Home /News /national-international /

Exclusive: છોટા શકીલે કહ્યું, NIA-ED પોતાનું કામ કરે છે, દાઉદ એકદમ સુરક્ષિત છે

Exclusive: છોટા શકીલે કહ્યું, NIA-ED પોતાનું કામ કરે છે, દાઉદ એકદમ સુરક્ષિત છે

ન્યૂઝ 18 સાથેની આ ખાસ વાતચીતમાં છોટા શકીલે આપ્યા સવાલોના જવાબ

ન્યૂઝ 18 સાથેની આ ખાસ વાતચીતમાં છોટા શકીલે દાઉદથી લઇને ડી કંપનીના દુશ્મનો અને મિત્રો સુધીની તમામ વાતો કરી હતી

    દિલ્હી: પહેલીવાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Underworld Don Dawood Ibrahim)ના નજીકના સાથી છોટા શકીલે (Chhota Shakil) મુંબઇમાં ડી-કંપની (D-Company) અને તેના નજીકના સહયોગીઓના ઠેકાણાઓ પર રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કડક કાર્યવાહી અંગે પોતાનું મોઢું ખોલ્યું છે. છોટા શકીલે દેશની અગ્રણી ન્યૂઝ ચેનલ ન્યૂઝ18ના વરિષ્ઠ સંવાદદાતા આનંદ તિવારી સાથેની ખાસ વાતચીતમાં જવાબ આપ્યો હતો. ન્યૂઝ 18 સાથેની આ ખાસ વાતચીતમાં છોટા શકીલે દાઉદથી લઇને ડી કંપનીના દુશ્મનો અને મિત્રો સુધીની તમામ વાતો કરી હતી.

    સવાલ - એનઆઈએ અને ઈડીએ તાજેતરમાં અંડરવર્લ્ડના ઠેકાણાઓ અને મુંબઈની ડી કંપનીના નજીકના લોકો પર મોટા દરોડા પાડ્યા હતા. તેના પર તમારું શું કહેવું છે?

    છોટા શકીલ: NIA અને ED જેવી તપાસ એજન્સીઓ દેશભરમાં પોતાનું કામ કરી રહી છે અને તેમને પોતાનું કામ કરવા દો.

    સવાલ - તમારા બનેવી સલીમ ફ્રૂટ્સ પર પણ એનઆઇએની કાર્યવાહી થઇ હતી અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તમારી કંપનીની લિંક વિશે પૂછપરછ થઈ હતી.

    છોટા શકીલ: તેઓ પરિવારના સભ્યો છે, પરિવારના સભ્યો સંપર્કમાં છે, તેમનો કંપની સાથે કોઈ સંબંધ નથી. પરિવાર એ પરિવાર છે, તેમને કંપની સાથે કોઈ લેવાદેવા નથી.

    સવાલ - 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટોના સંદર્ભમાં અબ્દુલ કયુમની અટકાયત કરનાર ડી કંપની સાથે શું લિંક છે?

    છોટા શકીલ: હું 25 વર્ષથી કહું છું કે કંપની ડીનો બોમ્બ બ્લાસ્ટ સાથે કોઈ સંબંધ નથી. અમને આ વિશે ખબર નથી.

    સવાલ - ડી કંપનીની પકડ મુંબઈ મહારાષ્ટ્રમાં હતી. શું તે આજે પણ તેની પકડ છે, શું તમારી ગેંગના સભ્યો, શાર્પ શૂટર્સ હજી પણ મુંબઈ મહારાષ્ટ્રમાં હાજર છે?

    છોટા શકીલ: અમારા ઘણા માણસો છે કે જરૂર પડશે તો તેઓ સામે આવશે. પરંતુ અત્યારે આવી ગેંગવોર પૂરી થઇ ચૂકી છે અને તેથી અવી કોઇ જરૂરિયાત નથી. જો કોઇ અમને હેરાન કરેશે તો શું કરવું જોઈએ તે જોઈશું.

    આ પણ વાંચો: ગુજરાતના લઠ્ઠાકાંડનો 'ચેપ' બિહારને લાગ્યો, ટપોટપ મોત અને અનેકે ગુમાવી આંખો

    સવાલ- પરવેઝ ઝુબેર મેનન સાથે શું સંબંધ છે, આજે સમાચાર આવ્યા છે?

    છોટા શકીલઃ ઊંધો લટકાવી દો અને પૂછો અમારી સાથે શું લિંક છે. તેનું નામ પહેલી વાર સાંભળ્યું છે, અનીસ સાથે પણ તેને કોઈ લેવાદેવા નથી.

    સવાલ - દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો પરિવાર મુંબઇમાં રહે છે, એજન્સીએ તેમના ઠેકાણા પર કડક કાર્યવાહી કરી હતી અને પ્રામાણિકતાથી જવાબ આપશો કે નવાબ મલિક સાથે અંડરવર્લ્ડના સંબંધો શું છે? ઈડીએ તેમની ધરપકડ કરી હતી. ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેના અંડરવર્લ્ડ સાથે સંબંધો છે.

    છોટા શકીલઃ નવાબ મલિકનો મામલો શું છે, તે મેં પણ અખબારોમાં જ વાંચ્યું છે, તેની ક્યાં લિંક છે, તેને ક્યાં પ્લોટ ખરીદ્યા, શું લેવાદેવા છે અમારા સુધી આ વાત નથી પહોંચી. મીડિયા પાસેથી જાણવા મળ્યું હતું. દાઉદ ભાઈ સુધી દરેક વસ્તુ સુધી પહોંચે તે જરૂરી નથી, અને તે પ્રતિક્રિયા આપે તે પણ આવશ્યક નથી. અમારા માટે આ મામૂલી વાત છે અને અમે તેનું ટેન્શન લેતા નથી.

    સવાલ - ખુફિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવે દાઉદ ડરી ગયો છે, અંડરગ્રાઉન્ડ છે, પોતાની ફોર્સને વધારી દીધી છે અને એજન્સીઓનો ડર તોળાઇ રહ્યો છે.

    છોટા શકીલઃ જો અમે ડરતા હોત તો આ લાઈનમાં ન હોત. ગેંગ વોર, સામે કોઈ ગેંગ વોર નથી, કોઈ મરી ગયું, કોઈ જેલમાં ગયું, છોટા રાજન જેલમાં ગયો. અમે આજે પણ તૈયાર છીએ. જેમને ચરબી ચડી છે તેમને છોડશું નહીં. અલી બુધેશ તેનો ભય હતો, તે મરી ગયો, અરે તે ક્યાંય ન ટકી શકે, તે અમારી સામે કંઈ ન હતો. દાઉદ ઈબ્રાહીમ એકદમ સુરક્ષિત છે. માશા અલ્લાહ તે ઠીક છે.
    First published:

    Tags: Exclusive interview, Interview, Latest News, National news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन