Exclusive: 3 મે બાદ લોકડાઉન વધારવાના મૂડમાં નથી કેન્દ્ર, તૈયાર કર્યો એક્ઝિટ પ્લાન!

Exclusive: 3 મે બાદ લોકડાઉન વધારવાના મૂડમાં નથી કેન્દ્ર, તૈયાર કર્યો એક્ઝિટ પ્લાન!
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉન ખતમ થયા બાદનો પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લોકો માટે રોજની લાઈફસ્ટાઈલનો એક ભાગ રહેશે.

  • Share this:
    નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. કરોનાના પ્રસારને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનને 3 મે સુધી કર્યું છે. સોમવારે કેટલીક શરતો સાથે છૂટ પણ આપવામાં આવી છે. આ બધા વચ્ચે સરકારી સૂત્રોનું માનીએ તો, કેન્દ્ર સરકાર 3 મે બાદ લોકડાઉન આગળ વધારવાના મૂડમાં નથી. તો, લોકડાઉન ખતમ થયા બાદનો પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

    News18ને મળેલી એક્સલૂસિવ જાણકારી અનુસાર, 3 મે બાદ લોકડાઉનને ધીરે-ધીરે હટાવી લેવામાં આવશે અને કેટલીક શરતો સાથે વધારે છૂટ આપવામાં આવશે. જોકે, રેડ અને ઓરેન્જ જોનવાળા વિસ્તારોને હાલમાં છૂટ નહીં મળે. કોરોનાના કેસ ઓછા થવાની સાથે સાથે-સાથે કેટલીક છૂટનો વિસ્તાર વધારવામાં આવશે.



    News18ના સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, સરકારે લોકડાઉન બાદ માટે આ પ્લાન તૈયાર કર્યો છે.

    - 3 મે બાદ પણ ટ્રેન, પ્લેનથી મુસાફરી હજુ મુશ્કેલ છે. તેની પર હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

    - ગ્રીન જોન વાળા વિસ્તારમાં માત્ર શહેરની અંદર જ અવર-જવરની મંજૂરી મળશે.

    - સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લોકો માટે રોજની લાઈફસ્ટાઈલનો એક ભાગ રહેશે. આ લાંબા સમય સુધી ફરજિયાત રહી શકે છે.

    - ઘરેથી નીકળવાની છૂટ મળી શકે છે, પરંતુ માસ્ક પહેરવું પડશે અને એક બીજા સાથે અંતર રાખવું પડશે.

    - ઓફિસોમાં પણ એક-બીજા સાથે અંતર રાખીને કામ કરવાની છૂટ મળી શકશે.

    - કોઈ પણ જગ્યાએ ભીડમાં ભેગું થવા પર પાબંધી રહેશે.

    - લગ્ન, સમારોહ, ધાર્મિક સ્થાનો જેવી જગ્યાઓને લઈ હાલમાં રાહત મળી શકે છે. લગ્નમાં કેટલા મહેમાન આવશે, તે માટે તમારે કલેક્ટરની મંજૂરી લેવી પડશે.

    - 3 મે બાદ ઉપયોગી દુકાનો પણ કેટલીક શરતો સાથે રાહત આપવામાં આવી શકે છે.

    - લોકડાઉન ખતમ થયા બાદ પણ મુંબઈ, દિલ્હી, નોએડા, ઈન્દોર જેવા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે. અહીં લોકડાઉનના કેટલાક નિયમોનું પાલન થશે.

    - સૂત્રોનું કહેવું છે કે, 15 મે બાદ જ દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
    Published by:News18 Gujarati
    First published:April 21, 2020, 16:26 pm

    ટૉપ ન્યૂઝ