મોદીએ MPની સ્ટુડન્ટને આપ્યો મંત્ર, 'પોતાની શક્તિને ઓળખો'

પરીક્ષા પર ચર્ચામાં ખરગોન જિલ્લાની આદિત્ય વિદ્યા વિહારની સ્ટુડન્ટ યુક્તિ ભટ્ટે ન્યૂઝ18/ETVના માધ્યમથી સવાલ પૂછ્યો હતો.

News18 Gujarati
Updated: February 16, 2018, 3:32 PM IST
મોદીએ MPની સ્ટુડન્ટને આપ્યો મંત્ર, 'પોતાની શક્તિને ઓળખો'
યુક્તિ ભટ્ટ
News18 Gujarati
Updated: February 16, 2018, 3:32 PM IST
10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદીએ સ્કૂલના સ્ટુડન્ટ્સ સાથે સીધો સંવાદ કર્યો છે. વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિત તાલકટોરા સ્ટેડિયમ ખાતે સંવાદ કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબ પણ આપ્યા હતા. આ સવાલમાં મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાની એક સ્ટુડન્ટે પરીક્ષામાં તણાવ સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો.

પરીક્ષા પર ચર્ચામાં ખરગોન જિલ્લાની આદિત્ય વિદ્યા વિહારની સ્ટુડન્ટ યુક્તિ ભટ્ટે ન્યૂઝ18/ETVના માધ્યમથી સવાલ પૂછ્યો હતો. 'બોર્ડની પરીક્ષા દરમિયાન સ્પર્ધાને કારણે તણાવ આવે છે. વધારે ગુણ લાવીને સ્કૂલમાં પ્રથમ નંબરે આવવાની દૌડમાં સ્ટુડન્ટ્સના મગજ પર વધારે દબાણ આવે છે. પેરેન્ટ્સ પણ બાળકોને સતત સારા નંબર્સ માટે દબાણ કરતા રહે છે. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરવી પડે છે, આના કારણે તણાવમાં વધારો થાય છે.'

વડાપ્રધાન મોદીએ સવાલનો જવાબ આપતા મંત્ર આપતા કહ્યું હતું કે, 'તમારી અંદર શું ખાસ છે. તમે કઇ બાબતે સમર્થ છો. આ વાતમાં મિત્રો તમારી મદદ કરશે. ખેલ જગતમાં જે મોટા ખેલાડીઓ છે તેમને કોઈ તેમની ડીગ્રી અંગે નથી પૂછતા. સ્પર્ધામાં ઉતર્યા બાદ તમને તણાવનો અહેસાસ થાય છે. તમે બીજા સાથે સ્પર્ધા કરવાને બદલે તમારી અંદરની શક્તિને ઓળખો.'

'તમે તમારા મિત્રો સાથે સ્પર્ધામાં શા માટે ઉતરો છો. તેમનું ફિલ્ડ, વિચાર, ઉછેર અને શોખ અલગ છે. તમારો ઉછેર અને વિચાર અલગ હોય છે. તમે એક સ્વતંત્ર વ્યક્તિ છો. તમને તેની આખી ઇકો સિસ્ટમની ખબર નથી. તમે તમારી જાતને બીજામાં જોવા લાગો છે. આવું કરવાથી તમે પોતાની જાતને પણ ગુમાવી દો છો અને તેને પણ પામી નથી શકતા. બાદમાં માતા-પિતાના ગુસ્સાનો શિકાર બનો છો અને નિરાશ થાવ છો. તમે તમારી તાકાતને ઓળખો અને એમાં જ આગળ વધવાનો પ્રયાસ કરો.'

આ કાર્યક્રમનું પ્રસારણ તમામ સ્કૂલોમાં કરવાને લઈને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) તમામ સ્કૂલોમાં આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. CBSEએ આ પ્રસંગે તમામ સ્ટુડન્ટ્સને સ્કૂલમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ કાર્યક્રમમાં 10 જેટલા સ્ટુડન્ટ્સને પીએમ મોદીને સીધો સવાલ કરવાનો મોકો પણ મળશે. આ ઉપરાંત વડાપ્રધાન MyGovappથી પસંદ કરવામાં આવેલા અમુક સવાલોના જવાબ પણ મોદી આપશે.

થોડા દિવસ પહેલા મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, 'મારા યુવા મિત્રો, હું આ મહિનાની 16 તારીખે તમારી સાથે ચર્ચા કરવાને લઈને ઉત્સુક છું. હું તમારી સાથે પરીક્ષાના સમય દરમિયાન તણાવ મુક્ત અને ખુશ રહેવાની જરૂરિયાત પર
Loading...

ચર્ચા કરીશ.'

મોદીનું પુસ્તક 'એક્ઝામ વોરિયર'

આના થોડા દિવસ પહેલા મોદીએ સ્ટુડન્ટ્સ માટે 'એક્ઝામ વોરિયર' નામનું એક પુસ્તક લખ્યું છે, આ પુસ્તકમાં તેમણે પરીક્ષા માટે 25 મંત્ર બતાવ્યા છે. આ પુસ્તકથી સ્ટુડન્ટ્સના ઉત્સાહમાં વધારો થશે. પુસ્તકમાં મોદીએ સંદેશ આપ્યો છે કે પરીક્ષાથી ડરવાની કોઈ જરૂર નથી. પરીક્ષાથી ડરવાને બદલે તેને તહેવારની જેમ તેનો ઉત્સવ મનાવવો જોઈએ. 193 પાનાના આ પુસ્તકમાં પરીક્ષાની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે 25 ચેપ્ટરમાં 25 નુસખા આપવામાં આવ્યા છે.
First published: February 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...