Home /News /national-international /EXCLUSIVE: આતંકવાદીઓ બૌદ્ધ મઠો પર હુમલો કરવાની ફિરાકમાં

EXCLUSIVE: આતંકવાદીઓ બૌદ્ધ મઠો પર હુમલો કરવાની ફિરાકમાં

પ્રતિકાત્મક તસવીર

ગુપ્ત જાણકારી મુજબ બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીને આત્મઘાતી મહિલાઓની ટોળકી બનાવી તેને હુમલા માટે ખાસ તાલિમ આપી છે.

    સંદિપ બોલ  : ગત મહિને શ્રીલંકામાં ઈસ્ટર દરમિયાન ચર્ચમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 250થી વધુ લોકોના મોત થયા હતા. હવે આતંકવાદીઓની નજર બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની બૌદ્ધ મઠો પર હોવાના અહેવાલ છે. ન્યૂઝ 18ને મળેલી એક્સક્લૂઝિવ વિગતો મુજબ બાંગ્લાદેશનું આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બોદ્ધ મઠ પર હુમલો કરવાની ફિરાકમાં છે.

    ગુપ્ત જાણકારી મુજબ બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીને આત્મઘાતી મહિલાઓની ટોળકી બનાવી તેને હુમલા માટે ખાસ તાલિમ આપી છે. આ હુમલાઓ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના બૌદ્ધ મઠ અને મંદિરોમાં હુલમા કરી શકે છે. આતંકવાદીઓએ હુમલો કરવા માટે જે આયોજન કર્યુ છે તે પણ ખતરનાક હોવાનો અહેવાલ છે. ગુપ્ત જાણકારી મુજબ આ મહિલા આતંકવાદીઓ બોદ્ધ શ્રદ્ધાળુ બની મઠોમાં ઘૂસણખોરી કરી શકે છે.

    આ પણ વાંચો :  ભારતમાં આતંકીવાદીઓ મોકલવા માટે પાકિસ્તાને શોધ્યો નવો રસ્તો

    આત્મઘાતી હુમલો કરવા માટે આતંકવાદીઓએ બુદ્ધ પૂર્ણિમાનો દિવસ પસંદ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશમાં વર્ષ 1998માં અસ્તિત્વમાં આવ્યુ હતું. ઇસ્લામિક સ્ટેટની વિચારધારા ધરાવતા આ આતંકવાદી સંગઠન પર વર્ષ 2000માં બાંગ્લાદેશમાં એક મોટી કાર્યવાહી પણ થઈ હતી. આ કાર્યવાહીમાં મોટા પાયે આ સંગઠનના લોકોનો સફાયો થયો હતો પરંતુ વર્ષ 2010માં ન્યૂ જમાત ઉલ મુજાહિદ્દીનના નામથી આ સંગઠન ફરી સક્રિય થયું હતું. આ આતંકવાદી સંગઠન પોતાની ઓળખ ઇસ્લામિક સ્ટેટ બાંગ્લાદેશ તરીકે આપે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: West bengal, આતંક, બાંગ્લાદેશ, હુમલો

    विज्ञापन
    विज्ञापन