વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની 'ન્યાય યોજના'ને 60 વર્ષની સત્તા દરમિયાન કરવામાં આવેલા અન્યાયોનું કબૂલનામું કરાર કર્યું છે. પીએમ મોદીએ નેટવર્ક18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસના ચૂંટણી નારા 'અબ ન્યાય હોગા' ઉપર પણ જોરદાર પ્રહાર કર્યા. મૂળે, લોકસભા ચૂંટણી 2019ને લઈને કોંગ્રેસ વાયદો કર્યો છે કે કેન્દ્રમાં તેમની સરકાર બની તો તેઓ ગરીબોને પ્રતિ મહિને 6,000 રૂપિયા એટલે કે વાર્ષિક 72,000 રૂપિયા આપશે. કોંગ્રસે તેને 'ન્યાય' નામ આપ્યું છે.
પીએમ મોદીને જ્યારે 'ન્યાય સ્કીમ'ને લઈને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે? તો તેઓએ કહ્યું કે, 'તેમનો જે મુખ્ય મંત્ર છે તે છે, 'અબ હોગા ન્યાય', તેનો અર્થ એ થયો કે તેઓ એવું સ્વીકારે છે કે 60 વર્ષના શાસનકાળમાં તેઓએ અન્યાય કર્યો.'
પીએમ મોદીએ તેની સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, જ્યારે તેઓ ન્યાયની વાત કરે છે તો 1984ના તોફાનોના પીડિત શીખોની સાથે જુલમ થયો, તે પણ ન્યાય માંગી રહ્યા છે, શું તેઓ તેમને ન્યાય આપશે. ટ્રિપલ તલાકથી પીડિત બહેનો પણ ન્યાય માંગી રહી છે, શું કોંગ્રેસની આ સ્કીમ તેમને ન્યાય આપશે? છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના જે ખેડૂતોને લોન માફીનો વાયદો કર્યો હતો, તે ખેડૂત ન્યાય માંગી રહ્યા છે કે તમે તો 10 દિવસ કહ્યું હતું 100 દિવસ થઈ ગયા, ન્યાય ક્યારે મળશે. ભોપાલના ગેસ પીડિત ન્યાય માંગી રહ્યા છે કે કેમ તમે ગુનેગારોને વિદેશ જવા માટે પ્લેનની વ્યવસ્થા કરી દીધી હતી, તેઓ ન્યાય માંગી રહ્યા છે.
વડાપ્રધાને કહ્યુ, "આની સાથે જ દેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક નંબી નારાયણ ન્યાય માંગી રહ્યા છે, જેમને ખોટા કેસમાં ફસાવીને કોંગ્રેસની સરકારે જેલમાં નાખી દીધા છે. હવે કોંગ્રેસ તેમને ન્યાય આપશે? સમજૌતા કેસ સાથે જોડાયેલા ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવેલા લોકો ન્યાય માંગે છે."
પીએમ મોદીએ સાથે જણાવ્યું કે, સમજૌતા કેસમાં કોંગ્રેસે હિન્દુ સાથે આતંકવાદનો શબ્દો જોડી દીધો હતો, દેશના હિન્દુ ન્યાય માંગી રહ્યા છે કે તેમને આતંકવાદી કેમ કહ્યા. નરસિમ્હા રાવે કોંગ્રેસ માટે જીવન આપી દીધું, પરંતુ તેમના મૃતદેહને કોંગ્રેસે કાર્યલયમાં ન પ્રવેશવા દીધો, નરસિમ્હા રાવની આત્મા ન્યાય માંગી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ, "દેશના મહાનપુરુષ બાબા સાહેબ આંબેડકર, શુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ પણ ન્યાય માંગી રહ્યા છે કે ઇતિહાસમાં તેમને યોગ્ય સ્થાન ન મળ્યું. તેમને દર વખતે નીચા બતાવવાના પ્રયાસો કેમ થયા. દેશના દરેક ખૂણામાંથી ન્યાય માટેનો અવાજ સંભળાય રહ્યો છે, હું નથી માનતો કે કોંગ્રેસ તેમને ન્યાય અપાવી શકશે."
(વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પૂરો ઇન્ટરવ્યૂ ન્યૂઝ18 ગુજરાતી સહિત નેટવર્ક18ની તમામ ચેનલો પર મંગળવાર સાંજે 7 વાગ્યે અને રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર