Home /News /national-international /

EXCLUSIVE: દેશના ખેડૂતોને લઇ અમિત શાહે કહ્યું- ખેડૂતનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે

EXCLUSIVE: દેશના ખેડૂતોને લઇ અમિત શાહે કહ્યું- ખેડૂતનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આ સાથે જ ખેડૂત આંદોલન (farmer Protest) અને ખેડૂતોની પરિસ્થિતિ અંગે પોતાના અભિપ્રાય આપ્યા હતા

    દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, ધ્રુવીકરણની રાજનીતિ, હિજાબ વિવાદ, CAA મુદ્દો, કોરોના પર ચર્ચા, આતંકવાદ, CAA, યૂનિફોર્મ સિવિલ કોડ, યોગી આદિત્યનાથના સીએમ બનવા અંગેની શંકાઓ જેવા ઘણા સૂચક મુદ્દાઓ છે, જેની ચર્ચા આ સમયે થઈ રહી છે. આ તમામ મુદ્દાઓ પર નેટવર્ક 18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી.

    ગૃહમંત્રી અમિત શાહે આ સાથે જ ખેડૂત આંદોલન (farmer Protest) અને ખેડૂતોની પરિસ્થિતિ અંગે પોતાના અભિપ્રાય આપ્યા હતા. ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રીએ પહેલીવાર હિજાબ વિવાદ પર બોલતા કહ્યું, 'તમામ ધર્મના લોકોએ સ્કૂલના ડ્રેસ કોડ પર વિચાર કરવો જોઈએ.' તેમણે કહ્યું કે હાલ મામલો કોર્ટમાં છે. કોર્ટે આપેલા નિર્ણયનું પાલન કરવું જોઈએ. વાંચો અમિત શાહનો સંપૂર્ણ ઈન્ટરવ્યુ. આ સિવાય તમે તેને ન્યૂઝ18 પર પણ જોઈ શકો છો.

    નેટવર્ક 18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સવાલો કર્યો કે, ખેડૂતોના આંદોલનને કારણે ખેડૂતોમાં રોષ નથી? જેના જવાબમાં અમિત શાહે કહ્યું કે ખેડૂતોમાં ધારણા ઊભી કરવાનો પ્રયાસ થયો હતો પરંતુ ખેડૂતો હાલમાં ભાજપની સાથે છે.

    આ પણ વાંચો- Amit Shah Exclusive Interview LIVE: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- દેશનો ઇતિહાસ નથી જાણતા રાહુલ ગાંધી, BSP સાથે ગઠબંધન પર કહી આ વાત

    ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે સૌથી ગરીબ લોકો ભાજપ સાથે જોડાયેલા છે. મધ્યમ વર્ગ સુખ અને શાંતિ સાથે જોડાયેલો છે. 86 લાખ ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. દર વર્ષે 6 હજાર ખેડૂતોના ખાતામાં જાય છે. 2 કરોડ ખેડૂતો સુધી કિસાન ક્રેડિટ કાર્ડ પ્રાપ્ત થયા છે.

    આ પણ વાંચો- પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત લેવા હાર્દિક પટેલની સરકારને ચેતવણી, માર્ચ મહિનાનો આવો છે એક્શન પ્લાન

    ધાર્મિક તુષ્ટિકરણ પર ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

    હું નથી માનતો કે હિંદુ-મુસ્લિમ વિભાજન છે. ધ્રુવીકરણ ચોક્કસપણે થઈ રહ્યું છે. પરંતુ ગરીબ, ખેડૂતનું પણ ધ્રુવીકરણ થઈ રહ્યું છે. ખેડૂત કલ્યાણ ફંડના નાણાં મળી રહ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Aamit shah, Farmers News, UP Elections 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन