Home /News /national-international /

Exclusive: રાહુલ ગાંધીએ અખિલેશને ગણાવ્યા મિત્ર કહ્યું,' PM મોદીથી નફરત નથી'

Exclusive: રાહુલ ગાંધીએ અખિલેશને ગણાવ્યા મિત્ર કહ્યું,' PM મોદીથી નફરત નથી'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

અમેઠીના કોંગ્રેસના ઉમેદવાર અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂઝ 18 સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. રાહુલે સ્પષ્ટ કર્યુ હતું કે નોટબંધી અત્યારસુધીનો સૌથી ખરાબ નિર્ણય હતો

વધુ જુઓ ...
  ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસના પ્રમુખ અને અમેઠીના ઉમેદવાર રાહુલ ગાંધીએ ન્યૂઝ 18 સાથે એક્લક્લૂઝિવ વાતચીત કરી હતી. આ વાતચીતમાં રાહુલ ગાંધીએ અનેક સવાલોના જવાબ આપ્યા હતા. રાહુલે સ્પષ્ટપણે કહ્યું હતું કે નોટબંધી અત્યારસુધીનો સૌથી ખરાબ નિર્ણય હતો. રાહુલે જણાવ્યું કે હું નફરતમાં વિશ્વાસ નથી ધરાવતો. મારા મનમાં પીએમ મોદી માટે નફરત અને ગુસ્સો નથી.

  આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે હું મોદીજી જેમ વિચારો ધરાવનાર લોકો સાથે નફરત કરતો નથી. હું આ ચૂંટણીની મોસમાં એક લડાઈ લડી રહ્યો છું. તેમણે અપીલ કરી હતી કે પીએમ મોદીના વિચારોથી બચવાનું છે. કોંગ્રેસ અધ્યક્ષે અખિલેશ અને માયાવતીના મુદ્દે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, બંને માટે મારા મનમાં સન્માન છે. અખિલેશ મારા નજીકના મિત્ર છે.

  આ પણ વાંચો : Analysis : ભાજપ આ બેઠક જીતશે તો કેન્દ્રમાં ચોક્કસ સરકાર બનશે!

  6 મેના રોજ અમેઠીમાં મતદાન
  લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં અમેઠીમાં મતદાન થશે. રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તારમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું ડર્યા વગર પીએમ મોદી સામે ચૂંટણીના જંગે ચડ્યો છું. રાહુલ કહ્યું ગત પાંચ વર્ષમાં મારા પર અનેક વાર વ્યક્તિગત હુમલા થયા, વ્યક્તિગત હુમલાઓએ મને મજબૂત બનાવ્યો છે.

  ન્યૂઝ 18એ પૂછ્યું કે તમારા મતે મજબૂત નેતા કોને કહેવાય ? ત્યારે તેમણે કહ્યું હતું કે મજબૂત નેતા એ છે જે પોતાની ભૂલોનો સ્વીકાર કરે એને જ મજબૂત નેતા કહેવાય છે. આ સવાલના જવાબમાં રાહુલે જણાવ્યું હતું કે રાહુલે પીએમ મોદી પર નિશાન સાધ્યુ અને તેમણે સ્વીકારી લેવું જોઈએ કે રૂપિયા 15 લાખનું વચન તેમની ભૂલ હતી અને તેઓ આ વાયદો પુરી કરી શક્યા નથી.

  આ પણ વાંચો :  રાહુલ ગાંધીએ કહ્યું,' મોદી સરકારના ગોટાળાની માહિતી કોંગ્રેસ પાસે છે'

  મસૂદ અઝહરને કોણે છોડ્યો હતો ?

  રાહુલ ગાંધીનએ રાફેલ મામલે વાત કરી હતી. તેમણે કહ્યું કે રાફેલ ડીલમાં ગોટાળો થયો હતો. એમાં કોઈ શક નથી. રાહુલે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા ખૂબ જ મોટો મુદ્દો છે પરંતુ તેના સીવાય પણ અન્ય મુદ્દાઓ છે, જેના પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના UNના નિર્ણય અંગે પ્રતીક્રિયા આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવી અનિવાર્ય છે પરંતુ મસૂદ અઝહરને પાકિસ્તાન જઈને કોણ છોડી આવ્યું હતું ? ભાજપની સરકારે મસૂદ અઝહરને પાકિસ્તાન પહોંચાડ્યો હતો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Loksabha elections 2019, Uttar Pradesh Loksabha Elections 2019, અમેઠી`, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  આગામી સમાચાર