અલવર : લાંચના કેસમાં ઝડપાયેલા અલવરના પૂર્વ કલેક્ટર IAS અધિકારી નન્નુમલ પહાડિયા (IAS Nannumal Pahadia) અને રાજસ્થાન વહીવટી સેવા અધિકારી અશોક સાંખલા (RAS Ashok Sankhla) સામે એક્સાઈઝ એક્ટ (Excise Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી દરમિયાન તેમના રહેઠાણમાંથી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે મામલે હવે તેમના પર એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લાંચના કેસમાં ઝડપાયા બાદ રાજ્ય સરકારે બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હાલ બંને અધિકારીઓ જેલના સળિયા પાછળ છે.
મળતી માહિતી મુજબ, અલવર શહેર કોતવાલીમાં આબકારી કાયદાની કલમ 19/54 હેઠળ બંને અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. લાંચના કેસમાં ઝડપાયા બાદ એસીબીએ બંનેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે ત્યાંથી મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હતી. અધિકારીઓના ઘરેથી નિર્ધારિત જથ્થા કરતાં વધુ દારૂની બોટલો મળી આવી હતી. એસીબીના અધિકારીઓએ તેને જપ્ત કર્યો હતો. જેમાં પૂર્વ કલેક્ટર પહાડિયાના ઘરેથી દારૂની 17 બોટલ અને આરએએસ અધિકારી અશોક સાંખલાના ઘરેથી 18 બોટલો મળી આવી હતી. જેમાં વિદેશી અને મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો સામેલ હતી.
રાજ્ય સરકારે બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. રાજ્યના કર્મચારી વિભાગ દ્વારા બંનેને સસ્પેન્ડ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. લાંચના કેસમાં ઝડપાયા બાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ બંને અધિકારીઓને એસીબી કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદ બંને અધિકારીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બંને અધિકારીઓની સાથે તેમનો નીતિન નામનો દલાલ પણ ઝડપાયો હતો. આરએએસ અધિકારી અશોક સાંખલા અલવરમાં સેટલમેન્ટ ઓફિસર કમ રેવન્યુ અપીલ ઓફિસરની પોસ્ટ પર હતા.
23 એપ્રિલે લાંચના આરોપસર કરવામાં આવી ધરપકડ
ઉલ્લેખનીય છે કે પૂર્વ કલેક્ટર પહાડિયા અને આરએએસ અધિકારી સાંખલાની એસીબી દ્વારા ચાર દિવસ પહેલા 23 એપ્રિલે લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કારણે કેસના બે-ત્રણ દિવસ પહેલા પહાડિયાની અલવર કલેક્ટર પદ પરથી બદલી કરવામાં આવી હતી. બંને અધિકારીઓની ધરપકડ બાદ મધ્યરાત્રિએ અલવરની રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં બીજી વખત કલેક્ટર રહી ચૂકેલા IASની લાંચના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બારાંના તત્કાલિન કલેક્ટર ઓફિસર પણ લાંચના કેસમાં ઝડપાયા હતા. પહાડિયા અને સાંખલાની હાઈવેનું બાંધકામ કરતી કંપનીના કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.5 લાખની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર