Home /News /national-international /Britain News Exclusive: બ્રિટનમાં દુર્ગાભવન મંદિર બહાર હિંસક પ્રદર્શનમાં ISIની સંડોવણી, 3 હજાર પ્રદર્શનકારીઓ ભેગા થયા

Britain News Exclusive: બ્રિટનમાં દુર્ગાભવન મંદિર બહાર હિંસક પ્રદર્શનમાં ISIની સંડોવણી, 3 હજાર પ્રદર્શનકારીઓ ભેગા થયા

બ્રિટનના આ દુર્ગામંદિર બહાર હિંસક પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. (ફાઇલ તસવીર)

Britain News Exclusive: સૂત્રોએ સીએનએન-ન્યૂઝ18ને જણાવ્યુ હતુ કે, આ કામ પાકિસ્તાની હિંદુ વિરોધી સમૂહોનું હતું. તેણે પાકિસ્તાનના મુખ્ય જાસૂસી એજન્સી અન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના અધિકારીઓને ઉકસાવ્યાં હતા. એક હિંસક પ્રદર્શનમાં મંદિર પરિસર તરફ બોટલો ફેંકવામાં આવી હબતી. તેની સાથે જ પ્રદર્શનકારીઓને ધમકી આપી ગાળાગાળી પણ કરી હતી. અનિયંત્રિત ભીડે ફટાકડા સળગાવી મંદિરમાં ફેંક્યા હતા.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ બ્રિટનના સ્મેથવિકના દુર્ગાભવન મંદિર બહાર મંગળવારે સાંજે ભીડે હિંસક પ્રદર્શન કર્યુ હતુ. તેને લઈને લિસેસ્ટરમાં થયેલી હિંસા જેવી પરિસ્થિતિ પેદા થવાનો ભય હતો. સૂત્રોએ સીએેનએન-ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, આ કામ પાકિસ્તાની હિન્દુ વિરોધી સમૂહનું હતું. જેણે પાકિસ્તાનની મુખ્ય જાસૂસી એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજેન્સ (ISI)એ અધિકારીઓને ઉકસાવ્યાં હતા. આ હિંસક પ્રદર્શનમાં મંદિર પરિસર તરફ બોટલો ફેંકવામાં આવી હતી. આ સાથે જ પ્રદર્શનકારીઓએ મંદિરના અધિકારીઓે ધમકીઓ આપી અને ગાળાગાળી કરી હતી. અનિયંત્રિત ભીડે ફટાકડાં સળગાવીને મંદિરમાં ફેંક્યા હતા. ત્યાં જ પોલીસે મંદિરની વાડ તોડી રહેલા એક હિંસક પ્રદર્શનકારીને પાછો ખેંચ્યો હતો.

  ઋતુભંરા મુસ્લિમ વિરોધી છેઃ પ્રદર્શનકારીઓ


  આ મામલે સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પરમ શક્તિપીઠ અને વાત્સલ્યગ્રામના સંસ્થાપક સાધ્વી ઋતુંભરાની યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીોએ આરોપ લાગવ્યો છે કે, ઋતુંભરા મુસ્લિમ વિરોધી છે અને બાબરી મસ્જિદ વિધ્વંસમાં તેમની ભૂમિકા હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે, પ્રદર્શનકારીઓના ભેગા થવાના કલાકો પહેલાં જ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. તે છતાં પ્રદર્શનકારીોએ હિંસક પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, તેઓ બ્રિટનમાં ક્યાંય પણ હિંદુ નેતાને યાત્રા કરવાની મંજૂરી નહીં આપે અને ધમકી આપી હતી કે, યૂકેમાં પણ અન્ય મંદિરો સામે આ રીતે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

  સાધ્વી ઋતંભરા લંડનની મુલાકાતે ગયા છે


  સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાધ્વી ઋતુંભરાની લંડનની મુલાકાત બુધવારથી શરૂ થવાની હતી અને પાકિસ્તાની હિંદુ વિરોધી તત્વ તેના વિરોધમાં હતા. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઉપાસક નામના એક નેતાએ સાધ્વીની યાત્રાના પોસ્ટર સહિત અંદરની જાણકારી આપી હતી. એક અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યુ હતુ કે, અમે તેને યુકેમાં પાકિસ્તાનના ભારત-વિરોધી, હિંદુ-વિરોધી અને મોદી-વિરોધી એજન્ડાના રૂપમાં જોઈએ છીએ. અમે બ્રિટનમાં હિંદુ વિરોધી ભાવનાઓ વિશે ખૂબ ઝડપથી બ્રિટનના અધિકારીઓને માહિતી આપીશું

  લિસેસ્ટરમાં શું થયું હતું?


  પોલીસે જણાવ્યા પ્રમાણે, રવિવારે પૂર્વી લિસેસ્ટરમાં યુવકોના એક સમૂહે અનિયોજિત વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. ન્યૂઝ18એ જણાવ્યુ હતુ કે, કેવી રીતે 28 ઓગસ્ટથી સાંપ્રદાયિક હિંસા શરૂ થઈ હતી. હવે લિસેસ્ટરમાં એક મુસ્લિમ રેસ્ટોરન્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ મેચના પરિણામથી પહેલાં જ ભારતનું અપમાન કર્યુ હતુ. તેનાથી ભારત અને પાકિસ્તાનના સમૂહ વચ્ચે તણાવ પેદા થયો હતો. ભારતે મેચ જીતી લીધી હતી અને ભારતીય પક્ષે સ્થાનિક પ્રશાસનની મંજૂરીથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને ફટાકડાં ફોડ્યાં હતાં. આ મામલે સ્થાનિય ઇમામે કહ્યુ હતુ કે, તેઓ પરેશાની પેદા કરી રહ્યા છે.

  સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 4 સપ્ટેમ્બરે પાકિસ્તાને મેચ જીતી અને પાકિસ્તાન પક્ષે બર્મિંગહામથી લગભગ 10 હજાર યુવાઓએ હોબાળો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હિંસાની કેટલીક વચ્ચે ગણેશ ચતુર્થી મનાવતા એક હિંદુ પરિવારના ઘર પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક હિંદુ પુરુષને ચાકુ મારવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. ત્યારે એક ટોળું સ્ટેડિયમમાં ભેગું થયું હતું અને સૂત્રોચ્ચાર કર્યો હતો કે, ઇસ્લામ ખતરામાં છે. સૂત્રોએ કહ્યુ હતુ કે, કેટલાંક યુવકોએ એક સ્થાનિક હનુમાન મંદિરમાં તોડફોડ કરીને અપવિત્ર કર્યુ હતુ.

  આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સતત ત્રીજા દિવસે પણ આવો જ માહોલ છે. કેટલાંક મુસ્લિમ યુવકોએ તોડફોડ કરી અને ઓછામાં ઓછાં 50 જેટલાં ઘરોમાં નુકસાન પહોંચાડ્યું છે. તેમની કારને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. સૂત્રોએ કહ્યુ હતુ કે, ધાર્મિક ચિહ્નોની મદદથી લોકોના ઘર ઓળખવામાં આવ્યા હતા અને તેમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અન્ય એક ઘટનામાં 16 વર્ષીય હિંદુ છોકરીઓનું ગ્રુપ ગરબા કરવા માટે જતું હતું ત્યારે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  Published by:Vivek Chudasma
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन