Home /News /national-international /

Exclusive Interview: નિર્મલા સીતારમણે જણાવ્યું- કેવી રીતે India 5 ટ્રિલિયન ડૉલરનુ અર્થતંત્ર બનશે

Exclusive Interview: નિર્મલા સીતારમણે જણાવ્યું- કેવી રીતે India 5 ટ્રિલિયન ડૉલરનુ અર્થતંત્ર બનશે

નેટવર્ક 18 સાથે વાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) ભારતીય અર્થવ્યવસ્થાને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા.

નેટવર્ક-18 સાથે વાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) ભારતીય અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા.

    નાણામંત્રી નિર્મલા સીતારમણે નેટવર્ક-18 સાથે વાત કરતા ભારતીય અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા તમામ મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે બજેટ કયા હેતુ માટે તૈયાર કરવામાં આવ્યું હતું અને તે ભારતને ક્યાં પહોંચતા જોવા માંગે છે. તેમણે ભારતીય અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા લઇ તેમનું વિઝન પણ આગળ ધપાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022-23નું બજેટ રજૂ કર્યા બાદ પ્રથમવાર ખાનગી ટીવી સાથે વાત કરી રહ્યા હતા.

    સવાલ એ હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2024-25 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી હતી (આ જાહેરાત કોરોનાકાળ શરૂ થયા પહેલા કરવામાં આવી હતી). આ અંગે તમારું (નાણામંત્રીનું) શું મૂલ્યાંકન છે કે આપણે આ સ્તર ક્યારે હાંસલ કરી શકીશું?

    7-8 વર્ષની તુલનામાં ઘણું સારું

    તેના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અલબત્ત રોગચાળાએ અમને થોડા નીચેની તરફ ખેંચ્યા છે. પરંતુ જો આપણે આજથી 7-8 વર્ષ પહેલાની સરખામણી કરીએ તો ભારત ઘણી સારી સ્થિતિમાં છે. તે સમયે આપણો જીપીડી, એફડીઆઈ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ અને આપણું રોકાણનું સ્તર ખાસ નહોતું. આ બધા વિશે વાત કરીએ તો આપણે અત્યારે 7-8 વર્ષ પહેલા કરતા 2.5 ગણા સારા છીએ. અને તે પણ કોરોના મહામારીમાંથી બહાર આવ્યા પછી.

    તેમણે વધુમાં કહ્યું કે, આજે આપણે 2.3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા છીએ. તેથી અહીંથી... જો તમે કોઈપણ અવરોધ વિના અનુમાનિત નીતિઓ સાથે આગળ વધવાનું ચાલુ રાખશો અને અર્થતંત્રને સંદેશ મોકલો કે તમે પોલિસી અને ટેક્સ વગેરેમાં વધુ પડતી છેડછાડ કરવાના નથી અથવા બધું સ્થિર થઈ જશે તો ખાતરી કરો તે ધ્યેય સપધી પહોંચી શકાય છે. નાણામંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે તેઓ ઈચ્છે છે કે અમે આ સમયમર્યાદા (2024-25) સુધીમાં લક્ષ્ય (5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા) હાંસલ કરીએ, પરંતુ કોરોના મહામારીની અસરને નકારી શકાય નહીં.

    આ પણ વાંચો- Budget 2022 બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણનું Exclusive Interview રાહુલ જોશી સાથે, જુઓ Live

    CEAએ કહ્યું હતું કે 2026 સુધીમાં લક્ષ્ય સુધી પહોંચી જશે

    જણાવી દઈએ કે ગઈકાલે બજેટ રજૂ થયા બાદ દેશના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) ડૉ. વી અનંત નાગેશ્વરને આશા વ્યક્ત કરી હતી કે જો 8 થી 9 ટકાનો વિકાસ દર સતત ચાલુ રહેશે તો ભારત નાણાકીય વર્ષ 2025 -26 (FY26) સુધીમાં અથવા તેના આગામી નાણાકીય વર્ષમાં 5 હજાર બિલિયન એટલે કે 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવી શકે છે. નોંધનીય છે કે બજેટના માત્ર 3 દિવસ પહેલા કેન્દ્ર સરકારે ડૉ. વી અનંત નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Budget 2022, Finance minister nirmala sitharaman, Nirmala Sitaraman

    આગામી સમાચાર