Home /News /national-international /‘મારું નામ આજમોવ છે, હું આતંકી છું...’, નૂપુર શર્મા હતી રશિયામાં પકડાયેલા ISના આત્મઘાતી હુમલાખોરની ટાર્ગેટ
‘મારું નામ આજમોવ છે, હું આતંકી છું...’, નૂપુર શર્મા હતી રશિયામાં પકડાયેલા ISના આત્મઘાતી હુમલાખોરની ટાર્ગેટ
નૂપુર શર્મા (Nupur Sharma)
Nupur Sharma - રશિયામાં ધરપકડ કરવામાં આવેલા ઇસ્લામિક સ્ટેટ (IS)ના આત્મઘાતી હુમલાખોરે ખુલાસો કર્યો, સૂત્રોના મતે નવી દિલ્હી પહોંચવા પર તેને સ્થાનીય સ્તર પર સહાયતા આપવાનુ આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું
નવી દિલ્હી : રશિયામાં ધરપકડ કરવામાં આવેલા ઇસ્લામિક સ્ટેટ (IS)ના આત્મઘાતી હુમલાખોરને (suicide bomber)ભારતીય જનતા પાર્ટીની (BJP) નિલંબિત નેતા નૂપુર શર્માની (Nupur Sharma)હત્યાનું એકમાત્ર કામ સોંપવામાં આવ્યું હતું. શીર્ષ જાસુસી સૂત્રોએ CNN-News18ને આ જાણકારી આપી છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે 1992માં જન્મેલા આજમોવને (Azamov)આઈએસે તુર્કીમાં ભરતી કર્યો હતો અને તેણે ત્યાં જ ટ્રેનિંગ લીધી હતી. આજમોવનું માનવું છે કે નૂપુર શર્માએ પૈગમ્બર મોહમ્મદનું અપમાન કર્યું છે જેથી તેને સમાપ્ત કરી દેવી જોઈએ. યોજના અંતર્ગત તેને ભારતીય વીઝા લેવા માટે રશિયા મોકલવામાં આવ્યો હતો. સૂત્રોએ કહ્યું કે નવી દિલ્હી પહોંચવા પર તેને સ્થાનીય સ્તર પર સહાયતા આપવાનુ આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આજમોવે જણાવ્યું કે તે ઓનલાઇન કટ્ટરપંથી બન્યો અને આઈએસઆઈએસના કોઇપણ નેતાને ક્યારેય મળ્યો નથી. સૂત્રોના મતે તેને ઓપરેશનના બીજા તબક્કા અંતર્ગત રશિયા મોકલવામાં આવ્યો હતો.
ISIS plot thwarted: 'Avenge Prophet' design a global threat? Take a look at this report
એક વિદેશની એન્ટી ટેરર એજન્સીએ 27 જુલાઇએ ભારતને રશિયામાં પકડવામાં આવેલા એક હુમલાખોર વિશે સૂચિત કર્યા હતા. સૂત્રોના મતે વિદેશી એન્ટી ટેરર એજન્સીએ ભારતને જણાવ્યું હતું કે કિર્ગીસ્તાન અને ઉઝબેકિસ્તાનના 2 આત્મઘાતી હુમલાખોર ભારતમાં આતંકવાદી હુમલાની તૈયારી કરી રહ્યા છે. તેમાં એક તુર્કીનો છે. સૂત્રોએ કહ્યું કે ભારતને કહેવામાં આવ્યું હતું કે તે રશિયાના રસ્તે આવશે અને તેની વીઝા અરજી ઓગસ્ટમાં મોસ્કોમાં રશિયાના દુતાવાસ કે અન્ય વાણિજ્ય દુતાવાસમાં જશે. આ માહિતીને ભારતે રશિયા સાથે શેર કરી હતી. જે પછી રશિયન ફેડરલ સિક્યુરિટી એજન્સીએ (FSB) આજમોવની ધરપકડ કરી હતી.
રશિયાની સિક્યોરિટી એજન્સીએ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક આતંકીની ઓળખ કરી હતી. તે પછી એફએસબીએ તેની અટકાયત કરી હતી. ફેડરલ સિક્યોરિટી સર્વિસે મધ્ય એશિયન દેશના એક મૂળ નિવાસીના રૂપમાં તેની ઓળખ કરી હતી. એજન્સીના મતે આરોપીએ એપ્રિલથી જૂન સુધી તુર્કીમાં આતંકની ટ્રેનિંગ લીધી હતી. તેને આઈએસના એક નેતાએ આત્મઘાતી હુમલાવર તરીકે ભરતી કર્યો હતો. ત્યાં તેને સુસાઇડ હુમલાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે ટેલિગ્રામ દ્વારા આઈએસ સાથે જોડાયેલો હતો. આ પછી તેણે આઈએસઆઈએસ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા હતા.
રશિયાથી ભારત મોકલવાની કરી હતી વ્યવસ્થા
રશિયાની સરકારી એજન્સીના મતે આતંકી સંગઠને તેને જરૂરી કાગળો સાથે રશિયા મોકલ્યો હતો અને ત્યાંથી ભારત મોકલવાની વ્યવસ્થા કરી હતી. જ્યાં સત્તાધારી દળના કોઇ મોટા નેતા પર હુમલો કરવાનું કામ આપવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર