Home /News /national-international /Exclusive Interview: ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીમાં BJPને 350થી વધુ સીટો મળશે: યોગી આદિત્યનાથ

Exclusive Interview: ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીમાં BJPને 350થી વધુ સીટો મળશે: યોગી આદિત્યનાથ

PTI Photo

National News: ઉત્તર પ્રદેશનાં CM યોગી આદિત્ય નાથનું કહેવું છે કે હાલ અમારી સામે એવો કોઈ ચિંતાનો વિષય નથી. મને વિશ્વાસ છે કે લોકો જીન્ના ભારતના વડાપ્રધાન હોવા જોઈતા હતા તેવું માનનાર વ્યક્તિ પર વિશ્વાસ મુકશે નહી.

  હાલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી (Uttar Pradesh elections) નો માહોલ જામ્યો છે. ત્યારે News18.com સાથેની ખાસ વાતચીતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) દ્વારા દાવો કરાયો છે કે આગામી ચૂંટણીમાં બીજેપી 350 થી વધુ સીટો પર જીત મેળવશે. સાથે જ તે જણાવે છે કે સરકાર દ્વારા જે પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે તેને જોતા આ ચૂંટણીમાં તે કોઈને પણ તેમને ચેલેન્જ કરી શકે તેમ નથી. આવો જોઈએ ખાસ વાતચીતમાં યોગી આદિત્યનાથે યૂપીમાં ચૂંટણીને લઈને શું વાત કરી.

  ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીમાં ભાજપ સામે કેવો પડકાર છે? તમે પાર્ટી માટે 300+ સીટોનો દાવો કરી રહ્યાં છો, આ વિશ્વાસ પાછળ શું કારણ છે?

  એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે 403 સીટોમાંથી બીજેપી 350થી વધુ સીટો કબ્જે કરશે. 2017માં લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં સરકાર દ્વારા જે વાયદા કરવામાં આવ્યા હતા તે તમામ પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્યના 24 કરોડ લોકોના કલ્યાણના કામો સરકાર તરફથી કરવામાં આવ્યા છે. અમારા દ્વારા કરવામાં આવેલા કામો અને જનકલ્યાણ અમને જીતનો વિશ્વાસ અપાવે છે.

  તમારી દ્રષ્ટિએ તમારી માટે સૌથી મોટો પડકાર કોણ છે? SP, BSP અથવા કોંગ્રેસ? SP અનુસાર તે મોટી ટક્કર આપશે...

  અમે કોઈને ચેલેન્જ કે પડકાર તરીકે નથી જોતા.

  તમારું સૌથી મોટો મતદાન આધાર શું છે? વિકાસ, કાયદો અને વ્યવસ્થા કે પછી રોકાણો? શું તમને લાગે છે કે હવે ઉત્તર પ્રદેશની છબીમાં કોઈ સુધારો થયો છે?

  2017થી જ અમે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આને કારણે દેશ અને વિદેશમાં અમારા માટેની ધારણાઓમાં હવે બદલાવ આવ્યા છે. હવે રાજ્યમાં જે પ્રકારના કાયદો અને વ્યવસ્થા જોવા મળી રહ્યા છે તેને લઈને રોકાણકારો અને ઉદ્યોગો પણ અહીં આવવા માટે પ્રેરાયા છે. સ્થિતીમાં સુધાર આવવાને કારણે સેમસંગ, રિલાયન્સ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ પણ હવે અહીં આવી રહી છે.

  અખિલેશ યાદલ દ્વારા તમારા બુલ્ડોઝરના ઉપયોગની રીત પર સવાલ ઉઠાવ્યા છે અને તમારી પર અંગત પ્રહાર પણ કર્યા છે.

  અમે ભ્રષ્ટાચારીઓ, ગુનેગારો અને ગુંડાઓ સામે બુલડોઝરનો ઉપયોગ કર્યો છે. જો અખિલેશ યાદવને બુલડોઝરની સમસ્યા છે, તો તે વર્ષોથી ગરીબોને હેરાન કરી રહેલા ગુનેગારો અને ગુંડાઓ પ્રત્યે તેમની રુચિ અને સહાનુભૂતિ દર્શાવે છે. આ પહેલાની સરકારનો ધ્યેય માત્ર ખુરશી બચાવવાનો હતો જેને કારણે અસામાજીક તત્વો ફૂલ્યાફાલ્યા હતા અને રાજ્યમાં સારું રોકાણ કરવામાં આવ્યું નહતું. જો કે અમે આ પરિસ્થિતીને સંપૂર્ણ બદલી નાંખી છે અને કડક પગલા લીધા છે.

  અખિલેશ યાદવ દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તમારી સરકારે કોઈ નવી યોજનાઓ બહાર નથી પાડી પણ અગાઉની સરકારી યોજનાઓ જ આગળ ધપાવી છે....

  ચૂંટણીના બે મહિના પહેલા પ્રોજેક્ટ માટે ટોકન રકમ મંજૂર કરવી અને ટેન્ડરને મંજૂર ન કરવું અને પ્રોજેક્ટને અધવચ્ચે છોડી દેવાથી તેમના મુદ્દા પર કોઈ દાવો યોગ્ય નથી. અમે પ્રોજેક્ટ્સનું પુનઃ મૂલ્યાંકન કર્યું છે, નવા ટેન્ડર દ્વારા ખર્ચમાં ઘટાડો કર્યો છે અને સમયની અંદર તેને અમલમાં મૂક્યો છે. અમે રાજ્યમાં સર્વાંગી વિકાસ કર્યો છે. આ અગાઉ પ્રદેશમાં નબળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. અમે 1,321 કિમીના ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવે નેટવર્કનું નિર્માણ કર્યું છે.  આ પહેલાની સરકારના કબ્રિસ્તાનની ચાર દિવાલો અને તુષ્ટિકરણની રાજનીતિ વિશે વારંવાર ઉલ્લેખ કરવામાં આવતા તેને હિન્દૂ-મુસ્લિમ એંગલ આપવામાં આવે છે. શું તમને લાગે છે કે ચૂંટણીનું ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે.

  ચોક્કસથી ચૂંટણીનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે, પણ આ ઘ્રુવીકરણ વિકાસ, સ્થિર કાયદો અને વ્યવસ્થા તથા મહિલાઓની સુરક્ષા તરફ કરવામાં આવી રહ્યું છે. કેમ કે અમે રાજ્યના વિકાસ માટે પ્રતિબધ્ધ છીએ.

  મુખ્તાર અંસારી જેવા કથિત માફિયા નામો અને આઝમ ખાન જેવા નેતાઓ સામે તમારી સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીએ ઘણી ચર્ચા વહોરી છે. આગળ તમારા શું વિચાર છે?

  અમે માફિયાઓને અમારી સાથે રાખતા નથી, અમે તેમની સામે કાર્યવાહી કરીએ છીએ. અમારો વિચાર જમીનના કાયદા અને કાયદાના શાસનને જાળવી રાખવાનો છે. અમારી સરકાર માફિયાઓ દ્વારા જપ્ત કરવામાં આવેલી જમીન પર સરકાર દ્વારા ગરીબો અને દલિતો માટે મકાન બનાવશે. 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના નવા ઉત્તર પ્રદેશમાં માફિયાઓ, ગુનેગારો અને અન્ય અસામાજિક તત્વોને આશ્રય આપનારાઓ માટે કોઈ સ્થાન નથી.  પ્રિયંકા ગાંધી વાડ્રા રાજ્યની વારંવાર મુલાકાત લઈ રહ્યાં છે, સાથે જ લખીમપુર ખેરી જેવી ઘટનાઓ બાબતે સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. શું તે પડકાર છે?

  બધા જાણે છી કે 4.5 વર્ષ પહેલા કોંગ્રેસ સાથે કોણે ગઠબંધન કર્યું હતું. કોવિડ-19 દરમિયાન પ્રિયંકા ગાંધીને ક્યારેય યુપીની મુલાકાત કરી નથી અને હવે ચૂંટણી ટાણે પ્રવાસ કરવાથી તેમને કોઈ ફાયદો થશે નહી. હવે રાજનીતિ રમવા વિપક્ષ જિન્નાહ અને ધ્રુવીકરણના મુદ્દા ઉઠાવશે.

  લખીમપુર ઘટના પછી તમામ લોકો પર્શ્ન ઉઠાવી રહ્યાં છે કે શું સરકાર કેન્દ્રીય મંત્રીના પુત્રનો બચાવ કરી રહી છે.

  અમે કોઈનો પણ બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં નથી. આ એક અનિચ્છનીય ઘટના હતી. જો કે અમે 24 કલાકમાં તેનું સમાધાન મેળવ્યું હતું સાથે તે વિશે જરૂરી પગલા પણ લીધા છે.

  તમારા પૂર્વ પાર્ટનર ઓમ પ્રકાશ રાજભરે SP સાથે હાથ મિલાવ્યા છે. પૂર્વાંચલ છેલ્લી ત્રણ ચૂંટણીઓથી ભાજપનો ગઢ રહ્યો છે.. હાલ કોઈ ચિંતાનો વિષય છે?

  હાલ અમારી સામે એવો કોઈ ચિંતાનો વિષય નથી. મને વિશ્વાસ છે કે લોકો જીન્ના ભારતના વડાપ્રધાન હોવા જોઈતા હતા તેવું માનનાર વ્યક્તિ પર વિશ્વાસ મુકશે નહી. અમારી સરકાર દ્વારા રાજ્યમાં ઘણા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. સાથે જ યુવાનો માટે રોજગારીની તકો પણ ઉભી કરી છે. માટે હાલ અમને ચિંતા કે ભયનો કોઈ માહોલ નથી દેખાતો.

  યુપીમાં લોકોને રસી આપવાની સંખ્યા ખૂબ સારી છે જો કે હજી પણ તમામ લોકોને વેક્સિનેટેડ કરવા માટે ખૂબ સમય લાગશે. એસપી તરફથી તમારા પર મહામારી દરમિયાન અવ્યવસ્થા સર્જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

  અમારી સરકારના પ્રયાસોથી ઉત્તર પ્રદેશ કોવિડ-19 મેનેજમેન્ટ માટે વૈશ્વિક પ્રશંસા મેળવી રહ્યું છે. રસીકરણના સંદર્ભમાં, ઉત્તર પ્રદેશ ભારતમાં ટોચના સ્થાને છે. અમે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં 100% પાત્ર લાભાર્થીઓને કોવિડ-19 રસીના પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેને હાંસલ કરવા માટે, દરરોજ 15 થી 20 લાખ ડોઝ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં રાત્રીના 10 વાગ્યા સુધી રસીકરણની કામગીરી ચાલુ રહેશે. લક્ષ્ય હાંસલ કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે રવિવારે પણ લોકોને રસી આપીએ છીએ. આ સાથે જ અન્ય પાર્ટી અને તેના લોકો તરફથી જે આરોપ મુકવામાં આવી રહ્યાં છેતે તદ્દન ખોટા છે.

  નવા કોવિડ વેરિઅન્ટ ઓમિક્રોન વિશે શું કહેશો?

  અમે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તૈયાર છીએ.

  શું આ ચૂંટણીઓમાં મફત રસીકરણ યોજના અને મફત રાશન યોજના તમારા ટ્રમ્પ કાર્ડ છે?

  આ બન્ને યોજનાઓ ટ્રંપ કાર્ડ અથવા ઈલેક્શન યોજનાઓ નથી. આ અમારી સરકાર તરફથી ગરીબોની સહાય માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. ભાજપનો એજન્ડા વિકાસનો, કલ્યાણ અને પ્રગતિનો એજન્ડા છે.

  નયા ઉત્તર પ્રદેશ શું છે?

  વ્યવસાય કરવાની સરળતાને સુનિશ્ચિત કરવામાં રાજ્ય દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે નયા ઉત્તર પ્રદેશ શું છે. છેલ્લા 4.5 વર્ષમાં 12 સ્થાનનો ઉછાળા સાથે હાલ રાજ્ય બીજા સ્થાને છે અને સતત આગળ વધી રહ્યું છે. યૂપીના વિકાસ માટે કરવામાં આવી રહેલા કામો નયા યૂપીનો ચહેરો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: CM Yogi Adityanath, Uttar Pradesh elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन