કૉંગ્રેસમાં ઘમાસાણ: ચિઠ્ઠી લખનારા એક નેતાએ કહ્યુ- રાહુલના નેતૃત્વમાં 2024ની ચૂંટણી જીતવી મુશ્કેલ

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

Congress crisis: કૉંગ્રેસના નેતૃત્વ અંગે સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓમાં સામેલ આ નેતાનું કહેવું છે કે, પત્ર લખનારા મોટાભાગના નેતા લાંબા સમયથી રાજનીતિમાં છે, તેઓ પાર્ટી માટે કામ કરવા માંગે છે. તેમણે એવું પણ કહ્યું કે તેઓ સોનિયા ગાંધીનો આદર કરે છે.

 • Share this:
  નવી દિલ્હી : કૉંગ્રેસ પાર્ટી (Congress Party)માં ઘમાસાણ ચાલુ જ છે. જે 23 નેતાઓએ પાર્ટીમાં બદલાવની માંગ સાથે કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi)ને પત્ર લખ્યો હતો, તેઓ હવે સતત શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. હવે એમાંથી એક નેતાએ કહ્યુ છે કે છેલ્લી બે ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ હવે રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નેતૃત્વમાં પાર્ટીને જીતની કોઈ આશા ન રાખવી જોઈએ. તેમણે ફરીથી એકવાર કહ્યુ કે પાર્ટીમાં મોટા પરિવર્તનની જરૂર છે.

  શું 2024માં જીત મળશે?

  એનડીટીવી સાથેની વાતચીતમાં ચિઠ્ઠી લખનારા એક નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યુ કે, "અમે લોકો એવી હાલતમાં નથી કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચૂંટણી 400 બેઠકથી જીતી શકીએ. આપણને એ વાતનો અહેસાસ હોવો જોઇએ કે 2014 અને 2019ના ચૂંટણીમાં પાર્ટીને ધાર્યું પરિણામ નથી મળ્યું." નોંધનીય છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં હાર મળ્યા બાદ રાહુલ ગાંધીએ કૉંગ્રેસ અધ્યક્ષના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ બનાવાયા હતા.

  આ પણ વાંચો : EMI છૂટનો લાભ 31મી તારીખે ખતમ થશે, જાણો લોન રિસ્ટ્રક્ચરિંગ વિકલ્પથી તમને શું ફાયદો મળશે

  'પાર્ટીમાં પરિવર્તનની જરૂર'

  આ નેતાએ એવું પણ કહ્યું કે ચિઠ્ઠી લખનાર નેતાઓમાંથી મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી રાજનીતિમાં છે. તેઓ પાર્ટી માટે કામ કરવા માંગે છે. તેમણે એવું કહ્યું કે તેઓ સોનિયા ગાંધીનો આદર કરે છે. પરંતુ પાર્ટીમાં મોટા પરિવર્તનની જરૂરિયાત છે. તેમણે કહ્યું, "નાગપુરથી લઈને શિમલા સુધી પાર્ટીના ફક્ત 16 સાંસદ છે. જેમાંથી આઠ એકલા પંજાબમાં છે. આપણે સ્વીકારી લેવું જોઇએ કે આપણે ભારતમાં છીએ અને વાસ્તવિકતા કંઈક જુદી છે. જો કોઈ બેઠક થાય છે તે હું આ મુદ્દે મારો વિચાર રજૂ કરીશ."

  નીચે વીડિયોમાં જુઓ : પોપ્યુલર જૂથના બિલ્ડર રમણ પટેલ પર વધુ એક આરોપ

  અસંતુષ્ટ નેતાઓને સોનિયા ગાંધીનો સંદેશ

  નોંધનીય છે કે જે 23 અસંતુષ્ટોએ વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં મોટા બદલાવની માંગ કરી છે, આ લોકો હવે તેમના નિશાના પર છે. હકીકતમાં ગુરુવારે કૉંગ્રેસે સંસદ સાથે જોડાયેલા વિષયો પર પાર્ટીની રાણનીતિ તૈયાર કરવા માટે 10 સભ્યોની સમિતિ બનાવી છે. જેમાંથી બંને ગૃહમાંથી પાંચ પાંચ સભ્યોને સામેલ કરાયા છે. આ સમિતિમાં અનેક મોટા નેતાઓની અવગણના કરવામાં આવી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: