News18 સાથે PM મોદીનું Exclusive Interview: 'આ વખતે 2014 કરતા વધારે સીટો જીતશે બીજેપી'

News18 Gujarati
Updated: April 9, 2019, 10:50 PM IST
News18 સાથે PM મોદીનું Exclusive Interview: 'આ વખતે 2014 કરતા વધારે સીટો જીતશે બીજેપી'
અગામી પાંચ વર્ષ અમે દેશની આકાંક્ષાઓને પૂરા કરવાની દીશામાં આગળ વધીશું. અગામી પાંચ વર્ષ આ આંકાક્ષાઓને તાકાત અને અવસર આપવાના હશે.

અગામી પાંચ વર્ષ અમે દેશની આકાંક્ષાઓને પૂરા કરવાની દીશામાં આગળ વધીશું. અગામી પાંચ વર્ષ આ આંકાક્ષાઓને તાકાત અને અવસર આપવાના હશે.

  • Share this:
ભારતીય જનતા પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર થયા બાદ પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝ18ને ઈન્ટરવ્યૂ આપ્યો. એડિટર-ઈન-ચિફ રાહુલ જોશીને આપેલા એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ દેશની સુરક્ષા, વિપક્ષિયો પર હુમલો, રાપેલ, નેહરૂ - ગાંધી પરિવાર સહિત તમામ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. પીએમ મોદીએ લોકસભા ચૂંટણી 2019ના રણમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની હાજરી પર પણ ટીપ્પણી કરી.

પ્રદાનમંત્રી મોદીએ બીજેપીના ઘોષણાપત્રને મેચ્યોર જણાવતા કહ્યું કે, આમાં કાળાનાણું, કરપ્શન જેવા મુદ્દાઓ સામે લડવાનો મુદ્દો છે. જ્યારે કોંગ્રેસના ઘોષણાપત્રને પીએમએ આતંકવાદીઓ પ્રત્યે નરમાશ દેખાડવાનું કહ્યું. પ્રધાનમંત્રીએ આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે 2022 સુધીનો સંકલ્પ રજૂ કર્યો.

એક જવાબદાર દળે ગંભીરતાપૂર્વક મેનિફેસ્ટો જાહેર કર્યું. જે પાર્ટીની સરકાર બનવાનું નક્કી છે, આ અમારૂ મેચ્યોર મેનિફેસ્ટો છે. આ મેનિફેસ્ટોમાં પહેલીવખત અમે 2022 અને 2024ને વિશેષરૂપે રજૂ કર્યું છે, એટલે કે, આમાં સરકારની જવાબદેહી પાંચ વર્ષ બાદ નહીં પરંતુ તેના વચમાં હશે. આવું અત્યાર સુધીમાં કોઈએ નથી કર્યું. બીજીવાત, અમે મેનિફેસ્ટોમાં પણ એવું જ કહ્ચયું છે કે, આઝાદીના 100 વર્ષ થવા પર દેશને ક્યાં પહોંચાડાનું લક્ષ્ય હોવું જોઈએ.

કાળુનાણું, ભ્રષ્ટાચાર, બેઈમાની જેવા વિષયોને હેંડલ કરવાની ચર્ચા મેનિફેસ્ટોમાં છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર પણ વાતચીત છે. આ મુદ્દા પર પહેલા આવેલા મેનિફેસ્ટોમાં ઘોર અન્યાય કરવામાં આવ્યો. ગરીબ, દલિત, પીડિત, વંચિત, શોષિત અને આદિવાસીઓના કલ્યાણ માટે સમયબદ્ધ કાર્યક્રમો પર યુવાઓ મહિલાઓને મુખ્યધારામાં કેવી રીતે લાવવામાં આવે. ગામ, ગરીબ અને ખેડૂતના જીવનમાં ફેરફાર કેવી રીતે લાવવામાં આવે. આ વાતો પર વિચાર કરતા એવું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે, દેશને આધુનિકતા તરફ પણ લઈ જવાનું છે.

દેશમાં ટેક્નોલોજીના પ્રભાવને દેશના વિકાસના અનુકુળ બનાવવા પર પણ વિચાર કરવામાં આવ્યો છે. વર્ષ 2014થી 2019 વચ્ચે અમે નિરાશામાં ડૂબેલા દેશને આશાનું કિરણ આપવાનું, નનો આત્મવિશ્વાસ પેદા કરવાનું અને સામાન્ય જનની આવશ્યકતાઓ જેમ કે ઘર, વિજળી, પાણી, રસ્તાઓ વગેરે પૂરવાની દિશામાં કામ કર્યું છે. વિતેલા પાંચ વર્ષ દેશની જરૂરતને પૂરા કરવાના રહ્યા અને અગામી પાંચ વર્ષ અમે દેશની આકાંક્ષાઓને પૂરા કરવાની દીશામાં આગળ વધીશું. અગામી પાંચ વર્ષ આ આંકાક્ષાઓને તાકાત અને અવસર આપવાના હશે.
First published: April 9, 2019
વધુ વાંચો
अगली ख़बर