Home /News /national-international /

Amit Shah EXCLUSIVE: અમિત શાહનો સ્પષ્ટ અભિપ્રાય, હિજાબ વિવાદ સહિત અન્ય મામલે શું કહ્યું? જાણો

Amit Shah EXCLUSIVE: અમિત શાહનો સ્પષ્ટ અભિપ્રાય, હિજાબ વિવાદ સહિત અન્ય મામલે શું કહ્યું? જાણો

Amit Shah Interview: ભાજપે યુપી ચૂંટણીમાં મુસ્લિમોને ટિકિટ કેમ ન આપી, જાણો ગૃહમંત્રી અમિત શાહે શું આપ્યો જવાબ.

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, ધ્રુવીકરણની રાજનીતિ, હિજાબ વિવાદ, CAA મુદ્દો, કોરોના પર ચર્ચા, આતંકવાદ, CAA, યૂનિફોર્મ સિવિલ કોડ, યોગી આદિત્યનાથના સીએમ બનવા અંગેની શંકાઓ જેવા ઘણા સૂચક મુદ્દાઓ છે,

  દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, ધ્રુવીકરણની રાજનીતિ, હિજાબ વિવાદ, CAA મુદ્દો, કોરોના પર ચર્ચા, આતંકવાદ, CAA, યૂનિફોર્મ સિવિલ કોડ, યોગી આદિત્યનાથના સીએમ બનવા અંગેની શંકાઓ જેવા ઘણા સૂચક મુદ્દાઓ છે, જેની ચર્ચા આ સમયે થઈ રહી છે. દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ તમામ મુદ્દાઓ પર નેટવર્ક18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે EXCLUSIVE વાત કરી હતી. આ તમામ મુદ્દાઓ પર ગૃહમંત્રી અમિત શાહે પોતાના અભિપ્રાય આપ્યા હતા. ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રીએ પહેલીવાર હિજાબ વિવાદ પર બોલતા કહ્યું, 'તમામ ધર્મના લોકોએ સ્કૂલના ડ્રેસ કોડ પર વિચાર કરવો જોઈએ.' તેમણે કહ્યું કે હાલ મામલો કોર્ટમાં છે. કોર્ટે આપેલા નિર્ણયનું પાલન કરવું જોઈએ. વાંચો અમિત શાહનો સંપૂર્ણ ઈન્ટરવ્યુ. આ સિવાય તમે તેને ન્યૂઝ18 પર રાત્રે 8 વાગ્યે પણ જોઈ શકો છો.

  • Q.યુપીમાં 300+ સ્લોગન આપવા પાછળ શું છે ઈરાદો?
   A.આખા ઉત્તર પ્રદેશની મુલાકાત લીધા પછી હું તમારી સામે બેઠો છું. યુપીમાં મોટી બહુમતી સાથે ભાજપની સરકાર બનશે. યોગીજીના નેતૃત્વમાં ભાજપે લોકોના મન જીતવામાં સફળતા મેળવી છે. જનતા ભાજપની જીતની સીમા નક્કી કરશે.

  • Q.સર્વેમાં ભાજપને 230 થી 260 સીટો મળી રહી છે?
   A.ઘણી વખત પરસેપ્શન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. બધા સર્વેક્ષણ લેનારાઓ તેમની વિશ્વસનીયતામાં વધારો કરે છે. સર્વેમાં જનતા જે કહે છે તે સાચું હોય તે જરૂરી નથી.

  • Q.તમે કયા મોટા મુદ્દાઓ સાથે જનતા વચચે ગયા?
   A.યુપીના લોકો છેલ્લી 3 ચૂંટણીથી ભાજપ સાથે છે. આ વખતે સૌથી મોટો મુદ્દો કાયદો અને વ્યવસ્થા, ગરીબ કલ્યાણનો છે. આ વખતે અમારો મુદ્દો લોકોને પાયાની સુવિધાઓ આપવાનો છે. ભાજપે વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉની સરકારો જાતિવાદના આધારે ચાલતી હતી. સરકરામાં જાતિઓઓનું કામ થતુ હતું.

  • Q.શું કાયદો અને વ્યવસ્થા ભાજપ માટે સૌથી મોટો મુદ્દો છે?
   A.પહેલા FIR નહોતી, હવે FIR થાય છે. સપા સરકારમાં ચોક્કસ ધર્મને છૂટ મળતી હતી. લોકોને મેરઠમાંથી હિજરત કરવાની ફરજ પડી હતી. કરોડોની જમીન પર ગુંડાઓએ કબજો જમાવીને બેસી ગયા હતા. યોગી સરકારમાં ડાકુઓમાં 72%નો ઘટાડો થયો છે. લૂંટમાં 62% અને બળાત્કારમાં 50% ઘટાડો થયો છે. આઝમ, અતીક અહેમદ, મુખ્તાર એકસાથે જેલમાં છે. જેઓ પહેલા હેરાન કરતા હતા તેઓ આજે જેલના રોટલા તોડી રહ્યા છે. પહેલા દરેક જિલ્લામાં માફિયા હતા, આજે એક પણ જિલ્લામાં બાહુબલી નથી. અમને લગભગ 2000 કરોડની સંપત્તિ માફિયાઓથી મુક્ત મળી છે.

  • Q.વડાપ્રધાને કહ્યું કે સપા-બસપાના શાસનમાં આતંકવાદીઓને છોડવામાં આવ્યા?
   A.SP-BSPના સમયમાં 11 કેસમાં ઢીલ આપવામાં આવી હતી. 11 કેસમાં UAPA લાદવામાં આવ્યો હતો, તે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ચૂંટણીમાં સપા-બસપાએ જનતાને જવાબ આપવો પડશે. POTA અને UAPA હટાવીને કોણે મદદ કરી? શું આ માત્ર વોટ બેંક માટે કરવામાં આવ્યું હતું? કોંગ્રેસના શાસનમાં પણ આવા ઘણા કિસ્સાઓ બન્યા હતા. આતંકવાદના મામલે જ્ઞાતિવાદી પક્ષોનું વલણ ઢીલું છે.

  • Q.યોગીજીએ 80-20નો ઉલ્લેખ કર્યો, શું તે હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ છે?
   A.હું નથી માનતો કે હિન્દુ-મુસ્લિમ વિભાજન છે. ધ્રુવીકરણ ચોક્કસપણે થઈ રહ્યું છે. પરંતુ ગરીબ, ખેડૂતનું પણ ધ્રુવીકરણ થઈ રહ્યું છે. ખેડૂતોને કલ્યાણ ફંડના નાણાં મળી રહ્યા છે.

  • Q.હિન્દુ-મુસ્લિમનું ધ્રુવીકરણ નથી દેખાતું?
   A.અમે વોટબેંક પ્રમાણે જોતા નથી. અમે 'જેમનો અધિકાર, સરકાર તેમની સાથે' પર ચાલીએ છીએ. વડાપ્રધાનની દરેક યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે. અગાઉ 2 કરોડ 62 લાખ ઘરોમાં શૌચાલય નહોતા. અમે યુપીમાં 1 કરોડ 41 લાખ ઘરોમાં વીજળી પહોંચાડી છે. આ ઉપરાંત 2 કરોડ 68 લાખ LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું, 15 કરોડ ગરીબોને બે વર્ષ માટે મફત રાશન આપવામાં આવ્યું, 42 લાખ લોકોને ઘર આપવાનું કામ કરવામાં આવ્યું. હવે 2024 સુધીમાં દરેક વ્યક્તિને ઘર આપવાનું લક્ષ્ય છે.

  • Q.ભાજપ મુસ્લિમોને ટિકિટ કેમ નથી આપતું?
   A.મુસ્લિમો સાથેના સંબંધો એવા જ છે જે સરકારને હોવા જોઈએ. ચૂંટણીમાં કોને મત આપે છે, તે પણ જોવાનું રહેશે.

  • Q.શું મુસ્લિમોને ટિકિટ ન આપવી એ રાજકીય મજબૂરી છે?
   A.આ રાજકીય શિષ્ટાચાર છે. સરકાર બંધારણના આધારે ચાલે છે. સરકાર દેશની જનતા દ્વારા ચૂંટાય છે.

  • Q.અખિલેશ કહે છે કે ભાજપ મુદ્દાઓથી ભટકી રહી છે?
   A.અખિલેશ યાદવ આંકડા સાથે જવાબ આપે તો સારું. શું આપણે મુદ્દાઓથી ભટકી ગયા છીએ, અથવા તેઓ મુદ્દાઓથી ભટકી ગયા છે? કોવિડ દરમિયાન વિશ્વભરમાં મોંઘવારી વધી છે. તેની અસર ભારતમાં પણ જોવા મળી હતી. મોંઘવારી કાબૂમાં લેવાનું કામ મોદીએ કર્યું છે. કોવિડ બાદ વૈશ્વિક મોંઘવારી વધી છે.

  • Q.હિજાબ વિવાદ પર તમારો શું અભિપ્રાય છે?
   A.તમામ ધર્મના લોકો દ્વારા શાળાના ડ્રેસ કોડને અનુસરે. મામલો કોર્ટમાં છે, કોર્ટ જે નિર્ણય આપે તે સ્વીકારવો જોઈએ. હું અંગત રીતે માનું છું કે શાળાઓમાં બાળકોને ધર્મથી ઉપર રાખવા જોઈએ. જો આમાં કોઈ ષડયંત્ર હશે તો વિરોધીઓના ઈરાદા સફળ નહીં થાય.

  • Q.તમે જયંત ચૌધરીને સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે તમે શું વિચારી રહ્યા છો?
   A.ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે જીતવા જઈ રહ્યું છે. મેં એટલું જ કહ્યું હતું કે જયંત ખોટી જગ્યાએ ગયા છે.

  • Q.શું આ ચૂંટણી ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને થશે?
   A.કોંગ્રેસે આ બધું શરૂ કર્યું, સપા-બસપાએ તેને ઊંડાણ આપ્યું. યુપીમાં અમે 2019માં 65 લોકસભા બેઠકો જીતી. રાજકારણમાં કોઈ 1+1=2 નથી, ક્યારેક તે 1+1=11 બની જાય છે.

  • Q.રાજ્ય અને કેન્દ્રની ચૂંટણી અલગ હોય છે?
   A.2014, 17, 19માં યુપીના લોકો એક રસ્તે ચાલ્યા છે. યુપીના લોકો ભાજપ સાથે આવ્યા છે. મને પૂરો વિશ્વાસ છે, જનતા 22માં ભાજપ સરકારને સ્વીકારશે.

  • Q.ખેડૂતોના આંદોલનને કારણે ખેડૂતોમાં રોષ નથી?
   A.ખેડૂતોમાં ધારણા ઊભી કરવાનો પ્રયાસ થયો, પરંતુ ખેડૂત ભાજપની સાથે છે.

  • Q.કોંગ્રેસ અને પ્રિયંકાને કેવી રીતે જુઓ છો?
   A.બંગાળમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળી છે. બંગાળમાં કોંગ્રેસના ભવિષ્યનું ચિત્ર જોવા મળ્યું છે.

  • Q.યુપીમાં યોગી આદિત્યનાથ બનશે મુખ્યમંત્રી?
   A.ચોક્કસપણે યોગીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બનશે, પછી ભલેને તેમને કેટલી સીટો મળે. 51 નવી કોલેજો બનાવવાનું કામ કર્યું, હવે 40 મેડિકલ કોલેજો બની છે. તેમણે કેન-બેતવા લિંક પર કામ કરવાનો સંકલ્પ કર્યો છે. યુપીમાં વિકાસનું નવું મોડલ તૈયાર કરીને આપવામાં આવ્યું છે. યુપીમાં 5 એક્સપ્રેસ વે બનાવવાનું કામ ચાલી રહ્યું છે. યુપીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસનું કામ થઈ રહ્યું છે.

  • Q.CAA ક્યારે લાગુ થશે?
   A.CAA પર કોરોના પછી જ વિચારણા થઈ શકે છે. કોરોના પછી તરત જ CAA પર નિર્ણય લેવાશે. CAA પર પાછા હટવાનો સવાલ જ નથી.

  • Q.યુનિફોર્મ સિવિલ કોડ અંગે તમારો શું મત છે?
   A.ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સિવિલ કોડનો સમાવેશ કર્યો છે. ઉત્તરાખંડમાં સરકાર બન્યા બાદ વધુ નિર્ણય લેશે. વિસ્તૃત ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.

  • Q.ઈમરાન ખાને કહ્યું કે ભારત અને પાકિસ્તાને બેસીને વિવાદ ઉકેલવો જોઈએ?
   A.કાશ્મીર ભારતનું અભિન્ન છે શું આ અંગ ચર્ચા થઈ શકે. દેશની સરકારોનો નિર્ણય છે કે કાશ્મીર ભારતનો ભાગ છે.

  Published by:rakesh parmar
  First published:

  Tags: Amit shah, Hijab row, Rahul joshi, UP Elections 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन