PM મોદીની દીવાની થઈ ઇમરાન ખાનની પૂર્વ પત્ની, પાકિસ્તાનને બતાવ્યો અરીસો

રેહમ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણી પોતાની વાત કરી રહી છે. આ વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી માટે પ્રશંસાના પૂલ બાંધ્યા છે.

News18 Gujarati
Updated: August 30, 2019, 3:15 PM IST
PM મોદીની દીવાની થઈ ઇમરાન ખાનની પૂર્વ પત્ની, પાકિસ્તાનને બતાવ્યો અરીસો
રેહમ ખાન
News18 Gujarati
Updated: August 30, 2019, 3:15 PM IST
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. રેહમ ખાન નરેન્દ્ર મોદીની દીવાની થઈ ગઈ છે. એટલું જ નહીં રેહમ ખાને પોતાના પૂર્વ પતિ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સવાલ પૂછ્યો છે કે દેશનું અર્થતંત્ર ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.

રેહમ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની વાત કરી રહી છે. વીડિયોમાં રેહમ ખાને કહ્યું કે, "લોકો આજે મોદી સરકારને શા માટે પ્રેમ કરે છે, શા માટે કોઈ ભારત સાથે સંબંધ બગાડવા નથી માંગતું? આનું કારણ ભારતનું મજબૂત અર્થવ્યવસ્થા છે. સાઉદીએ રોકાણ કર્યું છે, યૂકે તેની સાથે છે, અમેરિકાને પણ ભારતમાં રસ છે. મોદી જ્યાં પણ જાય છે ત્યાં તેમને માનપાન મળે છે."

રેહમ ખાને કહ્યુ કે 'યૂએઈમાં મેડલ મળ્યો તો તમને તકલીફ થઈ રહી છે. તમે ભીખ માંગતા ફરો છે, તમે મને જણાવો કે જો તમે તેના માટે પગની જૂતી છો તો તમારું સન્માન કેવી રીતે કરે?'



જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાન રઘવાયું થયું

ઉલ્લેખનીય છે કે ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે અને સતત ભારત પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. આ મામલે પાકિસ્તાન વિશ્વના દેશો સાથે વાતચીત કરીને કાશ્મીર તરફ તેમનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, વિશ્વના એક પણ દેશમાંથી પાકિસ્તાનને સમર્થન મળ્યું નથી. તમામ દેશોએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ભારત સાથે વાતચીતથી સમાધાન લાવવાની સલાહ આપી હતી.
Loading...

કાશ્મીર અંગે મોદી સરકારની ડીલ આગળ ઝૂકી ગયા પાક. PM : રેહમ ખાન

બે અઠવાડિયા પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને જમ્મુ-કાશ્મીરને લઈને એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. રેહમ ખાને પાકિસ્તાનના પીએમ પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુપ્ત કરાર કર્યો છે. 'ખલીઝ ટાઇમ્સ'માં છપાયેલા રિપોર્ટ પ્રમાણે રેહમ ખાને કહ્યું હતું કે, "અમને શરૂઆતમાં શીખવાડવામાં આવ્યું હતું કે કાશ્મીર બનશે પાકિસ્તાન. હું કહીશ કે કાશ્મીરને વેચી દેવામાં આવ્યું છે. રેહમે કહ્યું કે પાંચમી ઓગસ્ટના રોજ ભારતના નિર્ણય પછી મને મારી ટીમના સભ્યનો ફોન આવ્યો હતો. ટીમના સભ્યએ કહ્યુ હતું કે મેડમ, તમે જે કહ્યું હતું તે સાચું સાબિત થઈ રહ્યું છે. આના પર રેહમે જવાબ આપ્યો હતો કે પ્રાર્થના કરો કે આવું ન થાય."
First published: August 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...