ફારુખ અબ્દુલ્લાની ચેતવણી, કાશ્મીરમાં થઈ શકે છે ફ્રાંસ જેવી ક્રાંતિ

ફારુખ અબ્દુલ્લા

અમે સન્માન સાથે ભારત સાથે રહેવા માંગીએ છીએ, પરંતુ અપમાન સહન નહીં કરીએ.

 • Share this:
  નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કાશ્મીર મુદ્દે ખુલ્લીને પોતાના વિચાર રજૂ કર્યા હતા. મોદીએ વાતચીત દરમિયાન સ્પષ્ટ કર્યું કે, કલમ 370 અને 35Aને લઈને ભાજપાનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. મોદીએ કહ્યુ કે કાશ્મીરને આ સ્થિતિએ પહોંચાડવા માટે અમુક રાજનીતિક પરિવારો જવાબદાર છે. જોકે, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લાએ મોદીના આ નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.

  ફારુખે ન્યૂઝ18 સાથે વાતચીતમાં જણાવ્યું કે, બીજેપી હંમેશા કાશ્મીર મુદ્દાનો રાજકીય ફાયદો ઉઠાવતી આવી છે. હું તેમને પૂછવા માંગીશ કે તેમણે કાશ્મીરના લોકો માટે આજ દિવસ સુધી શું કર્યું છે? તેમણે ચૂંટણી પહેલા 80 હજાર કરોડ આપવાનું વચન આપ્યું હતું પરંતુ આજે પણ કાશ્મીરના યુવાનો હાથમાં પથ્થર ઉઠાવે છે. તેમણે દેશ અને કાશ્મીરના યુવાઓને જે વચન આપ્યાં હતાં તેનો જવાબ કોણ આપશે? શું વડાપ્રધાન ફ્રાંસ જેવી સ્થિતિ થવાની રાહ જોઈ રહ્યા છે. અમે સન્માન સાથે ભારત સાથે રહેવા માંગીએ છીએ, પરંતુ અપમાન સહન નહીં કરીએ. (આ પણ વાંચો : આર્ટિકલ 370 અને 35A જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે બાધારૂપ છે : PM મોદી )

  મોદીએ માયાવતી પર સાધ્યું નિશાન

  વડાપ્રધાન મોદીએ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી ઉપરાંત બસપાના સુપ્રીમો માયાવતી પર પણ નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે સતત હારને કારણે માયાવતી હતાશ થઈ ગઈ છે. માયાવતી હવે એક ડૂબતી નૌકા છે, તે બચવા માટે મુસલમાનોનો સહારો શોધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સતત હાર બાદ આ પ્રકારની જ વાતો થાય છે. માયાવતીની મજબૂરી છે, જો તેણે કેમ પણ કરીને બચવું હશે તો આમ-તેમ કરીને વોટ માંગતી રહેશે.

  માયાવતી ઉપરાંત મોદીએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના વેપારીઓ પર આવકવેરાની કાર્યવાહી અંગે કહ્યું કે બીજેપી સરકાર આવા કૌભાંડો સામે કાર્યવાહી કરતી રહેશે. મોદીએ કહ્યું કે, 'આ દેશમાં જે પણ ગુનો કરશે, કાયદો તેને નહીં છોડે.'
  Published by:Vinod Zankhaliya
  First published: