રેલ્વે મંત્રીની બનાવટી સહી કરનારા પૂર્વ આર્મીમેન, એન્જિનિયરની ધરપકડ

Ex-Serviceman, Engineer,Arrested,Forging,Railway Minister Piyush Goyal’s Signature

Ex-Serviceman, Engineer,Arrested,Forging,Railway Minister Piyush Goyal’s Signature

 • Share this:
  કેન્દ્રિય રેલ્વે મંત્રી પિયુષ ગોયલની બનાવટી સહી કરવાના કેસમાં સામેલગિરીના આરોપસર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં એક પૂર્વ આર્મીમેન અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે.

  પોલીસે જણાવ્યુ કે, છેલ્લા બે દિવસમાં થેલેસેટ્ટી સુધાકર, સિવિલ એન્જિનિયર અને રમણ જોશી (પૂર્વ આર્મીમેન)ની હૈદ્રાબાદ અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આર.પી.એફના જવાન વિશોક ગુપ્તા દ્વારા આ મામલે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રેલ્વે મંત્રાલયને એવી ફરિયાદ મળી હતી કે રેલ્વે મંત્રી પિયુષ ગોયલની બનાવટી સહી વાળા લેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  આ પોલીસ ફરિયાદના આધારે પોલીસની એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી અને વાડલા નામના વ્યક્તની પુછપરછ માટે એક ટીમ સિંકદરાબાદ મોકલવામાં આવી હતી. આ વ્યક્તિના નામ પર લેટરહેડ અને કાર્ડ બનાવવામાં આવ્યા હતા.

  આ વ્યક્તિએ એ કબુલ્યુ કે, સુધાકરે તેને કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. આના બદલામાં તેણે તેને રૂપિયા 10 લાખ ચૂક્યા હતા. સુધાકરને તેના હૈદ્રાબાદના ઘરેથી પકડવામાં આવ્યો હતો. સુધાકરે સ્વીકાર્યુ કે, પૂર્વ આર્મીમેન રમણ જોશીએ તેને બનાવટી દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હતી. રમણ જોશીને દિલ્હીથી પકડવામાં આવ્યો હતો. સુધાકર બે વર્ષ પહેલા રમણ જોશીને દિલ્હીમાં રેલ્વે ભવન પાસે મળ્યો હતો. સુધાકર સરકારી કોન્ટ્રાક્ટની શોધમાં દિલ્હી આવ્યો હતો.
  Published by:kiran mehta
  First published: