Exclusive: ક્રાઈમની દુનિયામાં કઈ રીતે આવી અનુરાધા? લેડી ડોને જણાવ્યું કારણ
લેડી ડોન અનુરાધા ચૌધરીએ ક્રાઈમમાં આવવા પાછળનું કારણ જણાવ્યું. (ન્યૂઝ18)
હરિયાણાના સોનીપત જિલ્લામાં જઠેડી ગામની રહેવાસી લેડી ડોન અનુરાધા ચૌધરીએ કહ્યું કે તેને પોતાના પરિવારના બચાવ માટે કોઈ જ રસ્તો ન દેખાયો એટલે તેણે મજબૂરીમાં ક્રાઈમની દુનિયામાં પગ મૂક્યો હતો. હાલ તેને ગુનાની દુનિયા સાથે કોઈ જ લેવાદેવા નથી અને તેણે તેનું સંપૂર્ણ ધ્યાન કાયદાના અભ્યાસમાં લગાવી દીધું છે.
જયપુરઃ હરિયાણાના સોનીપત જિલ્લામાં જઠેડી ગામની રહેવાસી લેડી ડોન અનુરાધા ચૌધરીએ કહ્યું કે તેને પોતાના પરિવારના બચાવ માટે કોઈ જ રસ્તો ન દેખાયો એટલે તેણે મજબૂરીમાં ક્રાઈમની દુનિયામાં પગ મૂક્યો હતો. હાલ તેને ગુનાની દુનિયા સાથે કોઈ જ લેવાદેવા નથી અને તેણે તેનું સંપૂર્ણ ધ્યાન કાયદાના અભ્યાસમાં લગાવી દીધું છે. અનુરાધાને ક્રાઈમ વર્લ્ડમાં એક સમયે રાજસ્થાનના ચર્ચિત ગેંગસ્ટર આનંદપાલની નજીકની ગણવામાં આવતી હતી. એમ પણ કહેવામાં આવે છે કે ગેંગસ્ટર કાલા જઠેડી ઉર્ફે સંદીપની પત્ની અનુરાધા ચૌધરી ખૂબ જ ભણેલી ગણેલી છે.
અનુરાધા ચૌધરીએ ન્યૂઝ18ને કહ્યું કે ગન કલ્ચર ખૂબ જ ખતરનાક છે અને તેનું પરિણામ લોકોની સામે છે. તેમણે આરોપ લગાવ્યો કે જેલોમાં ઘણો ભ્રષ્ટાચાર છે. ગુનાની દુનિયામાં અનુરાધાને લેડી ડોન મેડમ મિંઝ તરીકે ઓળખવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે તે AK-47 નો ઉપયોગ પણ જાણે છે. અનુરાધાએ કેમેરા સામે સ્પષ્ટપણે કહ્યું કે તેને લોરેન્સ કે અન્ય કોઈ ગેંગની મદદની જરૂર નથી. તેણીએ ફરી એકવાર કહ્યું કે જો તેના પરિવાર અને મિત્રો પર કોઈ મુશ્કેલી આવશે, તો તે ફરી એકવાર પાછળ નહીં હટે. અનુરાધાએ કહ્યું કે દરેકને સ્વરક્ષણનો અધિકાર છે.
અનુરાધા ચૌધરીએ કહ્યું કે પોલીસે તેને એટલી હેરાન કરી કે તેણે મજબૂરીમાં ગુનાનો આશરો લીધો. કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. લેડી ડોને કહ્યું કે જ્યારે તેનો જીવ જોખમમાં છે તો પછી કોઈનો ડર કેમ? અનુરાધાએ કહ્યું કે તેણે મદદ માટે દરેકના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ કોઈએ તેની તરફ ધ્યાન આપ્યું ન હતું. તેણે સ્પષ્ટ કહ્યું કે રાજુ થેહતની હત્યામાં તેની કોઈ ભૂમિકા નથી. તે હવે કોઈ ગેંગ ચલાવી રહી નથી પરંતુ તેનો પરિવાર ચલાવી રહી છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર