Home /News /national-international /Exclusive: ભારત-પાકિસ્તાન મેચ પછી બ્રિટનમાં કેવી રીતે સાંપ્રદાયિકતા વધી, જાણો ઇનસાઇડ સ્ટોરી

Exclusive: ભારત-પાકિસ્તાન મેચ પછી બ્રિટનમાં કેવી રીતે સાંપ્રદાયિકતા વધી, જાણો ઇનસાઇડ સ્ટોરી

બ્રિટન પોલીસે સાંપ્રદાયિક હિંસા મામલે 15ની ધરપકડ કરી.

Exclusive: બ્રિટનના લિસેસ્ટરમાં સાંપ્રદાયિક હિંસા મામલે પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે. આ મામલે ભારત-પાકિસ્તાનની મેચના પરિણામ બાદ હિંસા ફાટી નીકળી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે હિંસક મારામારી અને હુમલામાં પાકિસ્તાનની મુખ્ય જાસૂસી એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ એટલે કે ISI અને પાકિસ્તાન વાણિજ્ય ઉચ્ચાયોગની ભૂમિકા શંકાસ્પદ સેવાઇ રહી છે.

વધુ જુઓ ...
    લંડનઃ બ્રિટનના લિસેસ્ટરમાં સાંપ્રદાયિક હિંસા મામલે પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે. આ મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચના પરિણામ બાદ હિંસાની શરૂઆત થઈ હતી. લિસેસ્સટશાયર પોલીસ અનુસાર, રવિવારે પૂર્વ લિસેસ્ટરમાં યુવકોના એક સમૂહે આયોજન વગર જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. ત્યારે પોલીસે તેમના ટ્વીટર અપડેટમાં કહ્યુ હતુ કે, રવિવારે 18મી સપ્ટેમ્બરે પૂર્વ લિસેસ્ટરમાં અવ્યવસ્થા રોકવવા માટે પોલીસે અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનને ઘોડેસવાર પોલીસ સહિત કેટલાક પાડોશી પોલીસ દળોએ સંસાધનો સહિત સમર્થન આપ્યું હતું.

    હિંદુ-મુસ્લિમ વચ્ચે હિંસા ફાટી નીકળી


    તો બીજી તરફ, ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, લિસેસ્ટરમાં પાકિસ્તાની સંગઠનોએ તોડફોર કરી અને હિંદુઓને આતંકિત કરવા મામલે સોશિયલ મીડિયામાં જુદા-જુદા વીડિયો અને રિપોર્ટ આવ્યાં બાદ સામે આવી છે. ન્યૂઝ18ને હિંદુ-મુસ્લિમ વચ્ચે થયેલી હિંસા મામલે ઇનસાઇડ સ્ટોરી મળી છે. જેમાં અંદરની જાણકારી અનુસાર, આ હિંસક મારામારી અને હુમલા પાછળ પાકિસ્તાનની મુખ્ય જાસૂસી સંસ્થા ISI અને પાકિસ્તાન વાણિજ્ય ઉચ્ચાયોગની ભૂમિકા શંકાસ્પદ છે.

    આ પણ વાંચોઃ માતા પિતાએ અપીલ કરતા બે આતંકવાદીએ હિંસા છોડી

    મુસ્લિમ રેસ્ટોરાંએ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યુ હતુ


    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 28 ઓગસ્ટે આ હિંસાની શરૂઆત થઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, મુસ્લિમ રેસ્ટોરાંએ ભારત અને પાકિસ્તાનના પહેલા એશિયા કપ મેચના પરિણામ પહેલાં ભારતીય રાષ્ટ્રધ્વજનો અનાદર કર્યો હતો. તેનાથી ભારત અને પાકિસ્તાનના સમૂહ વચ્ચે તણાવની પરિસ્થિતિ પેદા થઈ હતી. હકીકતમાં આ મેચ ભારતે જીતી હતી અને ભારતીય ફેન્સે પ્રશાસનની મંજૂરી લઈને ઝંડા ફરકાવ્યા હતા અને ફટાકડા ફોડીનો વિજયોત્સવ મનાવ્યો હતો. ત્યારે સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક ઇમામે કહ્યુ કે તેઓ મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.

    આ પણ વાંચોઃ મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકામાં હિંસા, 5ના મોત

    સ્ટેડિયમમાં ભીડ ભેગી થઈ અને કેટલીય જગ્યાએ તોડફોડ કરી


    સૂત્રોએ જણાવ્યુ છે કે, 4 સપ્ટેમ્બરે જ્યારે પાકિસ્તાને મેચ જીતી હતી ત્યારે તેને લઈને પાકિસ્તાની પક્ષે બર્મિંગહામથી 10 હજાર યુવાનો લાવીને હોબાળો મચાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યુ છે કે, હિંસાની ઘટનાઓ વચ્ચે ગણેશચતુર્થી મનાવતા એક ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એક હિંદુ પુરુષને ચાકુ મારવાની કોશિશ કરવામાં આવી હતી અને તેની કાકીએ બચાવવાની કોશિશ કરી તો તેને પણ માર મારવામાં આવ્યો હતો. સૂત્રોએ કહ્યુ હતુ કે, સ્ટેડિયમમાં પહેલાં ભીડ ભેગી કરી અને તેમાંથી એકે ફોન કરીને કહ્યુ હતુ કે, ઇસ્લામ ખતરામાં છે.

    હનુમાનજીના મંદિરને અપવિત્ર કર્યુંઃ સૂત્ર


    સૂત્રોએ આ મામલે કહ્યુ હતુ કે, કેટલાક યુવકોએ સ્થાનિક હનુમાનજીના મંદિરને અપવિત્ર કર્યુ હતુ. સતત ત્રીજા દિવસે પણ હુમલા ચાલુ રહ્યા હતા. ત્યાર ઘણાં મુસ્લિમ યુવાનોએ તોડફોડ કરી હતી. ધાર્મિક પ્રતિકોની મદદથી ઘરને ઓળખીને નિશાનો બનાવવામાં આવ્યા હતા અને ઓછામાં ઓછા 50 ઘર અને કેટલીક કારોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ અન્ય એક ઘટનામાં એક વ્યક્તિએ હિંદુ છોકરીઓના ગરબાવાળા સમૂહ માટે અભદ્રભાષાનો ઉપયોગ કર્યો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: BRITAIN

    विज्ञापन
    विज्ञापन