Home /News /national-international /અંજલિ કારની નીચે ફસાઈ ગઈ, તે ચીસો પાડી રહી હતી, પણ...', સહેલીએ જણાવી દર્દનાક ક્ષણની કહાણી

અંજલિ કારની નીચે ફસાઈ ગઈ, તે ચીસો પાડી રહી હતી, પણ...', સહેલીએ જણાવી દર્દનાક ક્ષણની કહાણી

અંજલિ કારની નીચે ફસાઈ ગઈ, તે ચીસો પાડી રહી હતી, પણ...

Kanjhawala Girl Death: પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી અંજલિ તેના પરિવારમાં એકમાત્ર કમાઉ સભ્ય હતી. 31 ડિસેમ્બરની રાત્રે તેની સ્કૂટી કાર સાથે અથડાઈ અને તે કારની નીચે ફસાઈ ગઈ હતી. તેણીને લગભગ 12 કિલોમીટર સુધી ખેંચવામાં આવી હતી અને કાંઝાવાલામાં એક રસ્તા પર નગ્ન અવસ્થામાં મળી આવી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: કાંઝાવાલા ઘટનામાં, પીડિતાની મિત્ર નિધિ, જે ઘટના સમયે તેની સાથે સ્કૂટી પર હાજર હતી, તેણે મંગળવારે આ ઘટનાને લગતા ઘણા મહત્વપૂર્ણ ખુલાસા કર્યા અને કહ્યું કે, આ ઘટના લગભગ રાત્રે 2 વાગ્યે બની હતી. નિધિએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું કે, 'મૃતક અંજલિનો તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો અને પછી તેણે તેને ત્યાંથી જવાનું કહ્યું હતું. તેણીએ કહ્યું કે, તે સ્કૂટી ચલાવશે, પરંતુ તે નશામાં હતી, તેણે ડ્રાઇવિંગનો આગ્રહ કર્યો. પહેલા અમે એક ટ્રક સાથે અથડાતા અથડાતા બચ્યા, બ્રેક લગાવીને બચી ગયા.

આ પણ વાંચો: ગ્રેટર નોઈડામાં પણ દિલ્હી જેવી ઘટના, કાર સવારે 3 વિદ્યાર્થીઓને કચડ્યા, એક વિદ્યાર્થી કોમામાં

નિધિએ કહ્યું કે, 'અંજલિએ તો પણ મને સ્કૂટી ચલાવવા ન આપી અને મારી સાથે ઝપાઝપી કર્યા બાદ ફરીથી સ્કૂટી ચલાવવા લાગી હતી. તે કારમાં ફસાઈ ગઈ હતી. તેણીએ બૂમો પણ પાડી કે, મને બચાવો, મને બચાવો… તેમ છતાં તેઓએ કાર ન રોકી. તેઓ જાણતા હતા કે, યુવતી વાહનની નીચે ફસાઈ ગઈ છે, પરંતુ તેમ છતાં તેઓએ વાહન રોક્યું ન હતું. પીડિતાની મિત્રએ વધુમાં જણાવ્યું હતું કે, તે છોકરાઓ મને અને અંજલીને ઓળખતા ન હતા. કારના કાચ કાળા હતા. હું કંઈ સમજી શકી નહીં. રાતના બે વાગ્યાની આ વાત છે. તે મારા ઘરે આવી ગયા હતા.
" isDesktop="true" id="1312830" >

પીડિતા નગ્ન હાલતમાં મળી આવી

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી તેના પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર હતી. 31 ડિસેમ્બરની રાત્રે તેની સ્કૂટી કાર સાથે અથડાઈ અને તે કારની નીચે ફસાઈ ગઈ હતી. તેણીને લગભગ 12 કિલોમીટર સુધી ખેંચવામાં આવી હતી અને કાંઝાવાલામાં એક રસ્તા પર નગ્ન અવસ્થામાં મળી આવી હતી. સુલતાનપુરીની રહેવાસી મહિલા એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં 'પાર્ટ ટાઈમ' કામ કરતી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે તે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કામ પર ગઈ હતી.

આ પણ વાંચો: Video: સુલ્તાનપુરી રોડ અકસ્માતનો રુંવાડા ઉભા કરી દેતો CCTV વીડિયો આવ્યો સામે

કારમાં કથિત રીતે મુસાફરી કરી રહેલા પાંચ લોકો સામે સોમવારે હત્યા નહીં પણ દોષિત માનવહત્યા સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, પોલીસ પર પણ આ કેસમાં 'તપાસમાં ઢીલ' કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પાંચેય આરોપીઓને સોમવારે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
First published:

Tags: Car accident, Delhi Crime, Road Accidents

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો