Exclusive: શ્રમિકોને ઘરે પહોંચાડવા ટ્રેન દોડાવા અંગે વિચાર કરી રહી છે સરકાર, રેલવે પાસે માંગ્યો પ્લાન

સરકારે રેલવેને વહેલી તકે પોઇન્ટ ટૂ પોઇન્ટ એટલે કે નોનસ્ટોપ ટ્રેન દોડાવવા માટે એક યોજના બનાવીને આપવા માટે કહ્યું છે

સરકારે રેલવેને વહેલી તકે પોઇન્ટ ટૂ પોઇન્ટ એટલે કે નોનસ્ટોપ ટ્રેન દોડાવવા માટે એક યોજના બનાવીને આપવા માટે કહ્યું છે

  • Share this:
    મનોજ ગુપ્તા, નવી દિલ્હીઃ લૉકડાઉન (Lockdown) ના કારણે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર ટ્રેન સેવા શરૂ કરવાનું વિચારી રહી છે. News18ને મળેલી એક્સકલૂસિવ જાણકારી મુજબ, સરકારે રેલવેને વહેલી તકે પોઇન્ટ ટૂ પોઇન્ટ એટલે કે નોનસ્ટોપ ટ્રેન દોડાવવા માટે એક યોજના બનાવીને આપવા માટે કહ્યું છે. રાજ્યો તેને લઈને સહજ નથી પરંતુ ભારત સરકાર તેને વધુ સરળ માને છે. મળતી જાણકારી મુજબ, જો પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની યોજના પર મંજૂરી મળે છે તો એક પોઇન્ટથી બીજા પોઇન્ટ સુધી ટ્રેન દોડશે. તેમને તાત્કાલિક કૉરન્ટિન કરવામાં આવશે. સાથોસાથ ટ્રેનમાં વધારાની તકેદારી પણ રાખવામાં આવશે.

    કેન્દ્ર સરકારે બુધવારે નવા દિશાનિર્દેશ જાહેર કરી રાજ્યોને ફસાયેલા સ્ટુડન્ટ્સ, પ્રવાસી શ્રમિકો, પર્યટકો અને તીર્થયાત્રીઓને તેમના ગૃહ રાજ્ય કે ગંતવ્ય સુધી પહોંચાડવા માટે દિશાનિર્દેશોનું કડકાઈથી પાલ કરતી લઈ જવાની મંજૂરી આપી હતી. આ દિશાનિર્દેશ ફસાયેલા લોકોની અવર-જવર દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને રોકવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, લૉકડાઉન 2.0 પૂર્ણતાના આરેઃ જાણો કોરોના મામલે ક્યાં ઊભું છે ભારત

    ગૃહ મંત્રાલયે આપ્યા હતા આ આદેશ

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે તેમણે દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી છે અને જાણ્યું છે કે લૉકડાઉનના કારણે અત્યાર સુધી ખૂબ ફાયદા થયા છે અને 4 મેથી અનેક જિલ્લાઓમાં પૂરતી રાહત આપવા માટે નવા દિશાનિર્દેશ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

    કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક આદેશમાં કહ્યું કે, આવા ફેસાયેલા લોકોના સમૂહને લઈ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવશે અને આ વાહનોને સેનેટાઇઝ કરવામાં આવશે તથા સીટો પર બેસતી વખતે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડશે.

    ગૃહ મંત્રાલયે એવું સ્પષ્ટ નથી કર્યું કે શું કોઈ વ્યક્તિ કે પરિવારને ખાનગી વાહનમાં જવાની મંજૂરી મળશે અને જો મંજૂરી મળી શકશે તો તેના માટે શું શરતો હશે.

    તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવાના આદેશમાં ભલ્લાએ કહ્યું કે, લૉકડાઉનના કારણે પ્રવાસી શ્રમિકો, તીર્થયાત્રી, પર્યટકો, સ્ટુડન્ટ્સ અને અન્ય લોકો વિભિન્ન સ્થળો પર ફસાયેલા છે. તેમને જવાની મંજૂરી આપવામાં આવશે.

    આ પણ વાંચો, કોરોનાના કહેર વચ્ચે કતરમાં વસતાં ગુજરાતીઓ કરી રહ્યા છે એક બીજાની મદદ
    Published by:Mrunal Bhojak
    First published: