Home /News /national-international /Exclusive: ચાઈનીઝ એપ પર ભારત સરકારની મોટી કાર્યવાહી, 138 સટ્ટાબાજ અને 94 લોન એપ પર પ્રતિબંધ લગાવ્યો

Exclusive: ચાઈનીઝ એપ પર ભારત સરકારની મોટી કાર્યવાહી, 138 સટ્ટાબાજ અને 94 લોન એપ પર પ્રતિબંધ લગાવ્યો

સરકારની મોટી એક્શન

તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે, સર્વર સાઈડ સિક્યોરિટીનો દુરુપયોગ કરીને આ એપ્સને જાસૂસી ઉપકરણોમાં બદલવાની ક્ષમતા છે. કારણ કે આ એપ્સની પાસે ભારતીયોના મહત્વના ડેટા સુધી પહોંચ છે.

નવી દિલ્હી: ચીની લિંકવાળી સટ્ટાબાજ અને લોન આપનારી એપ્સ વિરુદ્ધ એક મોટી એક્શન લેતા કેન્દ્ર સરકારે 138 સટ્ટાબાજ એપ્લ અને 94 લોન આપનારી એપ્સને તાત્કાલિક બેન અને બ્લોક કરવાનું શરુ કરી દીધું છે. ન્યૂઝ 18ને મળેલી જાણકારીને સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે આ અઠવાડીયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવા એપ્સને બ્લોક કરવાનો નિર્દેશ મળ્યો. સૂત્રોએ આ પણ પુષ્ટિ કરી કે, મંત્રાલયે આ એપ્સને બ્લોક કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.

આ પણ વાંચો: મોટા સમાચાર: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છ મહિના પહેલા 28 ચીની લોન આપતી એપની તપાસ શરુ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આવા 94 એપ ઈ સ્ટોર પર આવેલા છે અને કોઈ અન્ય ત્રીજા પક્ષ સાથે લિંક દ્વારા કામ કરી રહ્યા છે. સૂત્રોએ ન્યૂઝ 18ને જણાવ્યું છે કે, મોટા પાયે લોનમાં લોકોને ફસાવવા માટે જાળ પાથરીને આ એપ્સ જાસૂસી અને પ્રોપેગેન્ડાના હથિયાર તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત ભારતીય નાગરિકોના ડેટાની સુરક્ષાને ખતરો પણ હોય શકે છે. સૂત્રોએ કહ્યું કે, તેલંગણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો સાથે સાથે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું હતું.

એપ્સને જાસૂસી ઉપકરણમાં બદલવાની ક્ષમતા


તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે, સર્વર સાઈડ સિક્યોરિટીનો દુરુપયોગ કરીને આ એપ્સને જાસૂસી ઉપકરણોમાં બદલવાની ક્ષમતા છે. કારણ કે આ એપ્સની પાસે ભારતીયોના મહત્વના ડેટા સુધી પહોંચ છે. આવા ડેટા સુધી પહોંચવાનો ઉપયોગ મોટા પાયે દેખરેખ માટે થાય છે. બેન કરવામાં આવેલા લગભગ તમામ એપ ચીની નાગરિકોએ તૈયાર કર્યા હતા. જેમણે ભારતીયોને કામ પર રાખ્યા અને તેમને કામકાજને જવાબદારી સોંપી. લોકોને લોન આપવા માટે લલચાવ્યા બાદ તેમને વાર્ષિક વ્યાજ 3,000 ટકા વધારી દીધું. જ્યેર લોન લો દૂર વ્યાજ ચુકાવવામાં નાકામ રહ્યા તો, આ એપ્સે લોકોને પરેશાન કરવાનું શરુ કર્યું.


તેમાંથી કેટલાય એપ્લ હવે સ્માર્ટફોન પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ નથી. પણ સૂત્રોનું કહેવું છે કે, સટ્ટાબાજ આ એપ અને ગેમ સ્વતંત્ર લિંક અથવા વેબસાઈટ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. ત્યાં સુધી કે, સીધા ઓનલાઈન અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેને રમી શકાય છે. તેમાંથી અમુક તો ચુકવણી માટે ક્રિપ્ટોકરન્સી પણ કબૂલ કરે છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાયઝરીમાં કહેવાયું છે કે, દેશના મોટા ભાગના હિસ્સામાં સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે. એટલા માટે આ સટ્ટાબાજી પ્લેટફોર્મની સાથે સાથે તેમને સરોગેટ્સની જાહેરાત પણ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019, કેબલ ટીવી નેટવર્ક વિનિયન અધિનિયમ 1995 અને આઈટી નિયમ 2021 અંતર્ગત ગેરકાયદેસર છે.
First published:

Tags: Chinese Apps

विज्ञापन