Exclusive: સંઘે શિવસેનાને સમજાવવાની જવાબદારી ગડકરીને સોંપી, 7-8 નવેમ્બરે નવી સરકાર શપથ લેશે

News18 Gujarati
Updated: November 6, 2019, 9:25 AM IST
Exclusive: સંઘે શિવસેનાને સમજાવવાની જવાબદારી ગડકરીને સોંપી, 7-8 નવેમ્બરે નવી સરકાર શપથ લેશે
શિવસેનાએ બીજેપીને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, નહીં તો તેઓ પ્લાન-બી પર કામ શરૂ કરી શકે છે

શિવસેનાએ બીજેપીને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, નહીં તો તેઓ પ્લાન-બી પર કામ શરૂ કરી શકે છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ની વિધાનસભા ચૂંટણી (Assembly election)ના પરિણામ આવ્યાના 12 દિવસ બાદ પણ સરકાર રચવાને લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (Shiv sena)માં ઘમાસાણ ચાલી રહ્યો છે. એક તરફ શિવસેનાના નેતા અને સામનાના સંપાદક સંજય રાઉત સતત કહી રહ્યા છે કે રાજ્યમાં તેમની પાર્ટીના મુખ્યમંત્રી હશે, તો બીજી તરફ બીજેપી પોતાના જૂના દાવો પર કાયમ છે કે સરકાર દેવેન્દ્ર ફડણવીસ (Devendra fadanvis)ની આગેવાની જ બનશે.

આ દરમિયાન, મંગળવારે ફડણવીસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat) સાથે મુલાકાત કરી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રાજ્યમાં સરકારની રચનાને લઈ ચર્ચા થઈ. News18ને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, રાજ્યમાં 7 કે 8 નવેમ્બરે નવી સરકાર શપથ લઈ શકે છે.

ગડકરીને સોંપાઈ શકે છે સ્થિતિ સંભાળવાનું સુકાન

બીજી તરફ, મહારાષ્ટ્રમાં હાલની સ્થિતિને સંભાળવા માટે આરએસએસ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને સુકાન સોંપી શકે છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે નિતિન ગડકરીને શિવસેના અને બીજેપીને એક મંચ પર સાથે લાવવા માટે મોકલવામાં આવી શકે છે.

સૂત્રોનું માનીએ તો બીજેપી પણ મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં કોઈ ખતરો માથે લેવાની સ્થિતિમાં નથી. ચર્ચાઈ રહ્યું છે કે ફડણવીસે હાલની સ્થિતિ અને સંભવિત સ્થિતિઓ વિશે સરસંઘચાલકને જાણકારી આપી. સંઘે ફડણવીસને ટૂંક સમયમાં ઘર્ષણ ખતમ કરવા અને રામ મંદિરના ચુકાદા પહેલાં સરકાર રચવાનો દાવો રજૂ કરવાનું સૂચન કર્યું છે. સંઘ ઈચ્છે છે કે રામ મંદિર પર ચુકાદા પહેલા રાજ્યમાં સ્થિર સરકાર હોય.

24 કલાકનું અલ્ટિમેટમ
Loading...

આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે, બીજેપી તરફથી વાતચીતની પહેલ બંધ થયા બાદ શિવસેનાએ 48 કલાક વધુ રાહ જોવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં સરકારની રચના પર શિવસેના પ્લાન-B પર કામ શરૂ કરી શકે છે. જે મુજબ શિવસેના અને એનસીપી મળીને સરકાર બનાવી શકે છે, જ્યારે કૉંગ્રેસ આ સરકારને બહારથી સમર્થન આપી શકે છે.

વિધાનસભાની હાલની તસવીર

મહારાષ્ટ્રમાં 21 ઑક્ટોબરે જાહેર થયેલા પરિણામોમાં કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળ્યું. 288 સીટોવાળી વિધાનસભામાં બીજેપીને 105, શિવસેનાને 56, કૉંગ્રેસને 44 અને એનસીપીને 54 સીટો મળી છે. બીજી તરફ, 13 અપક્ષ ઉમેદવારો જીત મેળવીને વિધાનસભા પહોંચ્યા છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 145 ધારાસભ્ય જોઈએ. શિવસેના અને બીજેપીએ સાથે મળી ચૂંટણી લડી હતી, પરંતુ હવે સરકાર રચવાને લઈ ખેંચતાણ ચાલી રહી છે.

આ પણ વાંચો,

બંગાળના બીજેપી અધ્યક્ષે કહ્યુ- ગાય કેમ? શ્વાનનું માંસ ખાઓ, આપને કોણ રોકે છે?
વેપારમાં ખોટ જતાં બન્યો સાઇનાઇડ સીરિયલ કિલર, 'પ્રસાદ' આપીને 10 લોકોની હત્યા
First published: November 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...