Home /News /national-international /

EXCLUSIVE: પાક.ના જુઠ્ઠાણાનો પર્દાફાશ, આતંકી સંગઠન જૈશની પ્રોપર્ટીના પૂરાવા મળ્યા

EXCLUSIVE: પાક.ના જુઠ્ઠાણાનો પર્દાફાશ, આતંકી સંગઠન જૈશની પ્રોપર્ટીના પૂરાવા મળ્યા

    આતંકી સંગઠ જૈશ એ મોહમ્મદના પાકિસ્તાનની જમીન પર સ્થિત ઠેકાણા પર ભારતીય જવાનોએ કરેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન જાહેરમાં ખોટું બાલ્યું હતું. પાકિસ્તાનના બહાવપુરના ડેપ્યુટી કમિશનર શાહજૈબ સઇદે પત્રકારોના એક સમૂહને જણાવ્યું હતું કે જે જગ્યાએ ભારતે હુમલો કર્યો હતો તે એક સામાન્ય મદરસા હતું, જેનું આતંકી જૈશ એ મોહમ્મદ સાથે કોઇ લેવા દેવા નથી. અંદાજે 600 વિદ્યાર્થીઓ અહીં ભણતા હતા જેઓનું આતંકવાદ સાથે સંબંધ નથી.

    પાકિસ્તાનના આ જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. ફર્સ્ટપોસ્ટના એક એક્સક્લૂસિવ તપાસમાં એક પૂરાવા મળ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ખોટું બોલી રહ્યું છે અને ભારતીય જવાનોએ 27 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઇક કરી તે જૈશ એ મોહમ્મદના ઠેકાણા જ હતા.

    26 નવેમ્બર 2008ના રોજ મુંબઇ હુમલાને થોડા જ મહિના બાદ 2009માં આ જમીન આતંકી જૈશના નેતાઓએ ખરીદી હતી. જૈશના મુખિયા અને આતંકી મસૂદ અજહરનો ભાઇ અબ્દુલ રઉફ રશીદ અલ્વી જેને રઉફના નામથી ઓળખવામાં આવે છે. તે આ પ્રોપર્ટીનો માલિક હતો. રઉફ 2009માં પાકિસ્તાનના બહાવલપુરના એક સરકારી ઓફિસ પહોંચ્યો અને તેને આ નવ એકર જમીન પોતાના નામે રજિસ્ટર કરાવી હતી. તેની સાથે બહાવલપુર-કરાચી હાઇવે પર તેને એક ફાર્મલેન્ડ પણ ખરીદી હતી.

    અહીં ક્લિક કરી વાંચોઃ 50 દિવસ સુધી ચાલશે આ સ્માર્ટફોનની બેટરી, જાણો શું છે ખાસિયત

    એ વર્ષે 23 માર્ચે એક સ્થાનિક વ્યક્તિ અહમદ નઇમે રઉફ અને તેના સાથી રાશિદ અહમદને 7.6 લાખ રૂપિયામાં જમીન વેંચી હતી, આ ડીલના કાગળ ફર્સ્ટપોસ્ટે પોતાની પાસે હોવાનો દાવો કરી સ્પષ્ટ કર્યું કે આ જગ્યાએ જ એર સ્ટ્રાઇક થઇ હતી. તપાસમાં સામે આવ્યું કે છેલ્લા કેટલાક સમયથી સતત જૈશની પ્રોપર્ટીમાં વધારો થઇ રહ્યો છે અને શહેરની બહારના વિસ્તારોમાં મોટી સંખ્યામાં જૈશનો કબજો છે.

    પાકનું વધુ એક જુઠ્ઠાણું

    27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ખૈબર પખ્તુન વિસ્તારમાં સ્થિત જિહાદી ટ્રેનિંગ કેમ્પ પર ભારતની એર સ્ટ્રાઇક બાદ ભારતે આંતરરાષ્ટ્રીય સહયોગની સાથે દબાણ વધારવાનું શરૂ કર્યું કે પાકિસ્તાન જૈશની ગતિવિધિઓ પર રોક લગાવવાની શરૂઆત કરે. ઇન્ટેલિજન્સ સૂત્રોના હવાલેથી ફર્સ્ટપોસ્ટે લખ્યું કે 28 ફેબ્રુઆરીએ મસૂદ અઝહરના ભાઇ રઉફે ખૈબર પખ્તુન વિસ્તારમાં જૈશની એક રેલીને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ભારતે બદલાની ભાવનાથી આપણા હેડક્વાર્ટર પર હુમલો કર્યો.

    ઉલ્લેખનીય છે કે 1 માર્ચે જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરૈશીએ પણ નિવેદન આપી કબૂલાત કરી કે મસૂદ અઝહરની તબિયત નાજૂક છે અને તે બેડ પરથી ઉઠી શકે તેમ નથી. કુરૈશીએ એ પણ કહ્યું કે ભારત જો એર સ્ટ્રાઇક અને જૈશ સંબંધિત કાર્યવાહીના પૂરતા પૂરાવા આપશે તો પાકિસ્તાન જૈશ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વિચારી શકે છે. આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને કબૂલ કર્યું કે તેની જમીન પર જૈશના આતંકી ગતિવિધિઓ ચાલી રહી છે. જે પહેલાથી જ પાકિસ્તાન મનાઇ કરી રહ્યું હતું.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Air Strike, Exclusive Report, Terrorist Masood Ahmad, પાકિસ્તાન, વાયુસેના

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन