Home /News /national-international /‘રોજ રાત્રે બળાત્કાર થાય છે, દરેક સમયે મરવા કરતા એક જ વખત મરી જાઉં’, મહિલાનો video વાયરલ

‘રોજ રાત્રે બળાત્કાર થાય છે, દરેક સમયે મરવા કરતા એક જ વખત મરી જાઉં’, મહિલાનો video વાયરલ

સઇદ ખોસ્તીની પત્ની ઇલાહાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે (ક્રેડીટ - ટ્વિટર)

Afghanistan - અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજમાં મહિલાઓ પર જુલ્મો વધી રહ્યા છે, વીડિયોમાં 24 વર્ષીય ઇલાહા પોતાનું દર્દ વ્યક્ત કરી રહી છે

    કાબુલ : અફઘાનિસ્તાનમાં (Afghanistan)તાલિબાનના (taliban)રાજમાં મહિલાઓ પર જુલ્મો વધી રહ્યા છે. તેનું તાજું ઉદાહરણ અફઘાની મહિલા ઇલાહા (Elaha)છે. જેની સાથે તાલિબાનના આંતરિક મંત્રાલયના પૂર્વ પ્રવક્તા સઇદ ખોસ્તીએ (Saeed Khosty)પહેલા બળજબરીથી લગ્ન કર્યા અને હવે તેને સતત પ્રતાડિત કરવામાં આવી રહી છે.

    સઇદ ખોસ્તીની પત્ની ઇલાહાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં 24 વર્ષીય ઇલાહા પોતાનું દર્દ વ્યક્ત કરી રહી છે. વીડિયોમાં ઇલાહા દાવો કરી રહી છે કે સઇદ ખોસ્તીએ તેની સાથે બળજબરીથી લગ્ન કર્યા છે. જે પછી તેના પર જુલ્મ શરુ થઇ ગયો છે. ઇલાહાએ દાવો કર્યો છે કે સઇદ સાથે લગ્ન પછી તેની સાથે રોજ રાત્રે બળાત્કાર, મારપીટ અને અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે.

    ઇલાહાનો દાવો છે કે બળજબરીથી લગ્ન પહેલા સઇદે તેની સાથે બળાત્કાર કર્યો હતો. એક વખત તંગ આવીને ઘરેથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તે ભાગવા સફળ રહી પણ તોરખમ બોર્ડર પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પીડિતાને બળજબરીથી સઇદ ખોસ્તીના પગ ચટાડ્યા હતા અને માફી મંગાવી હતી.



    આ પણ વાંચો - જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે આ વર્ષનું સૌથી ખતરનાક ચક્રવાત

    વીડિયોમાં ઇલાહા કહે છે કે ગત માર્ચમાં તેની સઇદ ખોસ્તીએ ઘણી પીટાઇ કરી હતી જેથી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેના પર ઘણા પ્રકારના પ્રતિબંધો છે અને તે મીડિયા સાથે પણ વાત કરી શકતી નથી. બની શકે કે વીડિયો બનાવ્યા પછી ખોસ્તીના હાથે પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. જોકે તેનું કહેવું છે કે દરરોજ મરવા કરતા એક જ વારમાં મરી જાઉં

    જોકે પૂર્વ તાલિબાની પ્રવક્તા સઇદ ખોસ્તીએ આ બધા આરોપથી ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે તેણે ઇલાહા સાથે બળજબરીથી લગ્ન કર્યા નથી. અફઘાનિસ્તાનની ઓનલાઇન વેબસાઇટ ખમામના મતે ઇલાહાના આ આરોપો પછી સઇદ ખોસ્તીએ બન્ને વચ્ચે વિશ્વાસ કમજોર હોવાના આધારે તલાક પણ આપી દીધા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Afghanistan News, Taliban news, અફઘાનિસ્તાન

    विज्ञापन
    विज्ञापन