Home /News /national-international /

EXCLUSIVE: જમ્મુ કાશ્મીરને પાછો મળી શકે છે રાજ્યનો દરજ્જો, 24 જૂને બ્લૂપ્રિન્ટ પર ચર્ચા કરશે PM

EXCLUSIVE: જમ્મુ કાશ્મીરને પાછો મળી શકે છે રાજ્યનો દરજ્જો, 24 જૂને બ્લૂપ્રિન્ટ પર ચર્ચા કરશે PM

આ પહેલા જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir)પર બે મહત્વપૂર્ણ બેઠક શુક્રવારે દિલ્હીમાં થઇ હતી

આ પહેલા જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir)પર બે મહત્વપૂર્ણ બેઠક શુક્રવારે દિલ્હીમાં થઇ હતી

  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)આગામી ગુરુવારે જમ્મુ કાશ્મીરની ક્ષેત્રીય પાર્ટીઓ સાથે વાતચીત દરમિયાન રાજ્યના દરજ્જા પર વાતચીત કરશે. આ પહેલા જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir)પર બે મહત્વપૂર્ણ બેઠક શુક્રવારે દિલ્હીમાં થઇ હતી. જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવાની રણનીતિ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઘણા મહિનાથી કામ કરી રહ્યા હતા. આ વાતની જાણકારી ન્યૂઝ 18ને સત્તાવાર સૂત્રો પાસેથી મળી છે.

  મામલાની જાણકારી રાખનાર સૂત્રોનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો જલ્દી પાછો આપવામાં આવી શકે છે. પૂર્વમાં તેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વાયદો પણ કરવામાં આવ્યો હતો. જોકે ક્ષેત્રના વિશેષ દરજ્જાને લઇને કોઇ વાતચીત થશે નહીં.

  5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો લઇને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું હતું. એક જમ્મુ કાશ્મીર અને બીજુ લદ્દાખ. સરકારના આ ઐતિહાસિક નિર્ણય પછી ઘાટીમાં ઘણા નેતાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. ધીરે-ધીરે પ્રશાસને બધા પ્રતિબંધો હટાવી લીધા અને અટકાયત કરેલા બધાને નેતાઓને પણ છોડી મુકવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો - ભરતસિંહ સોલંકી ફરીથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બને તો અલ્પેશ ઠાકોરની કોંગેસમાં વાપસી નિશ્ચિત

  આશંકાઓ થશે સમાપ્ત

  હવે જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવાને એનડીએ સરકારની મોટી સફળતાના રૂપમાં જોવામાં આવી શકે છે. કારણ કે સરકારના આ નિર્ણય પછી તે બધી આશંકાઓ સમાપ્ત થઇ જશે જે અંતર્ગત જમ્મુ કાશ્મીરના ભારતમાં પૂર્ણ વિલય પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા.

  સરકાર હવે પોતાના બધા રણનીતિક ઉદ્દેશ્યો પ્રાપ્ત કરતી જોવા મળી રહી છે

  જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કર્યા પછી સરકાર હવે પોતાના બધા રણનીતિક ઉદ્દેશ્ય પ્રાપ્ત કરતી જોવા મળી રહી છે. કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ કંટ્રોલમાં છે. ગત વર્ષે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઇ હતી. જે નેતાઓની અટકાયત કરી હતી તે પણ હવે રાજનીતિ કરવા તૈયાર છે અને પાકિસ્તાન સાથે સીઝફાયર પણ શાનદાર રીતે કામ કરી રહ્યું છે.

  હવે 24 જૂનની વાર્તાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે આ પછી કેન્દ્ર અને જમ્મુ કાશ્મીરની પાર્ટીઓ વચ્ચે વાતચીતની શરૂઆત થશે. નેશનલ કોન્ફરન્સ, પીડીપી પાર્ટી, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના નેતાઓને વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે.

  બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવાના બ્લૂપ્રિન્ટ પર ચર્ચા કરશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં ત્યાં સુધી રાહ જોઇ શકે છે જ્યાં સુધી પરિસીમનનો રિપોર્ટ આવી ના જાય. આ માટે ગત વર્ષની શરૂઆતમાં કમીશન બનાવ્યું હતું. જોકે હાલ લદ્દાખની સ્થિતિમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Farooq abdullah, Jammu Kashmir, Mehbooba mufti, Union home secretary, પીએમ નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર