EXCLUSIVE: 'ભણેલા-ગણેલા દલિતોથી નફરત કરે છે માયાવતી'

News18 Gujarati
Updated: July 27, 2018, 7:54 AM IST
EXCLUSIVE: 'ભણેલા-ગણેલા દલિતોથી નફરત કરે છે માયાવતી'
ઉદિત રાજ

  • Share this:

  • અફસર અહમદ



ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી બીજેપી સાંસદ ઉદિત રાજે બસપા પ્રમુખ માયાવતી પર એક મોટુ નિવેદન આપ્યું છે. ન્યૂઝ18 સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, માયાવતી પ્રધાનમંત્રી બની પણ જાય તો દલિતોનું કોઈ ભલુ નહી થાય. માયાવતી ભણેલા-ગણેલા દલિતોથી નફરત કરે છે. તે પ્રધાનમંત્રી પણ બની જશે તો, ફાયદો શું થશે. મુખ્યમંત્રી ચાર વખત બની કોને ફાયદો થયો?

બીજેપીમાં મોટો દલિત ચહેરો માનવામાં આવતા ઉદિત રાજે કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ માયાવતી બ્યૂરોકેટ્સથી ઘેરાયેલી છે. પોતાનું ભાષણ વાંચીને જ બોલે છે. લીડરની અંદર જો અંડરસ્ટેંડિંગ ન હોય તો, પછી તે પીએમ હોય તો પણ કઈં ન કરી શકે. હું એક નિષ્પક્ષ ઉદાહરણ આપુ છું. દિલ્હી સરકારે એજ્યુકેશન સિસ્ટમમાં રિફોર્મ કર્યું. શું માયાવતી એવું ઉત્તર પ્રદેશમાં ન કરી શકી હોત?

ઉદીત રાજે પ્રશ્ન કર્યો કે, માયાવતીએ એવું શું મૌલિક કામ કર્યું, જેનાથી ગરીબો, દલિતોનું ભલુ થયું? માત્ર શિક્ષામાં સુધાર કર્યો હોત તો પણ સારૂ. હવે પ્રધાનમંત્રી બની જશે તો, દલિતોનું શું ભલુ કરી શકશે. તે દબાઈ જશે કોઈ મિશ્રાજી, પંડિત જી, અથવા તિવારીજી સાથે... હું એવું નથી કહે તો કે મિશ્રા, તિવારી કે પંડિત સાથે કામ ન કરો, પરંતુ તે તો ભણેલા-ગણેલા દલિતોથી દુર રહે છે, કોઈની સલાહ નથી સાંભળતા.બીજેપી સાંસદના જણાવ્યા અનુસાર, માયાવતીની પાર્ટી પાંચ વર્ષ સુધી ધરણા કે પ્રદર્શન નથી કરતી, કોઈ માંગ પણ નથી ઉઠાવતી. હું વિરોધ નથી કરી રહ્યો માયાવતીનો, પરંતુ દલિત સમાજનો ફાયદો શું છે?

આ બાજુ દલિત રાજના નિવેદન પર બસપા પ્રવક્તા સુધીન્દ્ર ભદોરીયાએ નારાજગી દર્શાવી કહ્યું કે, ઉદીત રાજ જૂઠું બોલો છે. બસપા પ્રમુખે રાજ્યસભામાં મોટાભાગના દલિતો અને ઓબીસીને મોકલ્યા. સૌથી વધારે દલિત, ઓબીસીને ભાગીદાર બનાવ્યા છે. બસપામાં ભણેલા-ગણેલા લોકોની અછત નથી.

  • સાથે ઓમ પ્રકાશ

First published: July 27, 2018, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading