Exclusive: દરભંગા બ્લાસ્ટમાં પકડાયેલા આતંકી નાસિરનો મોટો ખુલાસો, આખી ટ્રેનને ઉડાડી દેવાનો હતો પ્લાન

Exclusive: દરભંગા બ્લાસ્ટમાં પકડાયેલા આતંકી નાસિરનો મોટો ખુલાસો, આખી ટ્રેનને ઉડાડી દેવાનો હતો પ્લાન

પાકિસ્તાનના ઇકબાલ કાનાથી તેણે બોમ્બ બનાવવાની ઓનલાઇન ટ્રેનિંગ મળી હતી

  • Share this:
    પટના : દરભંગા બ્લાસ્ટ મામલામાં પકડાયેલા આતંકી નાસિરે NIAની પૂછપરછ દરમિયાન જે રહસ્યો ખોલ્યા છે તેને સાંભળીને ચોંકી જશો. આતંકી નાસિરે પૂછપરછમાં જણાવ્યું કે તેની એક ભૂલના કારણે મોટો ધમાકો થઇ શક્યો નહીં. જો તે ચૂક ના થઇ હોત તો પાટા પર દોડતી ટ્રેનમાં જ મોટો ધમાકો થાત. આખી ટ્રેનને ઉડાડી દેવાનું ષડયંત્ર હતું.

    આતંકી નાસિરે NIAને કહ્યું કે સિકંદરાબાદ દરભંગા ટ્રેનને ઉડાવી દેવાનો પ્લાન હતો. નાસિરનું માને તો તેણે પેપરના બદલે હાર્ડ બોર્ડ રાખી દીધું હતું જે એક મોટી ભૂલ હતી. હાર્ડ બોર્ડના કારણે કેમિકલને મળવામાં લેટ થયું હતું, જેના કારણે ચાલતી ટ્રેનમાં ધમાકો થઇ શક્યો નહીં.

    આ પણ વાંચો - Ladakh LAC Tension: ચીનની ફરી ચાલ, લદ્દાખ સરહદ પર તૈનાત કર્યા 50 હજાર સૈનિકો, એક્શનમાં ભારત

    પાકિસ્તાનથી મળી હતી ટ્રેનિંગ

    આતંકી નાસિરે NIAની પૂછપરછમાં એ પણ કહ્યું કે ટ્રેનમાં રાખેલા બોમ્બને કાજીપેટમાં બ્લાસ્ટ કરવાનો હતો પણ આ બ્લાસ્ટ દરભંગાના પ્લેટફોર્મ નંબર 1 પર થયો હતો. આ સાથે તેણે સ્વીકાર કર્યો કે પાકિસ્તાનના ઇકબાલ કાનાથી તેણે બોમ્બ બનાવવાની ઓનલાઇન ટ્રેનિંગ મળી હતી. નાઇટ્રિક અને સલ્ફ્યૂરિટ એસિડથી તેણે બોમ્બ બનાવ્યો હતો. બંને એસિડ મળ્યા પછી ધમાકો થવાનો હતો. જોકે હાર્ડ બોર્ડના કારણે બંને કેમિકલ જલ્દી મળ્યા નહીં જેથી ટ્રેનમાં બ્લાસ્ટ થઇ શક્યો નહીં.

    આ સ્ટેશનો વચ્ચે થવાનો હતો ધમાકો

    નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યૂરિક એસિડના પાર્ટિશન વચ્ચે એક કાગળ રાખવાનો હતો. જે બંને એસિડ પેપરને સળગાવત અને પછી બંને એસિડ મળ્યા પછી જોરદાર ધમાકો થાત. ઇકબાલે બંને એસિડના પાર્ટિશનમાં કાગળ રાખવા કહ્યું હતું જેથી રામાગુંડમ અને કાજીપેટ સ્ટેશન વચ્ચે ધમાકો થઇ શકે. ચાલતી ટ્રેનમાં ધમાકો કરવાનો પ્લાન હતો પણ નાસિરથી ચૂક થઇ હતી.
    Published by:Ashish Goyal
    First published: