેરો પહોંચ્યો, જુઓ અંદરનો હાલ
અંદરની તસવીર.

નોંધનીય છે કે 6 ડિસેમ્બર, 1992 બાદ રામ મંદિરના ગર્ભગૃહ સુધી જવાની પરવાનગી કોઈને ન હતી. હવે 28 વર્ષ પછી News18 એ જગ્યા પર પહોંચ્યું છે જ્યાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવાની શરૂઆત થશે.

  • Share this:
    અરુણ સિંહ, અયોધ્યા : અયોધ્યા (Ayodhya)માં પાંચમી ઓગસ્ટના રોજ રામ મંદિરના ભૂમિ પૂજન (Bhoomi Pujan) કાર્યક્રમને લઈને તમામ તૈયારી થઈ ચૂકી છે. મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બુધવારે ભૂમિ પૂજન કરશે. ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બર, 1992 બાદ રામ મંદિરના ગર્ભગૃહ સુધી જવાની પરવાનગી કોઈને ન હતી. હવે 28 વર્ષ પછી News18 એ જગ્યા પર પહોંચ્યું છે જ્યાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવાની શરૂઆત થશે. (આ પણ વાંચો : રામ મંદિરના ભૂમિપૂજનમાં ઉમા ભારતી નહીં આપે હાજરી, PM માટે પણ વ્યક્ત કરી ચિંતા)

    News18ના રિપોર્ટ પ્રમાણે છઠ્ઠી ડિસેમ્બર 1992ના રાજ જે વિવાદિત માળખાને (સુપ્રીમના ફેંસલા પહેલા તેને વિવાદિત માળખું કહેતા હતા)ને તોડી પડાયા બાદ માટીનો એક ઢગ છોડી દેવામાં આવ્યો છે, જેના પર બે શિલા ખોડવામાં આવી છે. આ માટીનો ઢગ આશરે 12 ફૂટ ઊંચો છે. એ જગ્યા પર આ એકમાત્ર નિશાન બચી છે. કહેવામાં આવે છે કે રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે આ માટીના ઢગની બાજુમાં ગર્ભગૃહ બનાવવામાં આવશે.



    જ્યાં મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે ત્યાં વિશાળ પંડાલ બાંધવામાં આવ્યો છે. પંડાલની સામે જ એક મોટો મંચ છે, જેમાં એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. ચારેબાજુ લોકોને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વડાપ્રધાન મોદી રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે.



    સોશિયલ ડિસ્ટન્સિંગનું વિશેષ ધ્યાન

    પંડાલની અંદર અનેક ઘડા રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘડામાં અલગ અલગ નદીનું પાણી અને માટી રાખવામાં આવી છે. જેનો ઉપયોગ મંદિરના ભૂમિ પૂજન વખતે કરવામાં આવશે. કાર્યક્રમમાં સામેલ લોકો માટે પંડાલમાં 150 ખુરશી લગાવવામાં આવી છે. આ પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભૂમિ પૂજનને જોઈ શકાય તે માટે મંચ પર એક મોટી એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે.

    રામ જન્મભૂમિ પરિસર છાવણીમાં ફેરવાયું

    ભૂમિ પૂજનને પગલે રામ જન્મભૂમિ પરિસરને છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. રામજન્મ ભૂમિમાં પોલીસ અને પેરા મિલિટરી ફોર્સ ખડકી દેવામાં આવી છે. ભૂમિ પૂજનની તૈયારી અંતિમ ચરણમાં પહોંચી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:August 03, 2020, 13:26 pm

    ટૉપ ન્યૂઝ